Accident : હારીજ હાઈવે પર ઠાકોર પરિવારના લોહીની નદીઓ વહીઅજાણી ગાડીએ પદયાત્રીઓને કચડ્યા…
Accident : પાટણમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા કાર ચાલકે 3 પદયાત્રીઓને કચડ્યા હતા. જેમાં 3 મહિલાઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. આ ત્રણેય મહિલાઓ એક જ પરિવારની હતી. આંબલા ગામનો ઠાકોર પરિવાર ખોડિયાર માતાના દર્શને જવા નીકળ્યો હતો, ત્યારે અજાણી ગાડીએ તેમને ટક્કર મારી હતી. જેમાં અન્ય પાંચ પદયાત્રી ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો : Mahakali Ma : ગુજરાતમાં અહીં આવેલું છે મિની પાવાગઢ, શીલા ઉપર પથ્થર ટકરાતા ઘંટારવ, માતાજીએ આપી છે બે નિશાનીઓ
મૃતકોના નામ
પૂજાબેન જયરામજી (ઉમર 20)
રોશનીબેન જગાજી (ઉમર 16)
શારદાબેન કડવાજી (ઉમર 62)
ઈજાગ્રસ્ત પદયાત્રીઓ
મહેન્દ્રભાઈ ઠાકોર (ઉમર 25), રાહુલભાઇ મગનજી ઠાકોર (ઉમર 18), નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ઉમર 13), સવિતાબેન નાગજીજી ઠાકોર (ઉમર 45), સંદેશભાઈ માનસીંગભાઈ ઠાકોર (ઉમર 18)
Accident : બેચરાજીના અંબાલા ગામનો ઠાકોર પરિવાર વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જઈ રહ્યો હતો. પરિવાર ચાલતો ચાલતો હારીજ-ચાણસ્મા હાઈવે પર પહોંચ્યો ત્યારે મોડી રાતે એક અજાણી ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અજાણ્યા વાહન ચાલકે મોડીરાત્રે પદયાત્રીઓને અડફેટે લઈ રફૂચક્કર થઈ ગયો હતો. આ અકસ્માતથી હાઈવે પર લોહીની નદીઓ વહી હતી.
Accident : એક જ પરિવારની ત્રણ મહિલાઓના મોતથી હાઈવે પર આક્રંદ જોવા મળ્યુ હતું. તો બીજી તરફ, પરિવારના ઘાયલ લોકો રસ્તા પર તરફડિયા મારતાહ તા. તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્તો પદયાત્રીઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ, હારીજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી છે. અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરાઈ છે.
more article : સ્વપ્નશાસ્ત્ર : સપનામાં વારંવાર સાપ દેખાય છે? તો એલર્ટ! તમારા પૂર્વજ આપી રહ્યાં છે કોઇ સંકેત,જાણો અર્થ…