accident : અરવલ્લીમાં બાઈકસવાર મહિલા ટ્રકના ટાયરમાં આવી જતા કમકમાટી ભર્યું મોત, તો સાબરકાંઠામાં ત્રિપલ અકસ્માત
સાબરકાંઠા તેમજ અરવલ્લી જીલ્લામાં accident નાં બે બનાવમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રિપલ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. પૂર્વ ધારાસભ્ય દ્વારા અનેકવાર સર્જાતા અકસ્માત મામલે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સોશિયલ મીડિયા પર હૈયા વરાળ ઠાલવી હતી.
અરવલ્લી જીલ્લાનાં ધનસુરા પોલીસ સ્ટેશન નજીક accident સર્જાયો હતો. અકસ્માત થતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. બાઈક સવાર મહિલા ટ્રકનાં ટાયરમાં આવી જતા મોત નિપજ્યું હતું. ધામનિયાનાં રહેવાસી જયાબેન સોલંકીનું મોત નિપજ્યું હતું. આ મામલે ધનસુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નાની મોટી ઇજાઓ તથા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા
સાબરકાંઠા જીલ્લાનાં ઈડર-હિંમતનગર હાઈવે પર ત્રિપલ accident સર્જાયો હતો. ઈડર હાઈવે પર કૃષ્ણનગર પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. એક સાથે ત્રણ ટ્રક સામ સામે અથ઼ડાતા અકસ્માત થયો હતો.
આ પણ વાંચો : Gold-Silver Price Today : સોનું અને ચાંદી મોંઘા થયા, જાણો આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ…
સદનસીબે મોટી જાનહાનિ ટળતા તમામનો બચાવ થયો હતો. નાની મોટી ઈજાઓ તથા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતનાં કારણે હાઈવે પર ટ્રાફિકનાં દ્રશ્યો સર્જાયા હતા.
આવેદનપત્ર આપવા છતા કામગીરી ન થતા આંદોલનની ચીમકી
વાંસદ-બગોદરા હાઈવે પર વધતા accident ને લઈને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. સોશિયલ મીડિયા પર પૂર્વ ધારાસભ્ય દ્વારા રોષ ઠાલવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આવેદનપત્ર આપવા છતાં કામગીરી ન થતા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
પૂર્વ ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી યોગ્ય નિકાલ કરવાની માંગ ઉચ્ચારી છે. આસપાસનાં ગામડામાં નાળુ ન મળતા લોકો રોંગ સાઈડનો સહારો લે છે. ત્યારે અગાઉ ત્રિપલ accident માં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
more article : accident : ટ્રેલર અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત, બનાસકાંઠાના પરિવારનો માળો વિંખાયો…