accident : બસ અને ટ્રક વચ્ચે અંકલેશ્વર પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના, કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ

accident : બસ અને ટ્રક વચ્ચે અંકલેશ્વર પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના, કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ

ભરુચના અંકલેશ્વર પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસના મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો હતો ત્યાં બીજીતરફ કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. અંકલેશ્વર પોલીસે ઘટનાને લઇ આગળની તજવીજ હાથ ધરી હતી.

accident
accident

અંકલેશ્વરના રાજપીપલા ચોકડી નજીક વર્ષા હોટલના યુટર્ન પર ગ્રીટ ભરેલ ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. ભરૂચ પાર્સિંગ હાઇવા ટ્રક અને અમરેલી પાર્સિંગ લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં ટ્રક પલ્ટી મારી ગઇ હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વહેલી સવારે અકસ્માતને પગલે લકઝરી બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થયાં હતાં પણ સદનસીબે ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો : Morbiમાં બે વ્યક્તિઓ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે થયેલી માથાકૂટમાં સમજાવવા ગયેલા વ્યક્તિની જ છરીના ઘા ઝીંકીને કરી નાખી હત્યા

સાતથી આઠ કિલોમીટર ટ્રાફિક જામ :

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ, શહેર બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. અંકલેશ્વરથી સુરત તરફ જવાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રાફિકજામ લાગ્યો. અંકલેશ્વરથી સુરત તરફ જવાના નેશનલ હાઇવે નંબર 48 પર સાતથી આઠ કિલોમીટર જેટલી ટ્રાફિક જામની લાઇન લાગી. ટ્રાફિકને દૂર કરવા માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી.

accident
accident

બી ડિવિઝન પોલીસનો કાફલો આવી પહોંચ્યો :

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે થયેલા આ અકસ્માતમાં કોલસો ભરેલ ટ્રક પલટી ખાઈ ગઇ હતી. જ્યારે બસમાં સવાર મુસાફરો અકસ્માત સર્જાતા તેઓના જીવ ટાળવે ચોટી ગયાં હતાં. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરોને સહીસલામત રીતે બહાર ઉતાર્યા હતાં.

accident
accident

વાહનચાલકોની હેરાનગતિ :

વહેલી સવારે થયેલ આ અકસ્માતના પગલે અંકલેશ્વરથી સુરત તરફ જવાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ટ્રાફિક જામની લાઈન આશરે સાતથી આઠ કિલોમીટર જેટલી થઈ ગઈ હતી.

જેને લઈને અંકલેશ્વરથી સુરત તરફ જતા મુસાફરોને કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાવાનો વારો આવ્યો હતો અને આ ટ્રાફિક જામના લીધે વાહનોની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ હતી. આ ટ્રાફિકને દૂર કરવા માટે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિક જામને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

more article  : accident : લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જનશાળી ગામના પાટિયા પાસે કારના ચાલકે 4ને અડફેટમાં લીધા, દાદી-પૌત્રીનાં ઘટનાસ્થળે મોત…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *