accident : અમદાવાદમાં ફરી એક અકસ્માત, AMTS બસે લીધો મહિલાનો જીવ, અડફેટે લેતા કરૂણ મોત..
અમદાવાદની જીવાદોરી ગણાતી AMTS બસ ફરી એકવાર શહેરમાં મોટા accident નું કારણ બની છે. અમદાવાદના જુહાપુરા પાસે AMTSની ટક્કરથી એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. AMTS બસે બાઇક સવારને ટક્કર મારી. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. રોડ વચ્ચે અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા.
ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના જુહાપુરામાં અંબર ટાવર પાસે બસની ટક્કરથી રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. AMTS બસ રૂટ 31/5 લાલ દરવાજા-માધવનગર (સાણંદ) થી હતો. ત્યારે આ ઘટના જુહાપુરામાં બની હતી.
આ પણ વાંચો : PM Modi : દાહોદમાં 117 કરોડના ખર્ચે ઐતિહાસિક છાબ તળાવનું નવીનીકરણ, લોકોને મળશે આધુનિક સુવિધાઓ
ખાસ વાત એ છે કે તાજેતરમાં AMTS અને BRTS બસ accident અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા 5 મહિનામાં AMTS અને BRTS બસોના 300થી વધુ અકસ્માતો થયા છે. તે જાણીતું છે કે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. AMTS દ્વારા ઓછામાં ઓછા 119 અકસ્માતો નોંધાયા છે
જ્યારે છેલ્લા 5 મહિનામાં BRTSના કારણે 212 accident થયા છે. જેમાં બીઆરટીએસમાંથી 9 અને એએમટીએસમાંથી 4 લોકોના મોત થયા હતા, કુલ 13 લોકોના મોત થયા હતા. જેમાંથી માત્ર 13 ફરિયાદ નોંધાઈ છે.