Accident : વાપી હાઇવે પર બન્યો ગમખ્વાર અકસ્માત, હાઇવેની સાઈડ એંગલ કારના આગળના કાચમાથી ઘૂસીને પાછળ બહાર નીકળી ગઇ,કાર ચાલકનું ઘટના સ્થળે મોત…
હાઈવેની સાઈડ એન્ગલ કારમાં ઘૂસી ગઈ, કાર ચાલકનું મોત… વાપી નજીક નેશનલ હાઇવે પરની ઘટના, હાઇવેની સાઈડ એન્ગલ કારમાં ઘૂસી ગઈ, કાર ચાલકનું ઘટના સ્થળે મોત, ઘટના સ્થળે અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા
વાપી હાઇવે પર ગમખ્વાર Accidentની ઘટના સામે આવી છે. જ્યાં હાઇવેની સાઇડની એન્ગલ કારમાં ઘૂસી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સાઇડની એન્ગલ કારમાં ઘૂસી જતાં અરેરરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. વાપી નજીક નેશનલ હાઈવે પરનો આ બનાવ છે. અકસ્માતમાં કેશવ વર્મા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
Accidentની સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે હાઇવેની સાઇડની એંન્ગલ કારમાં ઘૂસી ગઇ છે. એન્ગલ કારના આગળના કાચમાંથી આરપાર થઇ ગઇ છે. આ અકસ્માતમાં કાર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
આ સાથે જ રાધનપુરમાં Accidentની ઘટના બની છે. જેમાં બાઈક સવારનું મોત નિપજ્યું છે, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે. રાધનપુર મહેસાણા હાઇવે પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : Karwa Chauth ના વ્રત દરમિયાન કરો આ નિયમોનું પાલન, શુભ ફળની થશે પ્રાપ્તિ.
મૃતકને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડાયો છે, જયારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતને પગલે રાધનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બેફામ ગાડી હંકારનારા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. રાજ્યમાં એક પછી એક આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના અરવલ્લીમાં બની છે. રાત્રે અરવલ્લીમાં ‘તથ્યવાળી’ થઇ હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર છે.
અરવલ્લીમાં ભિલોડાના ગંભીરપુરા પાસે રાત્રે ઘટના બની હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. બે બાઈક પર બેઠેલા ચાર લોકો પર કાર ચડાવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
more article : Accident : રાજ્યમાં આજે એકસાથે 3 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 3 લોકોને કાળ ભરખી ગયો છે. આ અકસ્માતોમાં 3થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે..