Accident : SRP જવાનો ભરેલી બસ પલટી:ફાયરિંગની તાલીમ પૂરી કરી પરત ફરી રહેલી બસની બ્રેક ફેઇલ થતાં હાલોલ નજીક થયો અકસ્માત,સંખ્યાબંધ જવાનો ઘાયલ…

Accident : SRP જવાનો ભરેલી બસ પલટી:ફાયરિંગની તાલીમ પૂરી કરી પરત ફરી રહેલી બસની બ્રેક ફેઇલ થતાં હાલોલ નજીક થયો અકસ્માત,સંખ્યાબંધ જવાનો ઘાયલ…

પાવાગઢની તળેટીમાં ફાયરિંગની ટ્રેનિંગ લેવા માટે આવેલ દાહોદ જિલ્લાના એસઆરપી ગ્રુપના જવાનોના બસને હાલોલ પાસે Accident નડ્યો છે.જેમાં 33 જવાનોને ઇજા પોહચી છે. મળતી માહિતી મુજબ ,દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જાવાનો ફાયરિંગની ટ્રેનીંગ માટે પાવાગઢની તળેટી ખાતે આવ્યા હતા.અને ફાયરિંગની ટ્રેનિંગ પુરી કરી એસઆરપીના જવાનો બસમાં પરત ફરી રહ્યા હતા.ત્યારે બસના બ્રેક ફેલ થઈ જતા બસ પલટી ગઈ હતી.જેમાં 33 જેટલા જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.

Accident
Accident

તમામ ઇજાગ્રસ્ત જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જેમાંથી બે થી વધુ એસઆરપીના જવાનો ગંભીર ઇજાગ્રસ્ત હોવાના કારણે તેઓને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચો : Ahmedabad : પ્રેમલગ્ન કરી અમદાવાદમાં ભાગીને આવેલી બહેન-બનેવીની હત્યા કરવા બે યુવકોએ ઘડ્યો પ્લાન, પણ ઓનર કિલિંગના કાવતરા નો પર્દાફાશ…

પંચમહાલ જીલ્લાના હાલોલ નજીક આવેલ પાવાગઢની તળેટીના ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ લેવા માટે દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જેટલા એસઆરપી જવાનો ત્રણ દિવસની ફાયરિંગની તાલીમ પુરી કરવા માટે આવ્યા હતા.જેમાં આજની તાલીમ પુરી કરી એસઆરપીના જવાનો બસમાં પરત ફરી રહ્યા હતા.

Accident
Accident

પાવાગઢના ડુંગરાળ વિસ્તારના માર્ગ ઉપરથી બહાર નીકળતી એક બસ ઢાળ ઉતરી રહી હતી.તે દરમ્યાન બસ ના બ્રેક ફેઈલ થઈ જતા બસ બેકાબુ બની હતી અને રોડની સાઈડમાં આવેલ કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી.

સર્જાયેલા Accidentમાં બસમાં એસઆરપી ના 45 જવાનો હતા. બસ અકસ્માતમાં 33 જવાનોને ઇજાઓ ઇજાઓ પોહચી હતી. ઇજાગ્રસ્ત તમામ જવાનોને એસઆરપીની અન્ય બસ અને 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ 33 ઇજાગ્રસ્ત જવાનોમાંથી બે વધુ જવાનોને વધુ ઇજાઓ પોહચતાં તેઓને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત એસઆરપીના અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા.

more article  : Accident : વાપી હાઇવે પર બન્યો ગમખ્વાર અકસ્માત, હાઇવેની સાઈડ એંગલ કારના આગળના કાચમાથી ઘૂસીને પાછળ બહાર નીકળી ગઇ,કાર ચાલકનું ઘટના સ્થળે મોત…

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *