Accident : રાજકોટમાં એક જ પરિવારના 4 સભ્યોને વાહને લીધા અડફેટે, પિતા-પુત્રનું મોત..
રાજકોટમાં હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોમર્શિયલ વાહન ચાલકે એક પરિવારના ચાર સભ્યોને ટક્કર મારી હતી. જેમાં પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા-પુત્રી ઘાયલ થયા હતા.
પરિવારના સભ્યો સુરપુરાની મુલાકાત લઈને બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક વાહને તેને ટક્કર મારી હતી. આ ઘટના રાજકોટ-ભાવનગર હાઈવે પર ખરાચીયા ગામ પાસે બની હતી. આજીડેમ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : Salangpur ના હનુમાનજી બાદ હવે ગણેશજીનો વારો! સ્વામિનારાયણ ભગવાનને ગણપતિ કરતા મોટા બતાવતા સર્જાયો મોટો વિવાદ
પ્રાપ્ત વિગતો મુજબ એક પરિવારના ચાર સભ્યો બાઇક પર સુરપુરાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારાચીયા ગામ પાસે એક કોમર્શિયલ વાહને બાઇક સવાર પરિવારને ટક્કર મારી હતી.
આ Accident માં પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે માતા-પુત્રીને ઈજાઓ થતાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. રાજકોટ આજીડેમ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
more article : accident : બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત; મુસાફર ભરેલી બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત