Accident : રાજ્યમાં આજે એકસાથે 3 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 3 લોકોને કાળ ભરખી ગયો છે. આ અકસ્માતોમાં 3થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે..

Accident : રાજ્યમાં આજે એકસાથે 3 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 3 લોકોને કાળ ભરખી ગયો છે. આ અકસ્માતોમાં 3થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે..

વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં Accident ના કિસ્સાઓમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. દિવસેને દિવસે અનેક લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે આજે લગભગ નાની મોટી અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

વાપી નજીક કારચાલકનું ઘટના સ્થળે જ મોત

આ અંગે વિગતવાર વાત કરીએ વલસાડના વાપી નજીક નેશનલ હાઈવે પર ગંભીર Accident માં કારચાલકનું મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, વલસાડના વાપી નજીક નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે આવતી કાર હાઈવેની સાઈડની એન્ગલમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં સાઈડ એન્ગલ આખી કારને આરપાર થઈ જતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

તો Accident ને પગલે રાહદારીઓના ટોળા એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Accident
Accident

ભિલોડાના ગંભીરપુરા ગામે Accident

અન્ય એક Accident ના બનાવમાં 55 વર્ષીય આધેડનું મૃત્યુ નિપજ્યું છે. અરવલ્લીના ભિલોડાના ગંભીરપુરા ગામે બેકાબુ કારે બે બાઈકને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં 55 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણ બાઈક સવારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતના બનાવને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા.

આ પણ વાંચો : Gold-Silver Price Today : સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના સોના-ચાંદીના ભાવ

તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ભિલોડા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ત્રણ ઈજાગ્રસ્તોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ ભિલોડા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથધરી છે.

Accident
Accident

કારની ટક્કરે બાઈકચાલક આધેડનું મોત

બનાસકાંઠાના પાલનપુરમાં પણ Accident સર્જાયો છે. જેમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, પાલનપુરના મેરવાડા નજીક અજાણ્યા કારચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને કારચાલક નાસી છૂટ્યો હતો. તો ઈજાગ્રસ્ત બાઈક સવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ મૃતકના પુત્રએ અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

more article : accident : ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતા ગંભીર અકસ્માત, ડ્રાઇવરનું મોત; મુસાફરો ઘવાયા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *