આવી હિંમત હોય તો હિમાલયને પણ રસ્તા માંથી હટવું પડે,માતા પિતાનું મૃત્યુ થઇ ગયું તો આજે આ અનાથ દીકરો રસ્તા પર બુટ પોલીસ કરી ભણે છે.
બાળપણમાં જ જે બાળકોના માથા પરથી તેમનાથી માતા પિતાનો સાયો ઉઠી જાય છે. તેમનું જીવન ખુબજ મુશ્કિલ બની જાય છે. આજે અમે જે દીકરા વિષે જણાવાના છીએ તે દીકરો પણ કઈ આવી જ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહયો છે.
આ દીકરાનું નામ સુરજ છે અને તે દિલ્હીમાં પોતાના ભાઈ અને બહેન સાથે રહે છે. સુરજના માતા પિતા ૨ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા.માતા પિતાના મૃત્યુ પછી આજે ફક્ત પરિવારમાં ફક્ત ત્રણ ભાઈ બહેન જ વધ્યા છે.
આજે આ પરિવારમાં એવું કોઈ નથી કે તે આ ત્રણેય ભાઈ બહેનને સાંભરી શકે. સુરજ આજે રસ્તા પર બુટ પોલીસ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સુરજનો મોટો ભાઈ અને મોટી બહેન પણ મજૂરી કામ કરવા માટે જાય છે આને આ ત્રણેયનું એકબીજા સિવાય કોઈ નથી.
સુરજનું કહેવું છે કે મને બીજા લોકોની જેમ માંગવાનું નથી પસંદ મને તો મહેનત કરીને ખાવાનું પસંદ છે. અને હું ભણી ગણીને મોટો સરકારી અધિકારી બનીશ એટલા માટે કામની સાથે સાથે હું ભણી પણ રહ્યો છુ. હું જેટલા પણ પૈસા કમાઉ છુ. એ બધા પૈસા ઘરે જઈને મોટા ભાઈને આપી દઉં છુ.
આ બાળકને આવી રીતે મહેનત કરતો જોઈને રસ્તા પરથી પસાર થતા એક યુવક નું ધ્યાન તેની પર ગયું. તો તે યુવક તે દીકરા પાસે ગયો અને તેની પાસે જઈને બધી વાત કરી. તો તેને જાણવા મળ્યું એક આજે આ દીકરાને ફક્ત ૮૦ રૂપિયાની કમાણી થઇ છે. તો યુવકે દીકરાને ૨૫૦૦ રૂપિયા ભેટમાં આપ્યા.