ગજબની છે આ મહિલા, ૭૬ વર્ષની આ મહિલા છેલ્લા ૫૦ વર્ષથી મોઢામાં અન્નનો એક પણ દાણો નાખ્યા વગર આજે પણ પોતાનું જીવન જીવી રહ્યા છે.

ઘણીવાર આપણને એવા લોકો જોવા મળતા હોય છે કે જેમનું જીવન કોઈ ચમત્કારથી પણ ઓછું નથી હોતું, આજે આપણે એક તેવી જ મહિલા વિષે વાત કરીશું, આ મહિલા વિષે જાણીને તમે પણ વિચારમાં પડી જશો, આ મહિલાનું નામ અનીમા ચક્રવર્તી છે, અનીમા ચક્રવર્તી આજે ૭૬ વર્ષના છે, તેમને છેલ્લા ૫૦ વર્ષથી પોતાના મોઢામાં અન્નનો એક દાણો પણ નથી નાખ્યો.
તે હુગલીના બેલડિહા ગામના વતની છે, તેમનું કહેવું છે કે તેમને છેલ્લા ૫૦ વર્ષથી અન્નનો એક દાણો પણ મોઢામાં નથી નાખ્યો અને ૫૦ વર્ષ ખાધા પીધા વગર જ વિતાવી દીધા છે, અનીમા ચક્રવર્તીના દીકરાએ જણાવતા કહ્યું હતું કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પહેલા સારી ન હતી એટલે તેની માતા પહેલા લોકોના ઘરે કામ કરવા માટે જતા હતા.
ત્યાંથી ભાત અને મમરા લાવતી હતી, પરિવારના બધા લોકોનું પેટ ભરતા ભરતા બધા મમરા પતિ જતા હતા એટલે મારી માતા ખાલી પ્રવાહી પીને પોતાનું પેટ ભરતી હતી, ત્યારથી મારી માતાએ ખાવાનું બંધ કરી દીધુ હતું અને પ્રવાહી પીને પોતાનું કામ ચલાવતી હતી. આ વાત સાંભળીને આજે મોટા મોટા વૈજ્ઞાનિકો પણ આષ્ચર્યમાં આવી ગયા હતા.
તેમને જણાવતા કહ્યું હતું કમાણસ કઈ રીતે પોતાનું જીવન જીવી શકે છે, ડોક્ટરે જણાવતા કહ્યું હતું કે કોઈપણ વ્યકતિને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવા પડે છે અને કોઈ લીકવીડ પ્રવાહીની મદદથી
શરીરને આ પોષક તત્વો પણ મળી રહે છે, જેવા કે ચા, જ્યુસ જેવા લીકવીડમાંથી પણ પોષક તત્વો મળી રહે છે, મોઢામાં અન્નનો દાણો નાખ્યા વગર ૫૦ વર્ષ વિતાવી લેવા એ કોઈ સામાન્ય વાત નથી.