આર્યન ભગતના પિતાએ કહ્યું કે આ ઘટનાએ અમારું આખું જીવન બદલી નાખ્યું, ત્યારથી અમારો આર્યન ભગત બની ગયો.

આર્યન ભગતના પિતાએ કહ્યું કે આ ઘટનાએ અમારું આખું જીવન બદલી નાખ્યું, ત્યારથી અમારો આર્યન ભગત બની ગયો.

મિત્રો આપણે દરેક લોકોએ આર્યન ભગતનું નામ તો સાંભળ્યું જ હશે, આર્યન ભગતે ખુબ જ નાની ઉંમરમાં આધ્યાત્મ ક્ષેત્રે ખુબજ મોટી એવી નામના મેળવી હતી, તેથી આજે લોકોને આર્યન ભગતને સાંભળો ખુબ જ ગમે છે. આર્યન ભગત આજે રમવાની ઉંમરમાં હજારો લાખો લોકો સામે પ્રવચન આપે છે. આ કામ એક દિવ્ય શક્તિ જ કરી શકે છે.

આટલી નાની ઉંમરમાં તો બાળકોને કઈ સમજણ પણ હોતી નથી અને આર્યન ભગતને તો ધર્મ પ્રત્યે ખુબ જ સારું જ્ઞાન છે. આર્યનના પિતાએ કહેતા જણાવ્યું હતું કે જયારે આર્યન બે વર્ષનો હતો ત્યારે તેને ગઢડા મંદિરમાં જવાનું શરૂ કર્યું હતું. ત્યાં તેઓ સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળવા માટે જતા હતા. ત્યાં સ્વામી હરી પ્રકાશ કથા કરતા હતા.

આર્યન ભગતના પિતા પહેલાથી સ્વામિનારાયણ ધર્મમાં માનતા ન હતા પણ ખાલી કથાઓ સાંભળવા માટે જતા હતા, ત્યારે સ્વામીએ આર્યન ભગતને જોઈને કહી દીધું કે આ કોઈ સામાન્ય બાળક નથી. ત્યારબાદ સ્વામીએ આર્યનને કાગળમાં એક વસ્તુ લખીને આપી તો આર્યન કડકડાટ તે લખેલી વસ્તુ બોલી ગયો હતો. ત્યારથી આર્યન ભગતનું આખું જીવન બદલાઈ ગયું હતું.

તેથી આજે આર્યન ભગત આખો દિવસ ભગવાનની ભક્તિ પાછળ પસાર કરે છે. આર્યન ભગત મોટા ભાગે હરિપ્રસાદ સ્વામી સાથે રહે છે. આર્યન ભગતના પિતાએ જણાવતા કહ્યું હતું કે અમે આર્યનને છૂટ આપી છે કે તેને સંસારમાં રહેવું હોય તો પણ અથવા સંત બનવું હોય તો પણ, આર્યન ભગતને ઘણા સ્ટેજ શો માં પણ બોલાવવામાં આવે છે.

તો પણ આજ સુધી તેનો એક પણ રૂપિયો લીધો નથી, આર્યન ભગત દરરોજ સવારે પાંચ વાગે ઉઠી જાય છે અને પૂજાપાઠ કરીને શાળાએ જાય છે. આર્યન શાળામાં પણ ભગવા કપડાં પહેરીને જાય છે. શાળાના સંચાલનને પણ આર્યન ભગતથી કોઈ તકલીફ નથી. શાળાના સંચાલક પણ માને છે કે અમારી માટે આનાથી કોઈ ધન્ય વાત નથી, આર્યન ભગતએ તેના પિતાને એકવાર કહ્યું હતું કે ભગવાન મને સપનામાં આવીને બધું જ કહી જાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *