Aanad : આણંદના સો ફૂટ રોડ પર દોડતા ઓવરલોડ ડમ્પરોથી અકસ્માતનો ભય..
ડમ્પરચાલકો ઉદ્ધત વર્તન કરતા હોવાનો આક્ષેપ
Aanad : આણંદ તાલુકાના ખોરવાડ, વહેરાખાડી, લાલપુરા મહી નદીના તટમાંથી રેતી ભરીને ડમ્પરો દિવસ-રાત વિવિધ કન્સ્ટ્રક્શનની સાઈટો ઉપર દોડતા હોય છે. આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ થઈ સો ફૂટના રોડ તરફ ઓવરલોડ રેતી ભરી ડમ્પરો પસાર થાય છે. ખાસ કરીને શહેરના સો ફૂટ રોડ ઉપર રેતી-કપચીનો વેપાર કરતા વેપારીઓની સંખ્યા વધુ છે.
આ પણ વાંચો : Share Market : પહેલા જોઈ લેજો આ લિસ્ટ, આગામી 15 દિવસમાં ધુંઆધાર કમાણી કરાવશે આ 5 શેર, જાણો કેટલો છે ટાર્ગેટ
ભારે વાહનોની સતત અવરજવરથી રોડ બિસ્માર બન્યો છે. તો બીજી તરફ ડમ્પરોમાં ઓવરલોડ રેતી ભરેલી હોવાથી કેટલાક વાહનોમાંથી રેતી માર્ગ ઉપર પથરાતી હોય છે અને તેના કારણે નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે.
ખાણ-ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી પગલાં લેવા માંગ
આ અંગે સ્થાનિક રહીશો તથા દુકાનદારો દ્વારા થોડા સમય પૂર્વે ડમ્પરચાલકોને મૌખિક રજૂઆત પણ કરી હતી પરંતુ ડમ્પર ચાલકોએ ઉધ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તંત્ર દ્વારા પણ આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો લગાવી સ્થાનિકો દ્વારા આણંદ ખાણ ખનીજ વિભાગને લેખીતમાં રજૂઆત કરી ઓવરલોડ ડમ્પર ચાલકો સામે પગલાં લેવા માંગ કરી છે.
more article : SHARE MARKET : રોકાણકારોને મળી બેવડી ભેટ, 1 શેર પર 4 બોનસ શેર અને 9000% મળશે ડિવિડન્ડ, જાણો વિગત..