Aai Sonal Ma : શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત કરનાર આઈ શ્રી સોનલ માં,સમાજમાં લાવ્યા નવી ક્રાંતિ,મઢડામાં છે બિરાજમાન…

Aai Sonal Ma : શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત કરનાર આઈ શ્રી સોનલ માં,સમાજમાં લાવ્યા નવી ક્રાંતિ,મઢડામાં છે બિરાજમાન…
Aai Sonal Ma
Aai Sonal Ma

100 વર્ષ પહેલા જેમનો જન્મ થયો અને ફક્ત 51 વર્ષના આયુષ્યમાં સમાજમાં ચાલતી અંધશ્રદ્ધા દૂર કરવા અને સામાજીક વિકાસ માટે અનેક સંદેશાથી સાચી રાહ ચીંધી રુઢી ચુસ્તતા છોડાવી સમાજને કન્યા કેળવણી તરફ લઈ જઈ અઢારે કોમને શિક્ષિત બનવા પ્રેરનાર સોનલ આઈ મઢડા ખાતે બિરાજમાન છે. જૂનાગઢના કેશોદના મઢડા ખાતે આવેલું સોનલ આઇ શ્રીનું મંદિર લોકોની આસ્થા વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

Aai Sonal Ma
Aai Sonal Ma

સમાજના ઉત્કર્ષ વિકાસ અને શિક્ષણને મહત્વ આપતા હતા

Aai Sonal Ma : 100 વર્ષ પહેલા મઢડા ખાતે હમીર મોડ અને રાણીબાઈના ઘરે જન્મેલા સોનલ આઈ બચપણથી જ સમાજના ઉત્કર્ષ વિકાસ અને શિક્ષણને મહત્વ આપતા હતા 51 વર્ષની જિંદગીમાં ચારણ સમાજને અનેરો સંદેશો આપી ગયા છે.

સોનલ આઈ ચારણ સમાજના દેવી છે ત્યાર પછી આવેલા બનુમા આઇ શ્રી થયા અને હવે કંચન આઇ શ્રી ગાદી પર બિરાજમાન છે. સોનલ આઈનુ જીવન જ એક પરચો છે અને આઈ ના પરચા સમાજમાં નવી ક્રાંતિ લાવ્યા છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અનેક માનતાઓ લઈને સોનલ આઈના દર્શને આવે છે જેમાં પુત્ર જન્મની ઘેલછા, માંદગીનો ઉપાય જેવા ચિંતા ના વાદળો પણ હોય છે.

Aai Sonal Ma
Aai Sonal Ma

દરરોજ 5 થી 10,000 ભવિકો આઈ ના શરણે આવે છે

Aai Sonal Ma : સોનલ આઈએ સમાજના દોરા ધાગા, રિવાજો, શંકાઓ ,વહેમ, અંધશ્રદ્ધાઓ વગેરે દૂર કરી સમાજને શિક્ષણ તરફ પ્રેર્યો છે અને એથી જ આજના યુવાનો અને બાળકો પણ સોનલ આઈના દુહા દિલથી લલકારે છે જેમાં સોનલ આઈ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દેખાય છે. અંદાજે પાંચસો થી સાતસો ની જ વસ્તી ધરાવતુ જુનાગઢ થી આશરે 38 km દૂર આવેલું મઢડા ખૂબ નાનું ગામ છે.

આ પણ વાંચો : Success Story : જે પરીક્ષામાં વિદ્યાર્થીઓનો છૂટી જાય છે પરસેવો, એ પરીક્ષામાં આ પાટીદાર છોકરીએ દેશભરમાં કર્યું ટોપ

પણ સોનલ ધામમાં દરરોજ 5 થી 10,000 ભવિકો આઈ ના શરણે આવે છે. શનિ અને રવિવારની રજાઓમાં 20 થી 25 હજાર દર્શનાર્થી સોનલઆઈના દર્શને આવે છે. સોનલ આઈ ના જન્મદિન પોષ સુદ બીજ પર લાખો લોકો આઈના દર્શન કરવા પહોંચે છે.

અનેક સંદેશા આપ્યા

Aai Sonal Ma : ચારણ સમાજને ઊંચો લાવવા સોનલ આઈ શ્રી એ અનેક સંદેશા આપ્યા છે અને સોનલ આઈના પરચા આજે પણ યથાર્થ છે ચારણ જ નહીં આહિર,માલધારી, ભરવાડ,રબારી ગઢવી જેવા 18 વર્ણના લોકો સોનલ આઇ શ્રીના ચીંધેલા માર્ગ પર ચાલે છે. સોનલ આઇ આજીવન બ્રહ્મચર્ય પાળી સમાજ સુધારક તરીકે જીવન જીવ્યા, સમાજ ને કહ્યું તમારા છોકરા ભણાવો,પુરુષાર્થ કરો અને કમાણી કરી સ્વમાની જિંદગી જીવો.

Aai Sonal Ma
Aai Sonal Ma

સમાજને જાગૃત કર્યા

સોનલ આઈએ 30 વર્ષની નાની ઉંમરે બહોળું સંમેલન બોલાવી સામજિક સંદેશાઓ આપી દરેક સમાજને જાગૃત કર્યા અને આહીર ,ચારણ ,કાઠી,ભરવાડ ,ગઢવી જેવી અનેક પ્રજાને શિક્ષણનુ મહત્વ સમજાતા દરેક કોમ સમાજમાં શિક્ષિત બની.

આ પણ વાંચો : અનોખો રેડિયો પ્રેમી : આ સુરતી લાલાની પાસે છે 100થી વધુ દેશી-વિદેશી રેડિયોનું ગજબ કલેક્શન, એ પણ એકે-એકથી ચડિયાતા..

મઢડાધામ દરેક સમાજને આસ્થા સાથે સાચી રાહ ચિંધનારું કેન્દ્ર છે એટલે જ અહી આવતો દરેક સમાજનો વ્યક્તિ રૂઢિ ચુસ્તતા છોડી સમાજને આગળ લઈ જવા કન્યા કેળવણીને ખાસ મહત્વ આપતો થયો છે. સોનલ આઇ શ્રીના પરચા આજે પણ પુરાય છે આજે પણ કોઈ નવી ગાડી લે તો પહેલા સોનલ ધામ આવે છે, કોઈ ને ત્યાં બાળક જન્મે તો અહી આશીર્વાદ લેવા આવે છે, દીકરીના લગ્ન હોય તો કંકોત્રી મુકવા આવે છે…

સોનલ આઇ શ્રી ના આશીર્વાદથી ગાડી સારા કામે વપરાય, બાળક સમાજનો ઉધ્ધારક બને અને દીકરી શિક્ષણ મેળવી ખૂબ પ્રગતિ કરે તેવી આશા સેવવામાં આવે છે.

સોનલ આઇ શ્રી એ તો અનેક કુળ,અનેક સમાજ તાર્યા

કહેવાય છે કે એક દીકરી શિક્ષિત હોય તો બે કુળ તારે પણ સોનલ આઇ શ્રી એ તો અનેક કુળ,અનેક સમાજ તાર્યા અને હજુ પણ સદીઓ સુધી આ ઉત્કર્ષની જ્યોત જગાવતા રહેશે.

સોનલ આઈ શ્રી માં અતુટ શ્રદ્ધા રાખતી બાળા દુહા લલકારી પોતાની આસ્થા વર્ણવી વર્ષો પહેલા આઈ માં ના કન્યા કેળવણીના સંદેશાને જીવંત પુરવાર કરે છે. આજે લાખો શ્રદ્ધાળુઓ વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે.સોનલ આઇ શ્રીના 400 થી વધુ મંદિરો બનાવ્યા છે અને તેમના નામની અલખ દુનિયા ભરમાં જગાવી રહ્યા છે… સમાજ માટે જીવવાની રાહ ચિંધનાર સોનલ આઇ શ્રી ના જન્મોત્સવને પણ સનાતન ધર્મને જોડી ખાસ બનાવવામાં આવી રહ્યોં છે.

સતવાદી ચારણ બનો, કાઢો કુટુંબ કલેશ, છોડો દારૂ ચારણો (ઈ) આઈ સોનલ આદેશ
દામ માટે કોઈ દિકરી, વહેચો નહી લઘુલેશ, દેવવૃતી છોડીદયો (ઈ) આઈ સોનલ આદેશ

more article : સનાતન ધર્મ : UAE માં થઈ રહ્યો છે સનાતન ધર્મનો જયઘોષ, શું તમે જાણો છો સનાતન ધર્મનો અર્થ? કેટલાં મઠ હોય છે?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *