આ વ્યક્તિએ રામદેવપીર મહારાજને 150 કિલો અને 20 કિલો ચાંદીના બે ઘોડા ચડાવ્યા…, કારણ જાણીને અક્કલ કામ નહીં કરે..!
આપનો દેશ વિવિધ ધર્મ થી વરેલો દેશ છે. મિત્રો અત્યાર સુધીમાં આપણે એવા ઘણા બધા ભક્તો જોયા હશે. ભગવાન કે માતાજીની પૂજા અર્ચના કર્યા પછી માનતા પૂરી થતાંની સાથે જ મોંઘી મોંઘી વસ્તુઓ ભેળતા હોય છે. તેમજ ભાઈ ભક્તો મન મૂકીને માતાજી કે ભગવાનને મોંઘી વસ્તુઓ ચડાવતા હોય છે. આપણે એવા ઘણા બધા ભક્તો જોયા હશે. પણ આજે અમે તમને જે ભક્ત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેવા ભક્ત તમે ભાગ્યે જ જોયા.
મિત્રો એક યુવકે પોતાની માનતાને પૂરી થતાં બાબા રામદેવજી મહારાજને ચાંદીથી બનેલા બે ઘોડા અર્પણ કર્યા હતા. આ એક ઘોડાનું વજન 150 કિલો ની આસપાસ છે અને બીજા ઘોડાનું વજન લગભગ 20 કિલો નું છે. આ બંને ઘોડાની કિંમતની અંદાજે વાત કરવામાં આવે તો એક કરોડ રૂપિયાની આસપાસ થાય છે. ચાંદીના આ ઘોડાને જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી
ખાસ તમને જણાવી દઈએ કે, આવેલા રામદેવડા સ્થિત રણુજા રામદેવપીર મહારાજ મંદિર ની અંદર ચાંદીના બે ઘોડા એક યુવક દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. ઓમ પ્રકાશ ખત્રી નામના મુંબઈના જ્વેલર્સ એ આ ઘોડા મંદિરમાં ભેટ કર્યા હતા. ખાસ વાત તો એ છે કે ચાંદીના ઘોડાની ભેટ આપનારે આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ વ્યક્તિ મુંબઈની અંદર એક જ્વેલર્સ ધરાવે છે અને તેનું નામ ઓમ પ્રકાશ ખત્રી છે.
ઓમ પ્રકાશ ખત્રી જણાવે છે કે, અમે મૂળ જાલોર જિલ્લાના ગુડા બાલોતાન ગામના રહેવાસી છીએ અને મુંબઈની અંદર અમારો સોના ચાંદીનો ખૂબ જ મોટો ધંધો છે. રામદેવપીર પ્રત્યે અમારા પરિવારની અતૂટ શ્રદ્ધા છે અને રામદેવપીર મહારાજના અમારી ઉપર ખૂબ જ વધારે આશીર્વાદ છે. અમારા પર દાદા ને રામદેવપીર મહારાજ ના ઘોડા સપનામાં આવ્યા હતા. એના કારણે તેમની એવી છેલ્લી ઈચ્છા હતી કે રામદેવપીર મહારાજની સમાધિ ઉપર ચાંદીના ઘોડા અર્પણ કરવામાં આવે
જેના કારણે આ ઘોડા ભેટ ધરનાર ઓમ પ્રકાશ ખત્રીએ પર દાદા નું સપનું પૂર્ણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રામદેવપીર મહારાજને, આજે ૧૫૦ કિલોનો એક મોટો ઘોડો અને 20 કિલો નો એક નાનો ચાંદીનો ઘોડો ચઢાવવામાં આવ્યો છે અને ઘોડો બનાવ્યો એના ત્રણ વર્ષ થઈ ગયા હતા. પરંતુ કોરોનાની મહામારીને કારણે ઘોડો અમે અર્પણ કરી શક્યા ન હતા.
શનિવારના દિવસે મિત્રો ઓમ પ્રકાશ ખત્રીએ તેમના આખા પરિવારની સાથે મળીને રામદેવડા આવીને ઘોડાને સમાધિ ઉપર અર્પણ કર્યા હતા અને આ ઘોડાની કિંમત નો પણ ઇનકાર કર્યો હતો. પ્રકાશ ખત્રી નો માનવું છે કે, ઘોડો હોવાથી કિંમત નહીં જણાવી શકાય. જોકે અન્ય એક જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે આ બંને ઘોડા ની કિંમત લગભગ 90 લાખ થી લઈને એક કરોડ રૂપિયાની આસપાસ હશે
મિત્રો જ્યારે પ્રકાશ ખત્રી અને તેમનો પરિવાર આ ચાંદીના ઘોડાને અર્પણ કરવા માટે ગયા હતા ત્યારે ફોટો લેવા માટે પણ ખૂબ જ લોકોની પડા પડી થઈ હતી. શનિવાર દિવસે ચાંદીના ચમચમતા ઘોડા રામદેવરા લાવવામાં આવ્યા હતા ત્યારે લોકોની ભીડ ઉમટી પડી હતી અને લોકો સેલ્ફી લેવા માટે પણ દોઢ મૂકી હતી.
મિત્રો જ્યારે આ પરિવાર દ્વારા રામદેવપીર મહારાજને ઘોડા અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે, રામદેવડા ખાતે ઘોડાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ જણાવ્યું હતું કે પરદાદા નું સપનું પૂરું કરવા માટે આ પ પૌત્ર ને લાખ લાખ વંદન છે. આજ ના જમાનામાં આવા પ પોત્ર મળવા ખૂબ જ ભાગ્ય ની વાત કહેવાય.