પૃથ્વી પર આજે પણ હયાત છે ભગવાન શ્રી કૃષ્ણનું હ્રદય,જે આ મૂર્તિમાં આજે પણ ભગવાનની હાજરી પુરે છે.

પૃથ્વી પર આજે પણ હયાત છે ભગવાન શ્રી કૃષ્ણનું હ્રદય,જે આ મૂર્તિમાં આજે પણ ભગવાનની હાજરી પુરે છે.

આગામી ૨૦ તારીખે એટલે કે અષાઢી બીજના દિવસે જગતનો નાથ જગન્નાથ નગર ચર્યાએ નીકળશે.ત્યારે આજે અમે તમને એક દંતકથા વિષે જણાવાના છીએ ભગવાન કૃષ્ણએ તેમનો અંત સમય સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્રમાં કર્યો હતો.

ત્યારે એક દિવસ અચાનક પારઘી બાણ છોડતો હતો અને તે બાણ ઝાડની નીચે આરામ કરી રહેતા ભગવાનમાં પગમાં વાગે છે.ત્યારબાદ તેઓ ઝાડ નીચે જ પ્રાણ ત્યજી દે છે.ભગવાન કૃષ્ણના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

ભગવાનનું સમગ્ર શરીર બળીને ખાખ થઈ જાય છે.પરંતુ એક માત્ર હૃદય એવું જ રહે છે.જે હૃદય અરબસાગરમાં વહીને જગન્નાથપુરી આવીને અટકે છે.ભગવાન જગન્નાથ બહેન શુભદ્રા અને ભાઈની મૂર્તિ લીમડાના ઝાડ માંથી બનાવામાં આવતી હોય છે.

તે મૂર્તિ દર ૧૨ વર્ષે નવી મૂર્તિ બનાવામાં આવે છે.ત્યારે તેમના શરીર માં રહેલા હૃદયને કાઢીને ભગવાનની નવી મૂર્તિમાં મુકવામાં આવે છે.એક ભાઈએ જણાવ્યું હતું કે જયારે ભગવાનનું હૃદય ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે મંદિર જ નહિ પરંતુ સમગ્ર શહેરમાં લાઈટ કાપી લેવામાં આવે છે.તે વિધિ કરતી વખતે પૂજારીની આંખે પણ પાટા બાંધી દેવામાં આવે છે.

અને તેમના હાથમાં ઝાડા મોજા પહેરાવી દેવામાં આવે છે.જે પુજારીઓએ હૃદય ટ્રાન્સફર કર્યું છે તેમને જણાવ્યું હતું કે તે ચમત્કારિક વસ્તુ હાથમાં લેતા જ તેની શક્તિનો અંદાજો લગાવી શકાય છે.આજે પણ તે હૃદય ધબકતું હોય તેવો અનુભવ થાય છે.તે હૃદયને ૫૦૦૦ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે છતાં તે હૃદય તેવી જ સ્થિતિમાં છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *