આ MBBS કરેલ યુવતીએ હઠ પકડી કે લગ્ન કરીશ તો બાગેશ્વર બાબા સાથે જ, લગ્ન માટે પગપાળા પોતાના ઘરથી બાગેશ્વર ધામ નીકળી છે.
હાલ સમગ્ર દેશમાં બાગેશ્વરધામના શાસ્ત્રી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબજ ચર્ચામા છે.છેલ્લા કેટલાક સમયથી તેમના ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.પરંતુ હાલ એવું જાણવા મળ્યું છે કે ગંગોત્રીથી કળશ લઈને બાગેશ્વરધામની પદયાત્રા પર નિકરેલી MBBS ની વિધાર્થીની શિવરંજની તિવારી નામ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડીને વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
કેટલાક લોકોનું કહેવું છે કે શિવરંજની બાબા બાગેશ્વર સાથે લગ્ન કરવાની ઈચ્છા સાથે ગંગોત્રીથી માથા પર કળશ લઈને નિકરી છે.તે વિધાર્થીની ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રેમમાં છે.તે યુવતી ધીરેન્દ્રશાસ્ત્રી સાથે કેમ લગ્ન કરવા માંગે છે તેના વિષે તેને એવું જણાવ્યું છે કે લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.
બાબા બાગેશ્વરના ચાહકોએ ૧૬ જૂન સુધી રાહ જોવી જોઈએ.તે ૧૬ જૂન એ બાબા બાગેશ્વરની સામે આવશે અને ભક્તોએ બધું જ જણાવશે તેને ધીરેન્દ્ર શાસ્ત્રીની ત્રણ વસ્તુઓ સૌથી વધારે પસંદ આવે છે સૌપ્રથમ તેઓ સનાતનનો પ્રચાર કરે છે.
બીજી વાત એવી છે કે તેઓ હિન્દૂ રાષ્ટ્રની વાતો કરે છે અને ત્રીજી વાત એવી છે કે તેમને કેન્સર હોસ્પિટલ બનાવાની વાત કરી છે.જેથી તેમને કહ્યું હું પોતે મેડિકલની વિધાર્થીની છું.
તેથી મારા માટે આ નાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે.તે યુવતીએ તેમની હોસ્પિટલમાં કામ કરવાની ઈચ્છા ધરાવી છે.તેમને સાથે એ પણ કહ્યું હતું કે તે લોકપ્રિયતા મેળવવા માટે આવું નાથી કરતા તે વાત એકદમ ખોટી છે.તે પોતાની જાતે જ બાગેશ્વરધામના દાસી માને છે.