આ મંદિરમાં હનુમાનજીની મુર્તિ ૩ વાર બદલે છે પોતાનું સ્વરૂપ, સુર્યદેવ સાથે જોડાયેલી છે પૌરાણિક કથા
મધ્યપ્રદેશમાં હનુમાનજીનું એક અનોખું મંદિર સ્થિત છે. જ્યાં રહેલી ભગવાનની પ્રતિમા દિવસમાં ૩ વાર પોતાનો રંગ બદલે છે. હનુમાનજીનાં આ પ્રાચીન મંદિર સાથે ઘણા પ્રકારની કહાનીઓ પણ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળનાં સમયનું છે. અહીં રહેલી હનુમાનજીની પ્રતિમા રામાયણ કાળની ઘટનાઓને દર્શાવે છે. દર વર્ષે દુર-દુરથી લોકો અહીં આવીને તેમનાં દર્શન કરે છે અને તેમને સિંદુર જરૂર અર્પિત કરે છે.
મંદિર સાથે જોડાયેલી છે કથા
માન્યતા છે કે ભગવાન સુર્યદેવે અહીં પર જ તપસ્યા કરી હતી. ભગવાન સુર્યને તપસ્યા દરમિયાન કોઈ મુશ્કેલી ના થાય અને કોઈ વિઘ્ન ના આવે એટલા માટે હનુમાનજી એ અહીં પર પહેરો આપ્યો હતો. વળી ભગવાન સુર્યની તપસ્યા પુરી થવા પર તેઓ પોતાના લોક ચાલ્યા ગયા હતાં અને તેમણે હનુમાનજીને અહીં રોકાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ હનુમાનજી અહીં મુર્તિના રૂપમાં રોકાઈ ગયા. કહેવામાં આવે છે કે ભગવાન સુર્યનાં કિરણોની સાથે જ ભગવાન હનુમાનજી પોતાના બાળ રૂપમાં નજર આવે છે. ત્યારબાદ અલગ અલગ સમયે પોતાનું રૂપ બદલે છે.
બદલે છે પોતાનો રંગ
મંડલા થી લગભગ ૩ કિલોમીટર દુર પુરવા ગામમાં સ્થિત આ મંદિરને સુરજકુંડ નામ આપવામાં આવ્યું છે. આ મંદિરમાં રહેલી મુર્તિ નું રૂપ ૨૪ કલાકમાં ૩ વાર બદલાય છે. હનુમાનજીની પ્રતિમા સવારનાં સમયે બાળ સ્વરૂપ, બપોરે યુવા અને બાદમાં સાંજ થયા બાદ વૃદ્ધ રૂપમાં થઈ જાય છે. આ રીતે આ મુર્તિ દરરોજ દિવસમાં ૩ વાર પોતાનું સ્વરૂપ બદલતી રહે છે. મંદિરનાં પુજારી અનુસાર ૪ વાગ્યા થી ૧૦ વાગ્યા સુધી હનુમાનજીની પ્રતિમાનું બાળ સ્વરૂપ હોય છે. ત્યારબાદ તે યુવા રૂપમાં બદલાઈ જાય છે. ૬ વાગ્યા બાદ તે સંપુર્ણ રાત વૃદ્ધ સ્વરૂપમાં રહે છે.
કહેવામાં આવે છે કે હનુમાનજીની આ મુર્તિ દુર્લભ પથ્થરથી નિર્મિત છે. સ્થાનીય લોકો અનુસાર સુરજકુંડનાં મંદિરમાં વિરાજમાન હનુમાનજીની પ્રતિમા ખુબ જ ખાસ અને દુર્લભ છે. જે લોકો અહીં આવીને મુર્તિની પુજા કરે છે, તેમની દરેક મનોકામના પુરી થઈ જાય છે. મંગળવારનાં દિવસે આ મંદિરમાં વિશેષ પુજાનું આયોજન પણ કરવામાં આવે છે. વળી મંદિરની આસપાસ ખુબ જ સુંદરતા જોવા મળે છે. આ મંદિર નર્મદા કિનારે બનેલું છે. અહીં સીર્યનાં સીધા કિરણો નર્મદા પર પડે છે.