પાંચ વર્ષ પછી મંદિરનો દરવાજો ખોલતા જ નીકળ્યું ૨૦૦ કિલો સોનુ,હજુ એટલો ખજાનો છે કે એક મહિનો ગણતરી ચાલશે.
દેશમાં દેવી દેવતાના અનેક મંદિર આવેલા છે જેમાં દરેક મંદિર પોતાના ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે.દેશભરમાં અનેક એવા મંદિર પણ છે જે મંદિરથી સોનાથી શણગારવામાં આવ્યા છે ત્યારે આજે અમે તમને એક એવા જ મંદિરની વાત કરવાના છીએ જે મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે.
જ્યાં તુળજા ભવાની માતાજીનું મંદિરનો અનેરો મહિમા છે.અહીં આવતા ભક્તો માતાજીને સોના ચાંદીના દાગીના અર્પણ કરતા હોય છે.જે મંદિરનો ખજાનો પાંચ વર્ષે ખોલવામાં આવે છે.જે ખજાનો ખોલીને ગણતરી કરતા છેલ્લા બે દિવસમાં ૨૦૦ કિલો સોનાના દાગીનાની ગણતરી કરવામાં આવી છે.
આખો મહિનો ગણતરી ચાલે છે તેટલો ખજાનો ખુલ્યો છે.જે મંદિરનો સાચો આંકડો ગણતરી પુરી થયા પછી જ સામે આવશે.મંદિરના ખજાનામાં છત્રપતિ શિવાજી મહારાજના કાર્યકારમાં બનેલા ઘરેણાંનો પણ સમાવેશ થાય છે.
જેની ગણતરી અલગ રીતે કરવામાં આવશે જે તુળજા ભવાની માતાજીના મંદિરમાં દર પાંચ વર્ષે મંદિરનો ખજાનો ખોલવામાં આવે છે જે મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને સોનાનું દાન કરતા હોય છે.આવા અનેક મંદિર છે ત્યાં ભક્તો સોના ચાંદીનું દાન કરતા હોય છે.
તે મંદિરમાં બિરાજમાન તુળજા માતાજીના પરચા અપરંપાર છે.દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે જયારે ભક્તોની મનોકામના પૂર્ણ થતા ભક્તો સોના ચાંદીના ઘરેણાં અર્પણ કરતા હોય છે.નવાઈની વાત એ છે કે જે ખજાનો એટલો બધો છે જેની ગણતરી કરતા કરતા એક મહિનો લાગી શકે છે.