ગરીબ ખેડૂતનો દીકરો પોલીસ અધિકારી બની,વર્દી પહેરીને પિતાને મળવા ખેતરમાં ગયો,દીકરાને જોઈ ગરીબ પિતાની આંખોમાં પાણી ભરાઈ આવ્યું.
અત્યારના આધુનિક સમયમાં ગરીબ માતા પિતા પણ કાળી મજૂરી કરીને પોતાના બાળકોને ભણાવતા હોય છે અને તેમનું એક જ સપનું હોય છે કે તેમનો બાળક સારી આવી નોકરી કરીને પોતાના પગભર થાય ત્યારે આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ.
જયારે દીકરો અધિકારી બનીને આવે ત્યારે દરેક માતા પિતાના ચહેરા પાર ખુશીનો પાર જ રહેતો નથી.પરંતુ અચાનક જ અધિકારી દીકરો પોતાના માતા પિતાને પગે લાગી સરપ્રાઈઝ આપે તે નજારો કંઈક અલગ જ હોય છે.
તેવી જ એક ઘટના આગ્રામાંથી સામે આવી છે જ્યાં ભરબપોરે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે એક અધિકારીના યુનિફોર્મમાં યુવક વૃદ્ધ ખેડૂત પાસે જાય છે અને તેમના ચરણ સ્પર્શ કરે છે.ત્યારે તે ખેડૂતને ખબર પડે છે કે તેમનો દીકરો અધિકારી બનીને આવ્યો છે.
તે દીકરા તેની ટોપી તેના પિતાના માથે મુકતાની સાથે જ તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા.ત્યારબાદ તેમની સાથે વાત ચિટ કરતા તેમની છાતી ગર્વથી ફૂલવા લાગી હતી જે અધિકારીનું નામ ઋષિ તોમર છે તેઓ તાજેતરમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર બનીને ઘરે પરત ફર્યા હતા.
તેઓ હિમાચલથી ૮ મહિનાની ટ્રેનિંગ પુરી કરીને જેઓ પોતાના ઘરે પરત ફર્યા તે પહેલા તેમના પિતાને મળવા માંગતા હતા.તે સમયે પિતા બપોરે કામ કરતા હતા તેથી તેમનો પુત્રને મળવા ખેતરમાં જ પહોંચી ગયો હતો.
તેઓ ખેતરમાં કામ કરતા પિતાના ચરણ સ્પર્શ કરતા જ પિતાની આંખમાંથી આંસુ ગયા હતા પરંતુ જયારે પુત્રને યુનિફોર્મમાં જોઈને પિતાની ખુશીનો પાર રહ્યો હતો જે ઘટનાનો હાલ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.