ખુબજ આલીશાન ઘરમાં રહે છે કોયલ કંઠી ફરીદામીર, જોવો રસોડાથી લઈને બેડરૂમ સુધીના ઘરના ફોટાઓ..
ગુજરાતી ગાયક કલાકારો હવે દેશ વિદેશમાં ફેમસ થઈ રહ્યા છે. ઘણા એવા કલાકારો છે જેમને ગુજરાતીઓના દિલની અંદર સ્થાન મેળવી ચૂક્યા છે. મિત્રો તમને જણાવી દે કે ગુજરાતી લોક ડાયરાના કલાકારો અને સંગીતકારોના ચાહકો ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ છે. ત્યારે આજે આપણે તમામ ગુજરાતીઓના દિલમાં જગ્યા બનાવી ચૂકેલા ફરીદામીર વિશે વાત કરવાના છીએ.
ફરીદામીરે પોતાના સુંદર અવાજથી લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. ફરીદામીરે પોતાના જીવનમાં ઘણા બધા સંઘર્ષ કરીને આ સફળતા મેળવી છે. ત્યારે આજે આપણે ફરીદામીરની કેટલીક અંગત વાતો અને તેમના સંઘર્ષ વિશે વાત કરવાના છીએ.
ફરીદામીરનો જન્મ 10 ડિસેમ્બર 1989ના રોજ ગુજરાતમાં આવેલા પોરબંદરમાં થયો હતો. ફરીદામીરે પોતાનું બાળપણનું જીવન પોતાના પિતા સાથે ભજન અને ધાર્મિક કાર્યક્રમોથી શરૂ કર્યું હતું. ફરીદામીર એક ભજન કલાકાર છે અને પોતાની સંસ્કૃતિ જાળવી રાખવા માટે તેઓ ભજન ગાતા હતા.
નાનપણથી જ ફરીદા મીરને લોકસાહિત્ય અને ભજન ઉપરાંત સંગીતની અંદર એક અલગ પ્રકારની જ રુચિ હતી. ફરીદામીર ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો છે. તેમને પોતાનો અભ્યાસ અધૂરો છોડીને સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. ફરીદામીર માત્ર 14 વર્ષની ઉંમરે સંગીત સાથે જોડાઈ ગયા હતા.
ખૂબ જ નાની ઉંમરે તેઓ સંગીત ક્ષેત્રમાં આગળ વધી ગયા હતા. ધીમે ધીમે ફરીદામીરે પોતાના સુંદર અને મધુર અવાજથી લોકોના દિલમાં એક અલગ સ્થાન બનાવી લીધું હતું. ફરીદામીરે પોતાની મહેનત અને દમ પર ઘણી બધી સંપત્તિ વસાવી છે.
ફરીદામીર અમદાવાદની અંદર આવેલા પોશ વિસ્તારની અંદર પાંચ બેડરૂમ હોલ કિચન વાળા વિશાળ પેન્ટહાઉસની અંદર રહે છે. તેઓ આજે ખૂબ જ શાંતિ વાળું જીવન જીવી રહ્યા છે. મિત્રો ફરીદામીરના જીવન ઉપરથી આપણે એક વાત શીખવી જોઈએ. ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યા બાદ સફળતા જરૂર મળે છે.