આ દંપતી લંડનમાં કરોડોની નોકરી છોડીને વતન આવ્યા , ગામડે આવીને કર્યો પશુપાલનનો વ્યવસાય, જુઓ તસવીરો..
હાલમાં ચાલી રહેલા ક્રેઝમાં યુવક-યુવતીઓ વધુ સારા અભ્યાસ અને કારકિર્દી માટે વિદેશ જઈ રહ્યા છે. જ્યારે આજે અમે એક એવા કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જેઓ વિદેશમાં સારા પગારની નોકરી છોડીને સાદું અને સરળ જીવન જીવવા માટે પોતાના વતન પરત ફર્યા છે.
આ કપલનું નામ ભારતી રામદે ખોટી છે. યુવાન દંપતિ વિદેશમાં તેમનું સારું જીવન છોડીને ખેતી કરવા માટે તેમના વતન પરત ફર્યા હતા, આ યુગલ ઘણા વર્ષોથી લંડનમાં રહેતું હતું.
રામદે અને ભારતી લંડનમાં ખૂબ જ વૈભવી જીવન જીવતા હતા, હાલમાં ભારતી અને રામદે છેલ્લા કેટલાક સમયથી પોરબંદરના બેરણ ગામમાં રહે છે. ખેતીની સાથે આ દંપતી ગાય અને ભેંસ પણ પાળે છે.
રામદે ખૂટી પહેલા 2006માં નોકરી માટે ઈંગ્લેન્ડ ગયા હતા, ત્યારબાદ બે વર્ષ પછી પોતાના વતન પરત ફર્યા હતા અને ભારતી સાથે લગ્ન કર્યા હતા.
તે સમયે ભારતી એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરતી હતી, આથી લગ્ન બાદ ભારતી 2010માં પોતાનો અભ્યાસ પૂરો કરવા લંડન ગઈ હતી અને ડિગ્રી મેળવ્યા બાદ ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ ભારતી અને રામદેએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
રામદેને તેમના માતા-પિતાની ચિંતા કરવા માટે તેમના વતન પરત ફરવાનું નક્કી કર્યું, તેથી આજે આ દંપતી તેમના પરિવારના સભ્યો સાથે ખેતી અને પશુપાલન કરીને સુખી જીવન જીવી રહ્યું છે.
તે પોતાની જીવનશૈલીના વીડિયો બનાવીને અને યુટ્યુબ ચેનલ ચલાવીને પણ સારી કમાણી કરી રહ્યો છે.