આ છે મુકેશ અંબાણીની લાડલી બહેન, ધન-દૌલતની બાબતમાં મુકેશ અંબાણી કરતાં બિલકુલ પણ ઓછી નથી, જુઓ ફોટા
નીતા અંબાણી અને મુકેશ અંબાણી વિશે તો બધા લોકો જાણે છે, પરંતુ અંબાણી ફેમિલીમાં એવા પણ ઘણા વ્યક્તિ છે, જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. આવા લોકોમાંથી જ એક છે, મુકેશ અંબાણીની બહેનો – નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર, જે હંમેશા લાઈમલાઈટ થી દુર રહે છે.
મુકેશ અંબાણી પોતાને લાઈમલાઈટથી દુર રાખે છે, પરંતુ અઢળક ધન દોલતના માલિક હોવાને લીધે આ લાઈમલાઈટ તેમની આસપાસ રહેતી હોય છે. લોકો તેમની રહેણીકરણીથી લઈને પરિવાર વિશે જાણવા માંગતા હોય છે. પરંતુ ખુબ જ ઓછા લોકો જાણે છે કે મુકેશ અંબાણી અને અંબાણીની બે બહેનો પણ છે, જે પોતાને લાઈમલાઈટ થી દુર રાખે છે.
દેશનાં સૌથી મોટા બિઝનેસમેન માંથી એક માનવામાં આવતા મુકેશ અંબાણી અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ફક્ત તેઓ જ નહીં, પરંતુ તેમની પત્ની નીતા અંબાણી, બાળકો આકાશ, ઈશા અને અનંત પણ લાઈમલાઈટ માં રહે છે. જોકે તેમની બહેનો વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. મુકેશ અંબાણીની બે બહેનો છે, મીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર. આજે અમે તમને તેની બંને બહેનો વિશે જાણકારી આપવાના છીએ.
પ્રસિદ્ધ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના કુલ ચાર સંતાન છે – મુકેશ અને અનિલ સિવાય તેમની બે દીકરીઓ પણ છે. એક દીકરીનું નામ નીના કોઠારી છે તો બીજી નું નામ દીપ્તિ સલગાંવકર છે . કંપનીના ઘણા અલગ અલગ વેન્ચર્સ પણ છે, જેમાં કોઠારી પેટ્રોકેમિકલ્સ અને કોઠારી સેફ ડિપોઝિટ લિમિટેડ જેવી મોટી કંપનીઓ આવે છે.
૧૯૮૬માં નીના કોઠારી નાં લગ્ન કોઠારી એમ્પાયર ના માલિક ભદ્રશ્યામ કોઠારી સાથે થયેલા હતા. ૨૦૧૫માં તેમનું નિધન થઈ ગયા બાદ કંપનીની બધી જ જવાબદારી નીના કોઠારીએ પોતાના હાથમાં લઈ લીધી હતી. નીના કોઠારીના બે બાળકો છે, દીકરીનું નામ નયનતારા છે, તો દીકરાનું નામ અર્જુન કોઠારી છે. નયનતારા નાં લગ્ન કેકે બિરલા નાં પૌત્ર શમિત સાથે થયેલા છે. તેની ખુશીમાં પાછલા દિવસોમાં મુકેશ અંબાણીના બંગલામાં પ્રી-વેડિંગ પાર્ટીનું પણ આયોજન થયેલું હતું. નીના કોઠારી નાં દીકરા અર્જુન કોઠારી ના લગ્ન અનંદિતા મારીવાલ સાથે થયેલા છે. પરિવાર સાથે જોડાયેલા લોકો જણાવે છે કે મીના કોઠારી નાં બંને ભાભીઓ નીતા અને ટીના સાથે સંબંધો ખુબ જ મધુર છે.
રિપોર્ટ અનુસાર ધીરુભાઈ અંબાણીની બીજી દીકરી દિપ્તી સલગાંવકરે પોતાની માટે યુવકની પસંદગી કરીને લવ મેરેજ કરેલા હતા. જોકે તેના લવ મેરેજથી કોઈને પણ પરેશાની ન હતી. તેમના લગ્ન સંપુર્ણ પરિવારની સહમતીથી થયેલા હતા.
રિપોર્ટ અનુસાર વર્ષ ૧૯૭૮માં ધીરુભાઈ અંબાણીનો સમગ્ર પરિવાર મુંબઈના ઉષા કિરણ એપાર્ટમેન્ટમાં ૧૪માં માળ ઉપર રહેતો હતો. વળી તે સમયના જાણીતા વેપારી વાસુદેવ સલગાંવકર પણ પોતાના પરિવાર સાથે તે બિલ્ડીંગના ૨૨માં માળ ઉપર રહેતા હતા. સલગાંવકર પરિવાર ના સભ્યો અંબાણી પરિવારમાં અવર-જવર કરતા હતા અને ધીરુભાઈ તથા વાસુદેવ પણ સારા મિત્ર હતા. પિતાની મિત્રતાને કારણે મુકેશ અને અનિલ પણ વાસુદેવ સલગાંવકર નાં દીકરા દતરાજ સાથે મુલાકાત કરતા હતા.
આ દરમિયાન દત્તરાજ અને દીપ્તિ વચ્ચે અંતર ઘટવા લાગ્યું અને ધીરે ધીરે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અંદાજે પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ પોતાના પરિવારજનોને જણાવ્યું. દીપ્તિ અને દતરાજ ના સંબંધોનો બંને પરિવારોએ સહર્ષ સ્વીકાર કરી લીધો. વર્ષ ૧૯૮૩માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.
રિપોર્ટ અનુસાર દીપ્તિ હાઉસવાઈફ છે. લગ્ન બાદ દીપ્તિ પોતાના પતિ સાથે ગોવામાં શિફ્ટ થઈ ગઈ અને પરિવારની જવાબદારીઓને સંભાળવાનો નિર્ણય કર્યો. દતરાજ સલગાંવકર અને દીપ્તિના બે બાળકો છે, વિક્રમ અને ઈશિતા. દીપ્તિને પોતાના બંને ભાઈઓની ખુબ જ નજીક માનવામાં આવે છે. મુકેશ અને અનિલ અંબાણી ની વચ્ચેના મતભેદોને દુર કરવામાં તેનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે.
દતરાજ અને દીપ્તિ ગોવા નાં જે ઘરમાં રહે છે, તેનું નામ હીરાવિહાર છે. રિપોર્ટ અનુસાર આ ઘર એટલું મોટું છે કે મેઇન ગેટથી ઘર સુધી પહોંચવા માટે ગાડીનો ઉપયોગ કરવો પડે છે. તે સિવાય પણ તેમના ગોવામાં ઘણા આલીશાન ઘર છે, જેને વિદેશી ડિઝાઇનર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે.