આ છે ગુજરાત નું અનોખું મંદિર જેનું નામ છે ચોકીદાર દેવ નું મંદિર,જાણો અહીં નાં ઇતિહાસ વિશે……

આ છે ગુજરાત નું અનોખું મંદિર જેનું નામ છે ચોકીદાર દેવ નું મંદિર,જાણો અહીં નાં ઇતિહાસ વિશે……

આ વર્ષો જુની પરંપરા છે અહીંયા ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ ચોકીદાર દેવની પૂજા- અર્ચના ખાસ કરે છે અને ચોકીદાર દેવના નમન કરી અને તેની મંજુરી મેળવ્યા બાદ જ તેઓ દેવમોગરા માતાના દર્શન કરવા માટે જાય છે. શ્રદ્ધાળુઓ પણ કહે છે કે, આ ચોકીદાર મંદિરમાં દર્શન કરવા ખૂબ જ આવશ્યક છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક એવું મંદિર પણ આવેલું છે જે મંદિરનું નામજ ચોકીદાર છે.સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તથા બીજેપીના સમર્થકો પોતે મેં ભી ચોકીદાર હુંથી પોતાને સંબોધે છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક એવું મંદિર પણ આવેલું છે જે મંદિરનું નામજ ચોકીદાર છે. આદિવાસીઓના આસ્થાના પ્રતીક સમાન આ મંદિર છે.

મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં સાતપૂડા પર્વતની ગિરિમાળાની મધ્યમાં ચોકીદાર દેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન દેવને સ્થાનિકો અને બીજા રાજ્યના આદિવાસીઓ દેવદરવાણીયા કાળીયાભૂતમામાં ચોકીદાર દેવ કહે છે. અહીં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને ગુજરાત એમ ત્રણ રાજ્યમાંથી શ્રાદ્ધળુઓ આ ચોકીદાર દેવના મંદિરે દર્શન કરવા આવે છે. ત્રણેવ રાજ્યના આદિવાસી શ્રદ્ધાળુઓ આ દેવને અલગ અલગ નામથી સંબોધે છે.

મહારાષ્ટ્રના આદિવાસી આ દેવને દેવદરવાણિયા કહે છે ત્યારે મધ્યપ્રદેશ ના આદિવાસી કળિયાભૂત મામા કહે છે. ગુજરાતના આદિવાસીઓ ચોકીદાર તરીકે સંબોધે છે. આ દેવનું નામ આદિવાસીઓ માટે ભલે અલગ અલગ હોય પરંતુ અહીં આવનાર દરેક શ્રાદ્ધળુઓની આસ્થા એકજ હોઈ છેઆ ચોકીદાર દાદાનું મંદિર ઘણા વર્ષોથી અહીં સ્થાપિત છે.

આ મંદિર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે આ મંદિર થી થોડે દૂર દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ પાંડુરી માતાનું મંદિર પ્રાચીન સમય થી સ્થાપિત છે.આ પાંડુરી માતા આદિવાસીઓની કુળદેવી છે અહીં દર શિવરાત્રીએ પાંચ દિવસનો મેળો પણ ભરાય છે તથા અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

આદિવાસીઓ પાંડુરી માતાના દર્શન કરી અને પૂજા અર્ચના કરીને પછીજ દરેક શુભ કામની અને ખેતીની શરૂઆત કરે છે. કહેવાય છે કે આખું વરસ સારું જાય છે ખેતીમાં સારો પાક ઉતરે છે અને ત્યાં દેવમોગરા પાંડુરી માતાના મંદિરે જતા પહેલા દેવદરવાણીયા કાળીયાભૂત મામાં ચોકીદાર દેવનું મંદિર રસ્તા માં આવે છે.

કહેવાય છે કે કુળદેવી ની પૂજા અર્ચના કરવી હોઈતો તે પહેલાં ચોકીદાર દેવને પ્રસન્ન કરવા પડે છે તેમના મંદિરમાં પૂજા કારીનેજ પાંડુરી માતાના મંદિરે જવાય છે. આદિવાસીઓમાં એવી માન્યતા છે કે ચોકીદાર દેવની પૂજા કારવાથીજ પાંડુરી માતાના મંદિરે દેવમોગરા જવાનો રસ્તો એમના માટે ખુલી જય છે.

કોઈ ચોકીદાર દેવની પૂજા કર્યા વિના પાંડુરી માતાના મંદિરે જાય તો એમની પૂજા સંપન્ન થતી નથી. તે માટે જ આ ચોકીદાર દેવને આદિવાસીઓ રક્ષક માને છે રક્ષક એટલા માટે મનાય છે કે મંદિરે જતા પહેલા લોકો આ ચોકીદાર દેવ રક્ષક ની પૂજા અર્ચના ખાસ કરે છે અને તે વર્ષો જૂની પરંપરા પણ છે.

જેના કારણે અહીંયા ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થી આવનારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ચોકીદાર દેવની પૂજા-અર્ચના કરે છે અને ચોકીદાર દેવને નમન કરી અને તેમની મંજૂરી મેળવ્યા બાદ જ તેઓ દેવમોગરા માતાના દર્શન કરવા માટે જાય છે.અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ કહે છે કે આ ચોકીદાર દેવ મંદિરનું દર્શન કરવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે આ ચોકીદાર દેવના દર્શન કરી કુળદેવી ના મંદિરે જવાની મંજૂરી લેવી પડે પછી જ આગળ જવાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી પોતાને ચોકીદાર કહેવાનું તથા ટ્વીટર પ્રોફાઈલ પર પણ નામ બદલ્યું છે ત્યારથી આ પ્રોફેશન ખૂબ ચર્ચામાં છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નર્મદા જિલ્લાના એક આદિવાસી ગામમાં સદીઓથી ‘ચોકીદાર’ની પૂજા કરવામાં આવે છે. ભરૂચની લોકસભા સીટ હેઠળ આવતા ડેડિયાપાડા તાલુકાના દેવ મોગરા ગામના લોકો ‘દેવદરવાણિયા ચોકીદાર’ની પૂજા કરે છે, લોકકથા મુજબ તેઓ સદીઓથી આ ગામની રક્ષા કરતા આવ્યા છે.

દેવ મોગરા ગામના રહેવાસી માનસિંહ વસાવાએ કહ્યું હતું કે, ‘જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે અમે પીએમ નરેન્દ્ર મોદીના મોઢેથી ચોકીદાર શબ્દ ખૂબ સાંભળી રહ્યા છીએ. હાલના દિવસોમાં લોકો પોતાના નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ ઉમેરીને ગર્વ અનુભવી રહ્યા છે, પરંતુ અમે ખૂબ લાંબા સમયથી ચોકીદારને ભગવાન તરીકે પૂજતા આવ્યા છીએ.’ સ્થાનિક લોકો મુજબ, પંડોરી માતાએ (દેવી) નિરાશ થઈને પોતાનું ઘર છોડી દીધું હતું. આથી રાજા પાંડાદેવ તેમને શોધવા માટે નીકળ્યા અને તેમણે ઘોડો દેવ મોગરા ગામ ખાતે થોભાવ્યો.

માનસિંહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, આ જગ્યા સ્થાનિકો માટે પૂજા કરવાનું સ્થાન બની ગયું અને બાદમાં ત્યાં પંડોરી માતાનું મંદિર બનાવાયું.આ મંદિરથી થોડે જ દૂર દેવદરવાણિયા ચોકીદારનું નાનું મંદિર પણ બનાવાયું હતું. અન્ય સ્થાનિક કાલુ વસાવા કહે છે, એવી માન્યતા છે કે દેવદરવાણિયા ચોકીદારનું મંદિર માતાજી અને અમારા ગામની સદીથી રક્ષા કરે છે. પંડોરી માતાના દર્શન કરવા માટે આવાતા શ્રદ્ધાળુઓ પહેલા ચોકીદાર મંદિરે આવે છે. વર્ષ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

દિવાળી અને નવરાત્રિ દરમિયાન આ ભીડ વધી જાય છે. અહીં ખાસ વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દેવદરવાણિયા ચોકીદાર મંદિરમાં શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે દેશી દારૂ આપે છે.દેવ મોગરા ગામના રહેવાસી અને ચોકીદાર મંદિરના શ્રદ્ધાળુઓને જયારે પૂછવામાં આવ્યું કે શું તે પીએમ નરેન્દ્ર મોદીના ચોકીદાર કેમ્પેઈન વિશે જાણે છે? માનસિંહે કહ્યું, લોકોએ અહીં તેને ટીવી પર જોયું છે, પરંતુ જ્યાં સુધી મને જાણ છે, ગામમાં આ મુદ્દે કોઈ ખાસ ચર્ચા થતી નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *