Ahmedabad ના યુવકે બનાવ્યું પોતાના ખર્ચે ખાનગી સાયબર કમાન્ડ કંટ્રોલ સેન્ટર, નામ પણ આપ્યું સનાતની પરથી, જોઈને તમે પણ ગર્વ અનુભવશો
સ્માર્ટ સિટી, ટ્રાફિક, સ્ટેટ એન્ડ ડિઝાસ્ટરનું એક જગ્યાએથી મોનિટરિંગ થાય એ માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવે છે. તે જ રીતે સાયબર ક્રાઇમનું મોનિટરિંગ કરવા Ahmedabad ના યુવકે ગુજરાતનું પ્રથમ ઇન્ટરગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે. આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર સરકારી નહીં પરંતુ ખાનગી છે, જે 30થી વધુ સાયબરને લગતી સેવા આપશે.
સેન્ટરમાં નાની-મોટી 30થી વધુ સુવિધા
વધતા જતા ડિજિટલાઈઝેશન સાથે ડિજિટલ ગુનાખોરીમાં પણ વધારો થયો છે. અત્યારે રોજ નવો એક સાયબર ક્રાઈમ આવે છે, જેની સામે ટેકનોલોજીનો ઉપયોગ પણ જરૂરી છે. Ahmedabad ના એક યુવકે ખાનગી સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટર પરથી મોટી મોટી કંપનીઓ પર થતાં રેન્સ્મવેર એટેક, ડિજિટલ ફોરેન્સિક લેબ સહિતની સુવિધાઓ મળી રહેશે. નાની મોટી 30થી વધુ સુવિધા આ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં લોકોને મળશે.
એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની વ્યવસ્થા ડિજિટલ
Ahmedabad ના ભૂયંગદેવ પાસે ધ્રુવ પંડિત નામના યુવકે દ્રોણા નામથી સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે. સનાતન ધર્મના નામે દ્રોણા નામ રાખવામાં આવ્યું છે. આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર સંપૂર્ણ ડિજિટલ છે તેમાં એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની વ્યવસ્થા ડિજિટલ રાખવામાં આવી છે.
આ પણ વાંચો : success story : આ ગુજરાતીએ જે પણ લોન્ચ કર્યું એ સુપરહીટ રહ્યું, આજે છે કરોડોની કંપનીના માલિક
બિનઅધિકૃત વ્યક્તિ અંદર પ્રવેશે તો પણ અંદર બેઠેલી વ્યક્તિઓને તરત જાણ થઈ શકશે. સેન્ટરમાં કામ કરનાર વ્યક્તિઓના ફેસના આધારે લોક રાખવામાં આવ્યું છે, જેથી ફેસ બતાવે તો જ લોક ખુલશે. કમાન્ડ કંટ્રોલ સેન્ટર સંપૂર્ણ ડિજિટલ બનાવવામાં આવ્યું છે.
તમામ લાયસન્સવાળા સોફ્ટવેર
કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં અલગ અલગ 30 સર્વિસ રાખવામાં આવી છે. આ સર્વિસ નવા બિલ મુજબની છે. સર્વિસમાં ઇન્ટ્રીગ્રેટેડ ડિજિટલ ફોરેન્સિક લેબ બનાવવામાં આવી છે. આ લેબમાં કોમ્પ્યુટર ફોરેન્સિક, લેપટોપ ફોરેન્સિક, ઈ-મેલ ફોરેન્સિક, ક્લાઉડ ફોરેન્સિક અને નેટવર્ક ફોરેન્સિક ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ તમામ લાયસન્સવાળા સોફ્ટવેર રાખવામાં આવ્યા છે.
ડિજિટલ ફોરેન્સિક દ્વારા રિકવર કરવામાં આવે છે
આ વર્ક સ્ટેશન ખાસ ડિજિટલ ફોરેન્સિક માટે વાપરવામાં આવે છે. કોઈ પણ સાયબર એટેક થાય અથવા તો ડેટા ઇન્કરેપ્ટ થાય ત્યારે રિકવર કરવા માટે ડિજિટલ ફોરેન્સિક દ્વારા રિકવર કરવામાં આવે છે. ડિજિટલ ફોરેન્સિકની ત્રણ અલગ અલગ પ્રક્રિયા હોય છે.
કલેક્શન, એક્ટ્રેકશન અને એનાલિસિસ. ડેટા કલેક્ટર કરવા હાઈ પ્રોસેસિંગ વર્ક સ્ટેશન જરૂરી છે જે મુજબનું અમારી પાસે વર્ક સ્ટેશન છે. જ્યારે રેન્સ્મવર થાય ત્યારે અમે ડેટા રિકવર કરી આપીએ છીએ.
લેબમાં અલગ અલગ 10 ટૂલ કીટ
લેબમાં અલગ અલગ 10 ટૂલ કીટ છે. ટૂલ કીટ ડેટા કલેક્શન માટે રાખવામાં આવી છે. અલગ અલગ ટૂલ્સ દ્વારા મોબાઈલ, લેપટોપ, હાર્ડવેર કે સર્વરના ડેટાને કોલન કરીને ડેટા લાવવામાં આવે છે. આ મુવેબલ ટૂલ કીટ છે. આ કીટને લઈને અમારા ફોરેન્સિક ઓફિસર જાય છે અને ક્લાયન્ટને ત્યાં બેઠા બેઠા પણ કામ કરી શકે છે.
સાયબર થ્રેડ માટે એક સિસ્ટમ બનાવવામાં આવી
લેબમાં લાઈવ સાયબર થ્રેડ માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. કંપનીમાં કોઈ સાયબર એટેક થાય તેને આ સિસ્ટમ વડે મોનિટર તથા ડિટેક્ટ કરી શકાય છે. કંપનીમાં કેટલી ઇવેન્ટ થાય છે તે મોનીટર કરવામાં આવે છે. નેટવર્કમાં કેટલા સાયબર એટેક થાય તે મોનિટર કરવામાં આવે છે.
સનાતન ધર્મને ધ્યાનમાં રાખી સેન્ટરનું નામ દ્રોણા રાખ્યું
સાયબર એક્સપર્ટ ધ્રુવ પંડિતે જણાવ્યું હતું કે, કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવ્યું છે જે ગુજરાતનું પ્રથમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે. સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને અમે સેન્ટરનું નામ દ્રોણા રાખ્યું છે.
અત્યારે 25થી વધુ કંપનીઓનું કામ છે
ધ્રુવ પંડિતે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયામાં રોજ નવો સાયબર એટેક થાય છે. મોટી કંપનીઓમાં રેન્સમેવર એટેક થાય છે. બિઝનેસ ઇ-મેલનો પણ ખોટો ઉપયોગ થાય છે તે તમામ ફ્રોડ રોકી શકાય છે. કોર્પોરેટમાં હનિટ્રેપ થાય કે સેક્સટોર્શન થાય છે તે અંગે અમે નિરાકરણ લાવીએ છીએ.
અમારી સાથે અત્યારે 25થી વધુ કંપનીઓનું કામ છે. અમે એક પછી એત તમામ સર્વિસ પૂરી પાડીએ છીએ. લો ઇન્ફોર્સમેન્ટ એજન્સીમાં અમે ડિજિટલ ફોરેન્સિક લેબ દ્વારા મદદ કરીએ છીએ. એનાલિટિકલ રિપોર્ટમાં પણ કામ કરીએ છીએ.
more article : Ahmedabadમા મહિલાને ગાયે શિંગડાથી રગદોડી, એવું માર્યું ગાયે કે મહિલાને હવે 15 દિવસ ICUમાં રાખવી પડશે…