સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી એમ્બુલન્સને કાઢવા ભરબપોરે યુવક 1 કિમી દોડ્યો

સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી એમ્બુલન્સને કાઢવા ભરબપોરે યુવક 1 કિમી દોડ્યો

શનિવારે બપોરના સમયે સુરતના મજૂરા ફાયર સ્ટેશનથી માનદરવાજા તરફના વચ્ચેના ઓવર બ્રિજ પર એક એમ્બુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. વેસુ સ્થિત વીઆર મોલ પાસેના આવાસમાં રહેતા મહેન્દ્ર બાદલે નામના દર્દીને શનિવારે 108ના મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ એમ્બુલન્સ સ્મીમેર હોસ્પિટલ પહોંચે તેપહેલા મજૂરા ફાયર સ્ટેશનથી માનદરવાજા વચ્ચેના ઓવરબ્રીજ પર ટ્રાફિકમાં ફસાઈ હતી.

મહેન્દ્રભાઈને શ્વાસની તકલીફ અને પેટની બિમારી હોવાથી તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી, જેના કારણે 108ના પાયલટ અને EMT તોરલ ડામોર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, કારણ કે, ઓવરબ્રીજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

જો કે, આ દરમિયાન એક યુવક દૂત બનીને તેમની મદદે આવ્યો હતો અને ટ્રાફિકમાં ફસાયેલી એમ્બુલન્સની આગળ આ યુવકે દોડવાનું શરૂ કર્યુ હતુ અને યુવકે ટ્રાફિકમાંથી એમ્બુલન્સ કેવી રીતે નીકળે તે પ્રયાસ હાથ ધર્યા હતા. આ યુવક જેમ જેમ રસ્તો કરાવતો ગયો તેમ તેમ 108 ટ્રાફિકમાંથી નીકળી રહી હતી.

રાજ્યમાં શુક્રવારથી ભારે વરસાદની આગાહી, ‘બિપરજોય’ ગંભીર તોફાનમાં ફેરવાઈ શકે
ભર બપોરે માથે તાપ હતો તેમ છતા આ દૂત બનીને આવેલા યુવક 1 કિલોમીટર સુધી દોડ્તો રહ્યો અને 1 કિલોમીટર સુધી ટ્રાફિકમાં ફસાયેલી એમ્બુલન્સે રસ્તો અપાવતો રહ્યો હતો.

યુવકની સાથે તેના બાઈક પર આવેલા મિત્રો પણ એમ્બુલન્સની મદદે આવ્યા હતા અને જ્યાં સુધી એમ્બુલન્સ ટ્રાફિકમાંથી ન નીકળી જાય ત્યાં સુધી અન્ય કોઈ વાહન ચાલકોને ઓવરટેક કરવા દીધા નહતો. જ્યાં સુધી એમ્બુલન્સ માનદરવાજા સુધી ન પહોંચી ત્યાં સુધી આ યુવક એમ્બુલન્સની આગળ દોડતો રહ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવતો રહ્યો હતો.

જ્યાં સુધી એમ્બુલન્સ માર્કેટનો બ્રિજ ન ચઢી ત્યાં સુધી આ યુવક એમ્બુલન્સની આગળ દોડ્યો હતો અને ત્યારબાદ જ આ યુવક બાઈક પર બેઠો હતો.

સમગ્ર બનાવ અંગે પાયલટ મનોજ પટેલે જણાવ્યુ હતુ કે, વેસુથી સ્મીમેરનું અંતર 13 કિલોમીટર હોવાથી 20થી 22 મિનિટમાં હોસ્પિટલ પહોંચી જવાય છે. પરંતુ ટ્રાફિક હોવાથી ફટાફટ હોસ્પિટલ પહોંચવુ શક્ય ન હતું. જો કે, આ સમયે જ એક યુવક દૂતની જેમ આવ્યો અને રસ્તો ટ્રાફિકમાંથી એમ્બુલન્સ માટે રસ્તો બનાવતો ગયો. એમ્બુલન્સમાં દર્દી હોવાથી મે ફટાફટ નીકળી ગયા પરંતુ દર્દીના સગાએ આ યુવકને સેલ્યૂટ કરીને આભાર માન્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *