અનોખા લગ્ન : વરરાજાને સ્મશાનમાં ઉતારો અપાશે, ભૂત-પ્રેતના સરઘસ સાથે કન્યા કાળી સાડીમાં જાનનું સામૈયું કરશે..
અનોખા લગ્ન : કોટડા સાંગાણીના રામોદ ગામમાં રામનવમીએ 17 તારીખ બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારનાં આંગણે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપી લગ્નનાં રિવાજોને તિલાંજલિ આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયું છે. આ લગ્નમાં કન્યા પક્ષના મોભી કાળા વેશ-પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી સ્મશાનમાં ઉતારો આપશે.
આ પણ વાંચો : HEALTH TIPS : બીટ ખરેખર ‘શાકભાજીની વાયગ્રા’ છે? જાણો શું કહે છે વિજ્ઞાન..
કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારના વરરાજા જાન આવવાની છે. જેમાં વરરાજા જયેશભાઇનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કરશે. સપ્તપદીને બદલે બંધારણનાં સોગંદ લેવામાં આવશે અને કન્યાની માતા કાળી સાડીમાં જાનનું સ્વાગત કરશે.
આ પણ વાંચો : Ram Navami : રામનવમી પહેલા અયોધ્યાથી આવ્યા ગુડ ન્યુઝ, પ્રભુ રામલલા આ દિવસે ભક્તોને આપશે 24 કલાક દર્શન..
આ લગ્નમાં મુહૂર્ત-ચોઘડિયા વગર ઊંઘા ફેરા રાખી બંધારણના શપથ ગ્રહણ કરાશે. જાનના સ્મશાનમાં ઉતારા સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવશે. આ લગ્ન સમારોહ માટે ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ સહિત જોડાવાના છે.
more article : Share Market : દર 1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, એક વર્ષમાં રોકેટની જેમ વધી રહ્યો છે ભાવ, જાણો વિગત…