Rajkotના કલાકાર પાસે રંગોળીની અનોખી કલા, પાણીની નીચે, ઉપર, વચ્ચે બનાવે છે રંગોળી, જુઓ તસવીરો…
પ્રદીપ દવે મેજિક રંગોળી પણ બનાવે છે. આ વર્ષે તેમણે હવામાં તરતી રંગોળી બનાવી છે. આવી અવનવી અદભુત કળા ગુરુના માર્ગદર્શન વિના જ શીખ્યા છે. તેમણે રંગોળીની કળા માટે અત્યાર સુધીમાં અનેક સન્માન પણ પ્રાપ્ત કર્યા છે. પ્રદીપ દવે છેલ્લા 30 થી 35 વર્ષથી રંગોળી બનાવે છે. તેમણે શરુઆતના દિવસોમાં શેરીઓમાં દિવાળી સમયે લોકોને રંગોળી બનાવતા જોઇ. જેમાંથી પ્રેરણા મેળવી તેઓ ફ્રી હેન્ડમાં રંગોળી બનાવતા શીખ્યા.જેના સૌ કોઇ વખાણ કરતા થયા.
રંગોળી એ એક કલા છે .જમીન પર તો લગભગ બધા રંગોળી કરતા હોય છે, પરંતુ પાણીમાં રંગોળી કરવી સામાન્ય હોતું નથી.જો કે Rajkotના એક રંગોળી કલાકાર પ્રદીપ દવે પાણીની અંદર,પાણી નીચે, પાણીની ઉપર અને પાણીની વચ્ચે રંગોળી કરવાની કળા ધરાવે છે.
પ્રદીપ દવે મેજિક રંગોળી પણ બનાવે છે. આ વર્ષે તેમણે હવામાં તરતી રંગોળી બનાવી છે. આવી અવનવી અદભુત કળા ગુરુના માર્ગદર્શન વિના જ શીખ્યા છે. તેમણે રંગોળીની કળા માટે અત્યાર સુધીમાં અનેક સન્માન પણ પ્રાપ્ત કર્યા છે.
આ પણ વાંચો : Diwali આવે તે પહેલા જ ઘરની તિજોરીમાંથી આજે જ બહાર ફેંકી દો આ વસ્તુઓ, નહીંતર આવશે મોટો ખર્ચો
પ્રદીપ દવે છેલ્લા 30 થી 35 વર્ષથી રંગોળી બનાવે છે. તેમણે શરુઆતના દિવસોમાં શેરીઓમાં દિવાળી સમયે લોકોને રંગોળી બનાવતા જોઇ. જેમાંથી પ્રેરણા મેળવી તેઓ ફ્રી હેન્ડમાં રંગોળી બનાવતા શીખ્યા.જેના સૌ કોઇ વખાણ કરતા થયા.
પ્રદીપ દવે જેમ જેમ રંગોળી બનાવતા ગયા એમ એમ સફળતા મળવા લાગી.તેમણે પાણીની અંદર, પાણીની નીચે રંગોળી બનાવવાની શરુ કરી. જે પથી ખૂબ જ વખણાવા લાગી. ઉપરથી જુઓ તો પાણીમાં તરતી દેખાય અને સાઈડમાં જુઓ તો ગુમ થઈ જાય એવી મેજિક રંગોળી પણ બનાવે છે.
પ્રદીપ દવેની રંગોળી અત્યાર સુધીમાં પ્રમુખસ્વામી મહારાજ, મોરારી બાપુ, સચિન તેંડુલકર , પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ સહિતના મહાનુભાવો નિહાળી ચુક્યા છે. પ્રદીપ દવે ફૂંક મારીને રંગોળી બનાવવાની કળા પણ જાણે છે.
more article : Rajkotના આ બ્રાહ્મણ પહેરે છે સવા કિલો સોનાની જનોઈ! સાથે રાખે છે પિસ્તોલ…