ભાવનગરમાં ભગવાનના સાફા બનાવતા મહિલાનો અનોખો ચમત્કારી કિસ્સો…

ભાવનગરમાં ભગવાનના સાફા બનાવતા મહિલાનો અનોખો ચમત્કારી કિસ્સો…

ભાવનગર જગન્નાથની રથયાત્રા ની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે ભાવનગર માં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખાસ વાઘા અને સોફાઓ તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારના રંગબેરંગી કપડામાં વિવિધ પ્રકારના ભરતકામ ટીક્કી મોતીઓ દ્વારા સજાવટ કરી વાઘાઓ તેમજ સાફાઓ તેમના ખાસ કારીગર દ્વારા તૈયાર કરી આખરી આપવામાં આવી રહ્યો છે આ વર્ષે ભાવનગર ખાતે રાજ્યની બીજા નંબરની ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના માર્ગે નીકળનાર છે.

જેમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નિકળનાર છે ત્યારે તેમના માટે સુશોભિત વાઘા અને સાફાઓ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં સાધુ પરિવારના હરજીવનદાસ દાણીધારીયા નામના કારીગર છેલ્લા 25 વર્ષથી નિસ્વાર્થ ભાવે ભગવાન જગન્નાથજી અને બલરામ અને સુભદ્રાજીના વાઘા તૈયાર કરી રહ્યા છે.

વર્ષો વર્ષે તેઓ તેમના વિવિધતા અને અલગ અલગ વાતો મૂકી આ વાઘા તૈયાર કરે છે જેમાં આ વખતે ખાસ રંગબેરંગી કપડામાં અલગ અલગ ડિઝાઇનો ભરતકામ પેજ વર્ક દ્વારા કામ કરી આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે આ વાઘા અંદાજિત રૂપિયા 8 થી 10,000 ની કિંમતે તૈયાર થાય છે.

જેમાં ક્યારેક દાતાઓ તરફથી તો ક્યારેક રથયાત્રા સમિતિ દ્વારા મટીરીયલ આપવામાં આવે છે જેને અરજીવનભાઈ 15 દિવસમાં વિનામૂલ્ય તૈયાર કરી આપે છે અને પ્રભુના આ કામને લઈને ધન્યતા અનુભવે છે ભગવાનના વાઘાની સાથે સાથે અતિ સુંદર સાફાઓ પણ તૈયાર કરવામાં આવે છે.

સાફા બનાવતી નિવૃત્ત શિક્ષિકા મહિલા ને ગત વર્ષે પેરાલીસીસ થઈ ગયું હતું પરંતુ સારવાર બાદ ફરી સજા થઈ જતા ભગવાન જગન્નાથજી નો આભાર માની ગળગળા સ્વરે જણાવ્યું હતું કે હું નિસ્વાર્થ ભાવે બનાવું છું.

જેની સેવાનું ફળ છે કે ભગવાને તેમને સાજા કરી ફરી સાફા બનાવવા પ્રેરિત કરી છે જોકે તેઓને જ્યારે પેરાલીસીસ નો અટેક આવ્યો ત્યારથી કોરોનાને કારણે રથયાત્રા બંધ જતી હવે જ્યારે રથયાત્રા નીકળી રહી છે ત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *