Israel પર બે બાજુથી હુમલો:ગાઝાથી હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાએ રોકેટ છોડ્યા…
Israel અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે. શુક્રવારે ઇઝરાયલમાં હાજર અમારા સંવાદદાતા વૈભવ પલનીટકરે ઇઝરાયલ સાથે લેબનોન સરહદના છેલ્લા વિસ્તાર મેટુલાની મુલાકાત લીધી. સૌથી પહેલાં જાણીએ તેમણે શું જોયું…તેમના પોતાના શબ્દોમાં.
ઈઝરાયલ પર બે બાજુથી હુમલાનો ડર હતો અને હવે તે સાચો સાબિત થઈ રહ્યો છે. શુક્રવારે હું લેબનોન સરહદ પર Israel ના છેલ્લા શહેર મેટુલા પહોંચ્યો. અમારી ગાડીન સિવાય જો કંઈ દેખાતું હતું તો તે હતા નિર્જન રસ્તાઓ, વારંવાર વાગતા સાયરન અને ઇઝરાયલી સૈન્યનો ઝડપથી આગળ વધી રહેલો કાફલો. અમે 50 કિલોમીટર વિસ્તારની મુલાકાત લીધી. અહીં રહેતા ઇઝરાયલીઓને દેશના મધ્ય ભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
હિઝબુલ્લાહના લગભગ 10 હજાર લડવૈયાઓ અહીં એક્ટિવ છે. તેમની પાસે એન્ટી ટેન્ક મિસાઈલ પણ છે. એક તરફ ગાઝા ફ્રન્ટ ખુલ્લો છે તો બીજી તરફ લેબનોન તરફથી પણ ખતરો વધી રહ્યો છે. હિઝબુલ્લાહ શિયા મિલિશિયા જૂથ છે, જ્યારે હમાસ સુન્ની મિલિશિયા જૂથ છે. જો આ મોરચો પણ યુદ્ધમાં ફેરવાઈ જાય તો તેનો અર્થ એ છે કે ઈઝરાયલની સમસ્યાઓ અનેકગણી વધી જશે. હિઝબુલ્લાહ ઉત્તરથી અને હમાસ દક્ષિણ તરફથી રોકેટ અને મિસાઈલ છોડે છે.
ગાઝામાં અત્યારસુધીમાં 3,785 લોકોનાં મોત
‘ન્યૂયોર્ક ટાઈમ્સ’એ હમાસના કબજા હેઠળના ગાઝાના સ્વાસ્થ્ય વિભાગને ટાંકીને જણાવ્યું છે કે ગાઝામાં અત્યારસુધીમાં કુલ 3,785 લોકોનાં મોત થયાં છે, જેમાં 1524 બાળક અને 120 વૃદ્ધો છે.
12 હજાર 493 લોકો ઘાયલ છે. તેમાં ચાર હજાર બાળકો છે. બીજી તરફ, બ્રિટિશ વડાપ્રધાન ગુરુવારે તેલ અવીવ પહોંચ્યા અને Israel ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા. સુનકે ઇઝરાયલને સંપૂર્ણ સમર્થન અને મદદની ખાતરી આપી.
Israel ડિફેન્સ ફોર્સના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે હમાસના લડવૈયાઓ હજુ પણ અમારા દેશમાં હાજર હોવાની શક્યતાને અમે નકારી શકતા નથી. ગાઝા સરહદી વિસ્તારોને સ્કેન કરવાનું કામ હજુ પૂર્ણ થયું નથી. અમે ગઇકાલે હમાસના એક ફાઇટરને પણ પકડી લીધો હતો. તે ગાઝા પાછો ભાગી રહ્યો હતો.
હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર હુમલો
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન સંરક્ષણ દળોએ કહ્યું હતું કે ગાઝા પર હુમલામાં હમાસની એકમાત્ર મહિલા નેતા, જમીલા અલ-શાંતિ મોતને ભેટી છે.
જમીલા હમાસના કો-ફાઉન્ડર અબ્દેલ અઝીઝ અલ-રંતિસીની પત્ની હતી. રંતિસી 2004માં બીજા ઈન્તિફાદા દરમિયાન ઈઝરાયલના હુમલામાં માર્યો ગયો હતો. જમીલા 2021માં જ હમાસના પોલિટિકલ બ્યૂરોની સભ્ય બની હતી.
Israel મોડી રાત્રે લેબેનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો. ઇઝરાયલના સંરક્ષણ દળોનો દાવો છે કે આ હુમલાઓમાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સનો પૂર્વ કમાન્ડર કાસિમ સુલેમાનીના સ્મારકને નિશાન બનાવવામાં આવ્યું હતું. ખરેખર કાસિમ સુલેમાની ઈરાનના પ્રખ્યાત કમાન્ડરોમાંનો એક હતો. 2020માં થયેલા હુમલામાં તેણે જીવ ગુમાવ્યો હતો.
આ તરફ બાઈડનની Israel મુલાકાત બાદ અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર લગાવવામાં આવશે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી છે. ઇઝરાયલથી પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ચર્ચા કરી હતી. અલ-સીસીએ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા લગભગ 20 ટ્રક મોકલવા માટે રાફા સરહદ ખોલવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો : Shanidev : આ કારણથી શનિવારે ખરીદવામાં નથી આવતા બુટ-ચંપલ, જાણી લો કારણ અને કરો તેનું પાલન નહિતર શનિદેવ…
‘ન્યૂયોર્ક ટાઈમ્સે’ પણ નેતન્યાહુની ઓફિસને ટાંકીને કહ્યું હતું કે Israel સરકારે ખોરાક, પાણી અને દવાની સપ્લાયને મંજૂરી આપી દીધી છે. આ માટે ગાઝાપટ્ટી સાથે જોડાયેલી રાફા બોર્ડરનો ઉપયોગ કરવામાં આવશે.
ગાઝાને 100 મિલિયન ડોલરની માનવતાવાદી સહાય
અમેરિકાના રાષ્ટ્રપતિ 18 ઓક્ટોબર, બુધવારે Israel પહોંચ્યા હતા. તેઓ તેલ અવીવમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગ અને વોર કેબિનેટને મળ્યા હતા. તે અહીં લગભગ 4 કલાક રોકાયા હતા. અમેરિકા જતા પહેલા, બાઈડેને ગાઝાને માનવતાવાદી સહાય માટે 100 મિલિયન ડોલરની મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે આ સામગ્રી હમાસના હાથમાં ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવશે.
જોકે યુએસ પ્રેસિડન્ટ Israel છોડતાંની સાથે જ ફરી હુમલાઓ શરૂ થઈ ગયા. ભાસ્કરના રિપોર્ટર અનુસાર, ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે તેલ અવીવમાં વિસ્ફોટના અવાજો સંભળાવા લાગ્યા હતા. એક રોકેટ સમુદ્રમાં પડ્યું, ત્યાર બાદ ત્યાં મોટાં મોજાં ઊછળવા લાગ્યાં. બીજી તરફ, સાઉદી અરેબિયાએ લેબેનોનમાં હાજર પોતાના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા કહ્યું છે.
હમાસે હોસ્પિટલ પર હુમલો કર્યો
‘ન્યૂયોર્ક ટાઈમ્સ’એ અમેરિકન ઈન્ટેલિજન્સ ઓફિસરોને ટાંકીને જારી કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે હમાસે મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે ગાઝાની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. અમે પ્રારંભિક ગુપ્તચર અહેવાલોના આધારે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ.
ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ માટે સેટેલાઇટ ઇમેજ અને ઇન્ફ્રારેડ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. એ સ્પષ્ટ થઈ ગયું કે ગાઝાની અંદરથી જ કોઈ રોકેટ અથવા મિસાઈલ છોડવામાં આવી હતી. એ Israel તરફથી આવ્યાં નહોતાં. અગાઉ ઇઝરાયલે પણ આવો જ દાવો કર્યો હતો. આ પછી તેણે પુરાવા તરીકે હમાસના બે સભ્યો વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ જાહેર કર્યો.
Israel માં બાઈડનના મહત્ત્વના મુદ્દા
હું ફરીથી કહેવા માગું છું કે Israel અને તેના લોકો પોતાને એકલા ન સમજે. અમેરિકા તમારી સાથે છે. ઇઝરાયલમાં 7 ઓક્ટોબરે થયેલો હુમલો 9/11 કરતાં પણ મોટો છે. આ બહુ નાનો દેશ છે અને એક જ હુમલામાં હજારો લોકો માર્યા ગયા હતા. એ ન ભૂલવું જોઈએ કે આખરે આપણે માણસો છીએ. હમાસના હુમલાનો ઉદ્દેશ માત્ર વિનાશ જ હતો, બીજું કંઈ નહીં.
મહત્ત્વપૂર્ણ અપડેટ્સ
દેખાવકારોએ બૈરુતમાં યુએસ એમ્બેસીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને નિષ્ફળ બનાવ્યો હતો. અહીંથી જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્નીએ કહ્યું- હમાસના હુમલામાં માર્યા ગયેલા આપણા નાગરિકોની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે.
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના નાગરિકોને લેબેનોન છોડવા કહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, યુદ્ધનો વ્યાપ વધતો જોઈને અમેરિકા અને બ્રિટને પણ પોતાના નાગરિકોને લેબેનોન ન જવાની અપીલ કરી છે.
હોસ્પિટલ પર હુમલો
ગાઝા સિટીની અહલી અરબ સિટી હોસ્પિટલ પર મંગળવાર-બુધવારની વચ્ચે રાત્રે થયેલા રોકેટ હુમલામાં 500 લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે. હમાસે દાવો કર્યો હતો કે આ હુમલો Israel કર્યો હતો, સાથે જ ઈઝરાયલે કહ્યું હતું કે હોસ્પિટલ પર હુમલામાં તેની કોઈ સંડોવણી નથી.
ઇઝરાયલી સેનાએ હમાસના આતંકીઓનો ઓડિયો રિલીઝ કર્યો
આ દરમિયાન ઇઝરાયલી સેનાએ એક ફોન કોલ રેકોર્ડિંગ રિલીઝ કર્યું છે, જેમાં હમાસના બે ઓપરેટિવ હોસ્પિટલ પર હુમલાની વાત કરી રહ્યા છે. આમાં તેઓ કહી રહ્યો છે કે ઇસ્લામિક જેહાદે હોસ્પિટલ નજીકના કબ્રસ્તાનમાંથી લગભગ 10 રોકેટ ઝીંક્યાં હતાં, આમાંથી એક મિસફાયર થયું.
ઓડિયો-ક્લિપમાં એક હમાસ ઓપરેટિવ બીજાને કહે છે – અમારી બાજુથી છોડવામાં આવેલા રોકેટને કારણે આ બન્યું? જવાબમાં બીજો ઓપરેટિવ કહે છે – એવું લાગે છે, કારણ કે જે રોકેટના ટુકડા મળ્યા છે એ ઇઝરાયલી સૈન્યના નથી.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગાઝા પર થયેલા હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલાને વિનાશક ઘટના ગણાવી છે.
જુઓ હોસ્પિટલ પર હુમલાની તસવીરો…
Israel હોસ્પિટલ પર હુમલાનો વીડિયો જાહેર કર્યો
અહીં, Israel એક વીડિયો જાહેર કરીને કહ્યું કે પેલેસ્ટિનિયન આતંકીઓ હોસ્પિટલની નજીક હુમલો કરી રહ્યા હતા, તેમનું એક રોકેટ તેની દિશા ગુમાવી દીધું અને હોસ્પિટલ પર પડ્યું. હમાસના દાવા પર ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ લખ્યું છે કે જેમણે અમારાં બાળકોની નિર્દયતાથી હત્યા કરી છે તેઓ તેમનાં પોતાનાં બાળકોના પણ હત્યારા છે.
ટાઈમ્સ ઓફ Israel અનુસાર, ઈજિપ્ત અને અમેરિકાએ ઈઝરાયલની સેનાને ગાઝાના લોકોને બહાર કાઢવા માટે સુરક્ષિત જગ્યા અને રસ્તો બનાવવા કહ્યું હતું, ત્યાર બાદ માનવતાવાદી વિસ્તાર (રાહત વિસ્તાર) બનાવવામાં આવ્યો હતો. સેનાએ કહ્યું- પેલેસ્ટિનિયનોએ મદદ માટે અલ-મવાસીમાં ખાન યુનિસ પાસે જવું જોઈએ.
સાયરન એલર્ટ બાદ જર્મન ચાન્સેલર સ્કોલ્ઝને તેલ અવીવ એરપોર્ટ પર બોમ્બ-શેલ્ટરમાં લઈ જવાયા હતા
જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ Israelને મદદની ખાતરી આપવા મંગળવારે રાત્રે તેલ અવીવ પહોંચ્યા. તેઓ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગને મળ્યા હતા. આ પછી તેઓ જર્મનીના તે પરિવારોને પણ મળ્યા, જેમના સંબંધીઓ હમાસના કબજામાં છે.
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઇજિપ્ત જવાના હતા ત્યારે તેલ અવીવમાં સાયરન એલર્ટ વાગ્યું. આ પછી, સ્કોલ્ઝને પ્લેનમાંથી બહાર કાઢીને તેલ અવીવ એરપોર્ટ પર બોમ્બ શેલ્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.
ઇઝરાયલી સેનાએ હમાસના વધુ બે કમાન્ડરને મારી નાખ્યા છે
ઇઝરાયલી દળોએ બુધવારે હમાસની ગાઝા સિટી બ્રિગેડમાં એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ એરેના વડા મુહમ્મદ અવદલ્લાહ અને હમાસના નેવલ કમાન્ડર અકરમ હિજાઝીની હત્યા કરી હતી.
આ પહેલાં 17 ઓક્ટોબરે સેનાએ હમાસ કમાન્ડર અયમાન નોફાલને મારી નાખ્યો હતો. નોફાલે ઇઝરાયલી દળો અને નાગરિકો પર અનેક હુમલા કર્યા. 2006માં ઈઝરાયલના સૈનિક ગિલાડ શાલિતનું અપહરણ કરવામાં આવ્યું હતું. નોફાલ તેનો માસ્ટર માઇન્ડ હતો.
આ પહેલાં 14 ઓક્ટોબરે ઈઝરાયલની સેનાએ હમાસના બે ટોપ કમાન્ડરોને મારી નાખ્યા હતા. સેનાએ કહ્યું હતું કે તેમણે કમાન્ડર અલી કાદીને મારી નાખ્યો છે, જેણે 7 ઓક્ટોબરે Israel પર હુમલાનું નેતૃત્વ કર્યું હતું. અલી કાદીને મારવાનું કામ ઈઝરાયલની આંતરિક ગુપ્તચર સંસ્થા શિન બેટ દ્વારા કરવામાં આવ્યું હતું. એ જ રીતે હમાસના વાયુસેનાના વડા મુરાદ અબુ મુરાદ પણ ઈઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા.
ગાઝામાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો
‘ગલ્ફ ન્યૂઝ’ના અહેવાલ મુજબ ગાઝાના લોકો હવે માત્ર જીવિત રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો પાસે ઘર રહ્યું નથી, તેઓ શેરીઓમાં રાત વિતાવી રહ્યા છે. પાણીપુરવઠો લગભગ બંધ છે. લોકો પાસે ન તો પૈસા છે કે ન તો બેકરીઓ અને દુકાનોમાં સામાન છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની અપીલ- જો તમારી પાસે એક લિટર પણ ડીઝલ હોય તો હોસ્પિટલને આપો
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે રાત્રે સામાન્ય જનતાને અપીલ જારી કરી હતી. કહ્યું- જો તમારી પાસે એક લિટર ડીઝલ પણ હોય તો હોસ્પિટલ જઈને દાન કરો. અહીં જનરેટર ચલાવવા માટે અત્યંત જરૂરી છે. કદાચ તમારી મદદથી કોઈનો જીવ બચી શકે.
ગાઝાની હોસ્પિટલોમાં દવા કે વીજળી નથી, 1 હજાર બાળકો મૃત્યુ પામ્યાં
‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ અનુસાર, હાલમાં ગાઝામાં 5 હજાર મહિલાઓ ગર્ભવતી છે અને તેમને સારવારની જરૂર છે. હોસ્પિટલો અને ક્લિનિક્સમાં ન તો દવાઓ છે કે ન તો વીજળી છે. તેમાંથી કેટલાક બોમ્બધડાકામાં ઘાયલ થયા છે. યુએનએ પણ આ અહેવાલને સમર્થન આપ્યું છે.
વૈશ્વિક ચેરિટી એજન્સી ‘સેવ ધ ચિલ્ડ્રન’ અનુસાર, યુદ્ધમાં અત્યારસુધીમાં 1,000 પેલેસ્ટિનિયન બાળકો માર્યાં ગયાં છે. જો હવે કંઇ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ થશે.
અમેરિકાની તૈયારીઓ અને ઈરાનની ધમકી
અમેરિકા Israelમાં પોતાના 11 હજાર સૈનિક તહેનાત કરી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ સૈનિકો સીધા યુદ્ધ નહીં લડે, પરંતુ ઇઝરાયલી દળોને ટેક્નિકલ અને મેડિકલ સપોર્ટ આપશે. આ દરમિયાન અમેરિકી આર્મી ચીફ માઈકલ એરિક કુરિલા પણ ઇઝરાયલ પહોંચી ગયા છે. બીજી તરફ, ઈરાને ઇઝરાયલ અને તેને ટેકો આપતા દેશોને ચેતવણી આપી છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમેનીએ મંગળવારે કહ્યું હતું કે જો Israel ગાઝા પર બોમ્બમારો બંધ નહીં કરે તો વિશ્વ મુસ્લિમ દળોને રોકી શકશે નહીં.
હમાસે કહ્યું- 250 નાગરિક કેદ, વિદેશીઓને મુક્ત કરશે
હમાસના લશ્કરી પ્રવક્તા અબુ ઓબેદાએ જણાવ્યું હતું કે તેમની પાસે 200થી 250 નાગરિકો કેદ છે. આ વિદેશી નાગરિકોમાં અમારા મહેમાનો પણ છે. જ્યારે સ્થિતિ સુધરશે ત્યારે અમે તેમને મુક્ત કરીશું. ઓબેદાહે એમ પણ કહ્યું હતું કે તે ગાઝામાં ઈઝરાયલના મોટા ગ્રાઉન્ડ ઓપરેશનથી ડરતા નથી. ઈઝરાયલની સેના 10 હજાર સૈનિકો સાથે ગાઝામાં ગ્રાઉન્ડ એક્શનની તૈયારી કરી રહી છે.
અંધારામાં ગાઝા
ઇજિપ્ત ગાઝાના લોકોને આશ્રય આપશે નહીં
ઈઝરાયલ ગાઝામાંથી લોકોને બહાર કાઢવાનો ઈરાદો ધરાવે છે, પરંતુ સવાલ એ છે કે અહીંથી બહાર કાઢવામાં આવ્યા બાદ ગાઝાના લોકો ક્યાં શરણ લેશે. 15 ઓક્ટોબરે ઇજિપ્તે સ્પષ્ટ કર્યું હતું કે તે ગાઝાના લોકોને તેના સિનાઇ રણમાં રહેવા દેશે નહીં.
ઈજિપ્તની સરકારની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમર્જન્સી બેઠક રવિવારે યોજાઈ હતી. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીએ તેની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં સીસીએ કહ્યું હતું કે- અમારી સુરક્ષા અમારી લક્ષ્મણ રેખા છે અને આ મામલે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
આ નિવેદનનો અર્થ સ્પષ્ટ છે કે ઇજિપ્ત ગાઝાના 2 મિલિયનથી વધુ લોકોને તેના દેશમાં આવવા દેશે નહીં. આ પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇજિપ્ત આ લોકોને સિનાઇ વિસ્તારમાં કામચલાઉ કેમ્પ બનાવીને રહેવાની મંજૂરી આપી શકે છે. હવે યુએન સમક્ષ સૌથી મોટી સમસ્યા આ લોકોને આશ્રય આપવાની છે, કારણ કે ઈઝરાયલ કોઈપણ સમયે ગાઝામાં ગ્રાઉન્ડ એક્શન શરૂ કરી શકે છે.
ગાઝા પર મોટા હુમલા પહેલાં હવાઈ પ્રવાસ
ઈઝરાયલની વાયુસેનાએ ગાઝાપટ્ટી પર મોટા હુમલા પહેલાં ગ્રાઉન્ડ ફોર્સને વિસ્તારનો હવાઈ પ્રવાસ આપ્યો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, જે કમાન્ડરો પહેલાં ગાઝામાં તહેનાત હતા, તેમને ગાઝાપટ્ટી પર હુમલા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ખરેખરમાં 2005 પહેલાં ગાઝાપટ્ટી વિસ્તાર ઈઝરાયલના નિયંત્રણમાં હતો. આ વિસ્તાર 1967ના યુદ્ધ બાદ ઈઝરાયલે જીતી લીધો હતો. જોકે 2005માં ઓસ્લો સમજૂતી પછી તેણે અહીંથી તેના સૈનિકોને પાછા ખેંચીને તેનો વ્યવસાય છોડી દીધો હતો.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શા માટે વિવાદ છે
મિડલ ઈસ્ટના આ વિસ્તારમાં ઓછામાં ઓછા 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલન હાઇટ્સ જેવા વિસ્તારો પર વિવાદ છે. પૂર્વ જેરુસલેમ સહિત આ વિસ્તારો પર પેલેસ્ટાઈન દાવો કરે છે. સાથે જ ઈઝરાયલ જેરુસલેમ પરનો પોતાનો દાવો છોડવા તૈયાર નથી.
ગાઝાપટ્ટી Israel અને ઇજિપ્તની વચ્ચે છે. આ જગ્યા હાલ હમાસના નિયંત્રણમાં છે. આ ઈઝરાયેલવિરોધી જૂથ છે. સપ્ટેમ્બર 2005માં ઇઝરાયલે ગાઝાપટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઈઝરાયલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યાં હતાં. પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝાપટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થવી જોઈએ.
more article : Israel : અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન જશે ઇઝરાયલ પ્રવાસે, હમાસ વિરૂદ્ધ જંગ પર કરાશે મહત્વની ચર્ચા…