બાળકી : 23 દિવસની બાળકીના પેટમાંથી એવી વસ્તુ મળી…ડોક્ટર બોલ્યા-આ તો દુનિયાનો પહેલો કેસ!
બાળકી :ઝારખંડના પાટનગર રાંચીમાં 23 દિવસની એક નવજાત બાળકીના પેટમાંથી આઠ ભ્રૂણ મળી આવ્યા છે. અહીંના ડોક્ટર્સનો દાવો છે કે કદાચ સમગ્ર દુનિયામાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. મેડિકલ ટર્મમાં બાળકના પેટમાં ભ્રૂણ મળી આવવાના મામલાને ફીટસ ઈન ફીટૂ કહેવાય છે.
નવજાત બાળકના પેટમાં એક કે બે ભ્રૂણના કેસ રેર હોય છે, પરંતુ આવા કેસ અનેક જગ્યાએ આવ્યા છે. એક સાથે 8 ભ્રૂણ મળવાનો પોતાની રીતે આવો પહેલો મામલો સામે આવ્યા બાદ ડોક્ટરો પણ અવાક થઈ ગયા છે. શહેરના રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી તમામ ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા છે. બાળકી ઝારખંડના રામગઢની રહીશ છે.
બાળકીનું ઓપરેશન કરનાર ડોક્ટરે કહ્યું, ‘આને ‘ફિટ્સ ઈન ફિટૂ’ કહેવામાં આવે છે. દુનિયામાં 5-10 લાખ બાળકોમાં આવે એક કેસ જોવા મળે છે. દુનિયામાં અત્યાર સુધી આવા 200 કેસ મળ્યા છે. તે કેસમાં પણ નવજાતના પેટમાંથી એક અથવા બે ભ્રૂણ કાઢવામાં આવ્યા છે. 8 ભ્રૂણ નીકાળવાનો આ પહેલો કેસ છે.’
દેશમાં અત્યાર સુધીમાં આવા 10 કેસ, પટનાના ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનુપમા શર્મા કહે છે કે ફિટ્સ ઈન ફિટૂમાં બાળકના પેટમાં બાળક બનવા લાગે છે. જો ગર્ભાશયમાં એક કરતાં વધુ બાળકોનો વિકાસ થતો હોય, તો ગર્ભના વિકાસ દરમિયાન જે કોષો બાળકની અંદર જાય છે, તે ગર્ભ બાળકની અંદર બનવા લાગે છે. જો કે, કોષો કેવી રીતે દાખલ થાય છે તે અંગે કોઈ નક્કર કારણ નથી. આપેલા કારણો માત્ર અનુભવના આધારે આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Arun yogiraj : રામલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર યોગીરાજ હવે શ્રી કૃષ્ણની મૂર્તિને આપશે આકાર, જાણો કયા મુકાશે…
બાળકના પેટમાં બાળક હોવાનું અનુમાન કેવી રીતે લાગી શકે છે
લક્ષણો વિશે વાત કરીએ તો, નવજાત શિશુના પેલ્વિસના ભાગમાં સોજો આવે છે, એક ગઠ્ઠો રહે છે. પેશાબ બંધ થઈ જાય છે. તે ખૂબ દુખે છે. આ લક્ષણો પછી, ડૉક્ટર તપાસ કરે છે, જેનાથી અનુમાન લગાવી શકાય છે.
10 ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ થઈ હોઈ શકે છે. પ્રાથમિક સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. બુધવારે તેનું ઓપરેશન થયું તો એક સાથે આઠ ભ્રૂણ કાઢવામાં આવ્યા.
બાળકીનું ઓપરેશન કરનારા પીડિયાટ્રિક એક્સપર્ટ ડો.ઈમરાનના જણાવ્યાં મુજબ દુનિયામાં 5-10 લાખ બાળકોમાંથી કોઈ એકમાં આવો ફીટસ ઈન ફીટૂ કેસ સામે આવે છે. અત્યાર સુધીમાં આવા 200થી પણ ઓછા કેસ મળ્યા છે.
હકીકતમાં ગર્ભમાં જ્યારે એક કરતા વધુ બાળક ઉછરી રહ્યા હોય છે ત્યારે ભ્રૂણના વિકાસ સમયે બીજા ભ્રૂણના સેલ્સ કોઈ એક ભ્રૂણની અંદર જતા રહે છે. જેનાથી ગર્ભસ્થ બાળકના પેટમાં હજ બીજુ બાળક ઉછરવા લાગે છે.
તેના કારણો પર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યું છે પણ તેને લઈને અત્યાર સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકાયું નથી. હવે એક સાથે બાળકના પેટમાં આટલી મોટી સંખ્યામાં ભ્રૂણ મળી આવવું એ પોતાનામાં એક દુર્લભ કેસ છે.
more artical : health tips : શુ તમને પણ RO નુ પાણી પીવાની ટેવ તો નથી ને તો થઇ જાજો સાવધાન! થઇ શકે છે ભયંકર બીમારીઓ, આ રીતે R.Oનું પાણી પીવો…