ખોડિયાર માતાનું એક એવું મંદિર જ્યાં મધમાખીઓ ભક્તો પર બેસીને આપે છે આશીર્વાદ…
ખોડિયાર માતાના આ મંદિરમાં રોજ ચમત્કારો જોવા મળે છે, મંદિરમાં મધમાખી હોય છે અને જો કોઈ મધમાખી તમારા પર બેસે તો એવું માનવામાં આવે છે કે તમને માતાજીના આશીર્વાદ મળ્યા છે. આપણા દેશમાં હજારો દેવી દેવતાઓના મંદિરો સ્થાપવામાં આવ્યા છે, દરેક મંદિરમાં દેવી દેવતાઓ પાછળના રહસ્યો છુપાયેલા છે અને કેટલાક મંદિરોમાં ઘણા ચમત્કારો પણ કરવામાં આવે છે. તેથી દરેક મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બને છે, તેથી દૂર દૂરથી ભક્તો દેવી દેવતાઓના દર્શન કરવા આવે છે અને ભક્તોની બધી ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે છે. આવી જ રીતે સુરતના ઓલપાડ તાલુકાના ડાભાલે ગામમાં અરબી સમુદ્રના કિનારે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ ખોડિયાર માતાજી મંદિરમાં વર્ષો પહેલાનું વિશાળ મધપૂડો છે.
આ વિશાળ મધપૂડા વિશે એવું કહેવામાં આવે છે કે આ ખોડિયાર માતાના મંદિરમાં આવેલા એક પણ ભક્ત પર મધમાખીએ ડંખ માર્યો નથી. એટલા માટે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ખોડિયાર માતાનો વાસ્તવિક પરચો છે. ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે દુર દુરથી ભક્તો આવે છે અને વિશાળ મધપૂડાની એક પણ મધમાખી મંદિરમાં આવતા ભક્તોને કરડતી નથી. આ મંદિરમાં રવિવારે મોટી સંખ્યામાં ભક્તો ખોડિયાર માતાજીના દર્શન કરવા આવે છે અને વિશાળ મધપૂડાની મધમાખીઓ પણ આ ખોડિયાર માતાજી મંદિરની રક્ષા કરે છે.
આ મંદિરમાં ભક્તોમાં એવી માન્યતા છે કે જો આ વિશાળ મધપૂડામાંથી મધમાખી નીકળે અને મંદિરમાં ખોડિયારમાતાને જોવા આવતા ભક્તો પર બેસી જાય તો એવું માનવામાં આવે છે કે તમને ખોડિયારમાતાના આશીર્વાદ મળ્યા છે. તેથી, આ મંદિરમાં ખોડિયાર માતાના માત્ર દર્શનથી તમામ ભક્તોના દુ:ખ દૂર થાય છે અને તેમનું જીવન સુખથી ભરેલું હોય છે.