Chamunda Maa નું એવું મંદિર જ્યાં ભીમે માથું પછાડીને પ્રગટ કર્યું હતું શિવલિંગ: ગુજરાતનું આ ગામ છે આસ્થાનું કેન્દ્ર

Chamunda Maa  નું એવું મંદિર જ્યાં ભીમે માથું પછાડીને પ્રગટ કર્યું હતું શિવલિંગ: ગુજરાતનું આ ગામ છે આસ્થાનું કેન્દ્ર

Chamunda Maa  : સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં જગતજનની માં જગદંબાના પ્રગટ સ્થાનથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલુ છે વરતોલ ગામમાં તળાવ કિનારે મા ચામુંડા અને શિવજીનું મંદિર છે.

પ્રગટ શક્તિ મા ચામુંડા

ખેડબ્રહ્માના વરતોલમાં મા ચામુંડા

તળાવ કિનારે મા ચામુંડા અને શિવજી બિરાજમાન

ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા.. તે શક્તિ કહેવાયા માં ચામુંડા…. મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી માં ચામુંડા મુક્તિ અપાવે છે.. સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્માના વરતોલમાં.. મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન શિવજી બિરાજમાન છે. હજારો લોકોની મનોકામના પૂર્ણ કરતા માં ચામુંડાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

Chamunda Maa
Chamunda Maa

ખેડબ્રહ્માના વરતોલમાં બિરાજમાન

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં જગતજનની માં જગદંબાના પ્રગટ સ્થાનથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલુ છે વરતોલ ગામમાં તળાવ કિનારે મા ચામુંડા અને શિવજીનું મંદિર છે. દરરોજ ઘણા ભાવિક ભક્તો પોતાના દુઃખ દર્દ અને વિવિધ સમસ્યાઓથી છુટકારો મેળવવા માં ચામુંડા અને શીવજીના દર્શને આવે છે. માં ચામુંડા અને ભગવાન શિવજી ની ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. લોકવાયકા મુજબ દૈત્યોથી છુટકારો અપાવવા માર્કંડ ઋષિએ પ્રગટ શક્તિનું નિર્માણ કર્યું તે પ્રગટ શક્તિએ બંને દૈત્યનો નાશ કર્યો.

આ પણ વાંચો : Dipeshwari ma : ગુજરાતનું તેજોમય સ્થળ ફુલના ઢગલાની પાસે દૈવત આકાશવાણી થઈ, એક ચુંદડી કરે છે મનોકામના પૂર્ણ

ચંડ અને મુંડનો કર્યો વિનાશ

ચંડ અને મુંડ એ બંને દૈત્યના નાશ કર્યો એટલે એમના નામથી માં ચામુંડા નામ થયું.. માં ચામુંડા કેટલાય દુઃખી અને ની સંતાન દંપતિઓ માટે એક માત્ર આશા નું કિરણ બની રહ્યા છે. ખેડબ્રહ્મા નજીક વરતોલ ગામના નાના રમણીય પહાડો વચ્ચે સુંદર તળાવ કિનારે માં ચામુડા અને શિવજી બિરાજમાન છે દિવસ દરમ્યાન હજારો ભાવિકો મંદિરે દર્શનાર્થે આવે છે. ની-સંતાન દંપતિઓ માટે માતાજીનુ મંદિર આશા સમાન સ્થળ છે.

Chamunda Maa
Chamunda Maa

મા ચામુંડાના મંદિરે આવે છે અનેક ભક્તો

Chamunda Maa
Chamunda Maa

જે દંપતી નિઃસંતાન હોય તેમની બાધા ચામુંડા માતાજીના મંદિરે રવિવાર, મંગળવાર અને ગુરુવારે સવારે 8.00 થી 11 વાગ્યા સુધી રાખવામાં અને છોડવામાં આવે છે. નિઃસંતાન દંપતી તળાવમાં સ્નાન કરી ભીના કપડા પહેરી માતાના ચરણોમા ખોળો પાથરે છે અને પૂજારી દ્વારા પાઠ કરવામાં આવે છે.

લાખ્ખો શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના માટે મંદિરે આવતા હોય છે અને તેમની મનોકામનાઓ પ્રગટ સ્થાન પર ચોક્કસ પૂર્ણ થાય છે. ચામુંડા માતાજીના મંદિરે બાળકોની બાબરી ઉતારવા પણ ભાવિકો આવે છે.માતાજીની સમીપે સાચી આસ્થા દ્વારા અપારશક્તિનો સંચાર થાય છે.

ભીમનાથ મહાદેવ બિરાજમાન

મંદિરનો રંગબેરંગી કાચથી સુંદર શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ઘુમટ્ટમાં ચામુંડા માતાજીની અલગ અલગ કૃતિ, વિષ્ણુ ભગવાન, મહાદેવજી અને બીજા અનેક દેવી-દેવતાઓના કાચથી સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે જે મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે.

માતાજીના દર્શન માત્રથી ભાવિકોના દુઃખ દૂર કરતી માં ચામુંડાના અલૌકીક દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સુંદર રમણીય જગ્યાએ બિરાજમાન માતાજીના મંદિરની બાજુમાં ભીમનાથ મહાદેવ બિરાજમાન છે.

 

Chamunda Maa
Chamunda Maa

મંદિરમાં શિવજીનું વિરાટ શિવલિંગ

વિરાટ શિવલિંગ પાછળ લોકવાયકા છે કે ભીમને ભગવાન શિવના દર્શન બાદ ભોજનની ટેક હતી અને ભીમને ભગવાન શિવના દર્શન ન થતા ભીમે જમીન પર માથું પછાડતા આ જગ્યા ઉપર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આટલું વિરાટ શિવલિંગ બીજી કોઈ જગ્યાએ નથી અને આ જગ્યા પર ભગવાન શિવનુ અનેરુ મહત્વ છે

આ પણ વાંચો : 

મંદિરે આવતા દરેક ભાવિક માં ચામુંડાના દર્શન કર્યા બાદ ભગવાન શિવના તેમજ શિવલિંગના દર્શન અચૂક કરે છે અને કેટલાય દુઃખ દર્દો માંથી છુટકારો મેળવે છે. હાલના હળાહળ કળીયુગમાં કેટલીય આધ્યાત્મિક બાબતો છે જે સરળતાથી સમજી શકાય એમ નથી. પણ વરતોલ ગામે પ્રગટ શક્તિ માં ચામુંડા, ની-સંતાન દંપતિના ખોળામાં ફૂલ થકી આશીર્વાદ આપે છે તે યથાર્થ છે.

Chamunda Maa
Chamunda Maa

ચામુંડાનુ મંદિર એકમાત્ર આશા સમાન સ્થળ

મંદિરે આવતા કેટલાય લોકોની માનતાઓ પૂર્ણ થતા તે ભાવિકો નિયમિત દર્શનાર્થી બની રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ની-સંતાન દંપતિ માટે માં ચામુંડાનુ મંદિર એકમાત્ર આશા સમાન સ્થળ બની રહ્યું છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આવેલા માં ચામુંડાના મંદિરે વર્ષ દરમિયાન દરેક દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. મંદિરે આવનાર દરેક ભાવિકનું જીવન સુખરૂપ બને છે ત્યારે આ પ્રગટ સ્થળની મુલાકાત લેનાર દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની કૃપા મળતી રહે તેવી સ્થાનિકોની અપેક્ષા યથાર્થ સાબિત થઈ રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *