એક એવી વાવ કે જે કૂતરા ની યાદ માં બનાવી હોવાની માન્યતા છે.જાણો આ વાવ વિશે…

એક એવી વાવ કે જે કૂતરા ની યાદ માં બનાવી હોવાની માન્યતા છે.જાણો આ વાવ વિશે…

ગોધરા આમતો ઐતિહાસિક ભૂમિ છે પણ કેટલીક જગ્યાઓ અને મંદિરો જેનો ઈતિહાસ દબાઈ ગયો છે કચડાઈ ગયો છે અને તેની નોંધ લેવાના ન કારણે આજે તે લીન થવાના હારે છે તો મિત્રો અમે નીકળી ગયા ગોધરા મુકામે ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે દિલ્હી પબ્લિક સ્કૂલ ની સામેના રસ્તામાં રાવળ ફળિયામાં કબીર મંદિર પાસે એક અતિ પ્રાચીન અને જુનીવાવ આવેલ છે

વધુ માહિતી માટે અમે તેના ઇતિહાસને જાણવાની કોશિશ કરી ત્યારે તો નજીકના સ્થાનિકો અને અન્ય વડીલો દ્વારા તેનો ઇતિહાસ અમને મળ્યો અને તે આ મુજબ છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢચૂંદડી મુકામે ઐતિહાસિક નવલખી કૂતરાં વાવ ગઢવાવ નામની વાવ આવેલી છે.માન્યતા પ્રમાણે ઈ. સ.૧૬૬૫-૬૦ નો સમય લાખા વણઝારા નો માનવામાં આવે છે તો મધ્યમાં આ વાવનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. બીજી એક માન્યતા મુજબ ‘નવલખીવાવ’ પણ કેવાય છે. નવ લાખમાં બની હોવાથી ‘નવલખીવાવ’ કહેવાનું મનાય છે. આ વાવ જે તે સ્ટેટ સાથે સંચાલિત થતી હતી.વાવનું બાંધકામ વિશિષ્ટ રીતે કાંતરણી સાથે કરવામાં આવ્યું છે. આવી વાવ મુખ્યત્વે મુસાફરો માટે અવર જવર પાણી ની વ્યવસ્થા માટે કરવામાં આવતી એક માન્યતા મુજબ તો લાખો વણઝારો એક વેપારી હતો અને તેની સાથે બીજા અન્ય વેપારી પણ હતા તેના કાફલો આ સ્થળે રોકાઈ ને આ વાવ ખોદી હતી. ઉપરાંત અહી નાં વડીલો નું કેવું છે કે તેમને સમય નાં ભણતરના ઇતિહાસમાં આ જાણકારી આપવા માં આવતી હતી.

આમ તો વાવ ચાર પ્રકાર પાડવામાં આવેલા છેઃ નંદા- જયાં-ભદ્રા-વિજયા. જેમાં એક મુખ અને ત્રણ ફૂટ (મજલા) ની વાવને નંદા,બે મુખ્ય અને છ ફૂટની વાવને મા ત્રણ મુખ અને નવ ફૂટની વાવને જયા અને ચાર મુખ અને બાર ફૂટ વાવને વિજયા તરીકે ઓળખવામાં આવે છે. આ વાવનું નિર્માણ બાંધકામ જોતાં એક મુખ અને ત્રણ ફૂટ (મજલા) ની વાવ તરીકેનું જોવા મળે છે એટલે કે તેને નંદા વાવ કહી શકાય છે બીજી એક વાત કે અહિયાં નીચે ઉત્તરતા તેની બનાવટ શૈલી અમુક અંશે સોલંકી કાળની પણ માની શકાય છે.

અહી ગામમાં ગઢ નામ થી ઓળખાય છે જે આસપાસમાં મોટા મોટા પત્થર અને પૌરાણિક મંદિરો થી સજ્જ છે જે ઇતિહાસ માં આલેખન માન્ય છે. આસપાસ ની તે ગ્રામ્ય લોક પાયકા મુજબ ત્યાંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ વાવ લાખા વણઝારા અને તેના સમુદાય ની બનાવટ છે. આ લાખો વણઝારો જે એક માન્યતા પ્રમાણે તો લોક દેવતા બાબા રામદેવ અને તેના સાથે જોડાયેલા છે જે રાજસ્થાનના ઇતિહાસ માં તેના વર્ણન ની પ્રતિષ્ઠા બતાવાઈ છે. આ વેપારી મોરસ ને મીઠું બાબા રામદેવ ને કહી વેચવા જતા ત્યાં મીઠું બની જાય છે અને ચમત્કાર થાય છે જેવા પ્રસિદ્ધ નામી વેપારી તરીકે આખા વિશ્વમાં તેની ખ્યાતિ હતી. લાખા વણઝારાને તેના સમુદાયના લોકો હાલમાં બાબા લખી સા બંજારા તરીકે

પણ ઓળખે છે અને તે અલગ અલગ રાજ્યોમાં પૂજાય છે.

વેપારી કાફીલો લઈ ફરતા-ફરતા લાખો વણઝારો એક વખત ગોધરા તાલુકાના ગઢચૂંદડી ગામે આવ્યો અને અમુક સમય ત્યાં રોકાયો. આજુબાજુના વિસ્તારમાં પીવાનું પાણીની સમસ્યા હતી. લાખા વણઝારાએ અહીં એક વાવ બનાવી તેને નવલખી વાવ તરીકે ઓળખવામાં આવે છે. આ વાવમાં પચાસ પગથિયાં આવેલા છે. આ વાવ ૧૦૮ ફૂટ લંબાઈ અને ૧૦૮ ફૂટ ઊંડાઈ ધરાવે છે. અહીં નાં સ્થાનિક લોકો નું કહેવું છે કે દુષ્કાળના સમયમાં પણ આ વાવમાંથી પાણી ખૂટતું નથી.

લાખો પશુઓ પાળવાનો શોખીન હતો. લાખા પાસે અન્ય પશુઓ તેમજ તેનો પાળેલો એક પ્રિય કૂતરો હતો. કૂતરો ખૂબ વફાદાર હતો. માન્યતા પ્રમાણે એક વાર લાખાને વેપારમાં ખૂબ નુકસાન થઈ જાય છે તેવા સમયે લાખો તેના વફાદાર કૂતરાને એક શેઠના ત્યાં ગીરવે મૂકે છે. કૂતરાનું મૃત્યુ થતાં લાખાને ખૂબ આઘાત લાગે છે. આ સાથે કૂતરાની યાદમાં આ વાવનું નિર્માણ થયું હોવાનું પણ માનવામાં આવે છે. આ વાવને ‘કૂતરાવાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈએ કોઈ પશુ અથવા કૂતરાને ભૂલથી મારી નાખ્યું હોય ત્યારે આ વાવમાં આવી સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે તેમજ જો કોઈ હડકાયું કૂતરું કરડ્યું હોય ત્યારે આ વાવમાં સ્નાન કરી લેવાયી હડકવા દૂર થઈ જવાનું મનાય છે.

પહેલા આસપાસના ગામના લોકો આ વાવમાંથી પાણી વાપરતા હતા. આજથી થોડા વર્ષો અગાઉ આ વાવનું પાણી પીવામાં વપરાતું હતું. અત્યારે વાવમાં પુષ્કળ પાણી પણ પીવા માટે વાપરી શકાય એમ નથી.જોકે આજે અમુક લોકો આ વાવમાંથી પિયત માટે પાણી વાપરે છે. એ જમાનામાં વાવમાંથી બળદ જોડીને કોસથી પાણી ખેંચવામાં આવતું હતું અને હોજમાં ઠાલવવામાં આવતું. અત્યારે આ વાવની હોજની જગ્યાએ માત્ર પથ્થરો મળી આવે છે.

જાળવણીના અભાવે પાણી ખૂબ ગંદુ થઇ ગયું છે. સંપૂર્ણ જાણકારી ત્યાંના સ્થાનિક લોકો અને વડીલો તથા અમુક લોકો વાયકા મુજબ છે જેની ચકાસણી માટે સંશોધનકર્તા ઉમેશ વણઝારા અને તેની ટીમ ત્યાં સુધી પહોંચી હતી. આ ઉપરાંત ત્યાં ઘણા બધા બુદ્ધિ જીવી અને તજજ્ઞો પણ તેની મુલાકાત લીધી હતી. સરકાર શ્રી ને એક વિનંતી છે કે પંચમહાલની આ ધરોહરની જાળવણી માટે યોગ્ય પગલા લેવામાં આવે જેથી સમય જતા ગુજરાતનો ઇતિહાસ જળવાઇ રહે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *