અમદાવાદના એવા કરોડપતિ કે જે 5000 વારના બંગલામાં રહે છે માત્ર ગાયો સાથે, ગાય માટેનો આ કરોડપતિ ભાઈનો પ્રેમ જોઈને તમે અચંબિત થઈ જશો..

અમદાવાદના એવા કરોડપતિ કે જે 5000 વારના બંગલામાં રહે છે માત્ર ગાયો સાથે, ગાય માટેનો આ કરોડપતિ ભાઈનો પ્રેમ જોઈને તમે અચંબિત થઈ જશો..

આ કરોડપતિ ગુજરાતી પોતાના બંગલામાં રાખે છે ગાયો..!, ગાય સાથે ખાય છે, બેસે છે, અને પથારીમાં એક સાથે જ સુવે છે, જુઓ આ કરોડપતિના ખાસ ફોટાઓ…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશની અંદર આદિ પુરાણકાળથી ગાયને મારા તરીકે પૂજવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયની અંદર ૩૩ કરોડ દેવી-દેવતાઓ વાસ કરે છે.

પ્રાચીન પરંપરા પ્રમાણે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. સૌથી પહેલાં જ્યારે રસોઈ બનાવતી વખતે ગાય માટે પહેલી રોટલી બનાવવામાં આવે છે. આજના સમયમાં ગાયને સૌ કોઈ લોકો પૂજે છે અને ગાયની સેવા કરે છે. ગાયનું દૂધ પીવાથી નાના બાળકોથી માંડીને વૃદ્ધ વ્યક્તિઓ સુધી દરેકને ખૂબ જ ફાયદો મળે છે.

ગાયના દૂધમાંથી બનાવેલી છાશ, દહીં તેમજ ઘી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાયના દૂધ થી લઈને ગૌમૂત્ર સુધી આપણા શરીર માટે દરેક વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ ઓષ્ધી તરીકે કામ કરે છે.

આ ગાય પ્રેમિ ગાયને પોતાના બાળકો કરતા પણ વધારે પ્રેમ આપે છે. સાથે જ તેઓ ખૂબ જ ભાવથી સેવા કરે છે, અમે આ લેખની અંદર તમને જોવા માટે મુકેલ આ ફોટાઓ જોઈને પણ તમે આશ્ચર્યચકિત થઈ જશો.

તમે ફોટો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો કે ગાયના વાછરડાને આ ભાઈ પોતાની પાસે સુવડાવી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે આ ભાઈ આવું શા માટે કરતા હશે?

આજે અમે તમને જે આનો ખાય પ્રેમી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે વિજયભાઈ પરસાણા. વિજયભાઈ અમદાવાદ નજીક આવેલા મનીપુર વડ ગામની અંદર રહે છે. વિજયભાઈ પોતાની પાસે રહેલી ગાયોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સાથે ખુબ જ લાગણી બંધાઈ ગયેલી છે. તેઓ ગાયોની નિસ્વાર્થભાવે સેવા કરતા રહે છે.

વિજયભાઈ અત્યારે કરોડપતિ હોવા છતાં પણ ગાય પ્રત્યે તેમનો પ્રેમ ક્યારે પણ ઓછો થયો નથી. તેઓ પોતાની ગાય અને વાછરડાને અનહદ પ્રેમ આપે છે. તેઓ હંમેશા પોતાના વાછરડાઓ અને ગાયોની પાસે રહેવાનું પસંદ કરે છે. વિજયભાઈને ગાયોની આસપાસ રહેવાથી શાંતિ અનુભવે છે.

તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે વિજય ભાઈ અત્યારે પાંચ હજાર વારના મોટા બંગલાની અંદર એકલા રહે છે અને તે બંગલો પણ ખૂબ જ ભવ્ય અને વૈભવી છે.

વિજયભાઈ આટલા બધા રૂપિયાના માલિક હોવા છતાં સૌથી મહત્વની વાત એ છે કે, તેઓ ગાયને ભગવાન તરીકે માને છે અને ગાયનો માતાની જેમ ઉછેર કરે છે. ભાઈ નું કહેવું છે કે તેઓ નિયમિત રીતે ગાયની બનાવટોનું સેવન પણ કરે છે અને ગાયના છાશ થી સ્નાન પણ કરે છે.

વિજયભાઈ આવું કરવાથી એવું માની રહ્યા છે કે તેઓ ક્યારે પણ પડતા નથી. આજના સમયમાં લોકો સ્વાર્થી બની ગયા છે અને પોતાના અંગત સ્વાર્થને કારણે તેઓ ગાયનો ઉછેર કરતા હોય છે અને ત્યાર પછી ઘણી વખત રસ્તાઓ પર છોડી દે તેવા પણ ઘણા બનાવો સામે આવ્યા છે.

પરંતુ વિજયભાઈને ગાય પ્રત્યેનો પ્રેમ અને અનહદ છે. વિજયભાઈ ગાયોને સાચવવામાં ખુબ જ સાચી માનવતા દાખવે છે. તેઓ ગાયોને ખુબ જ પ્રેમ અને ભાવ થી માન-સન્માન આપે છે અને તેઓની ખૂબ જ વધારે સેવા કરે છે. તમે જોઈ શકો છો કે વિજયભાઈ ગાયને નવડાવી પણ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિજયભાઈએ વર્ષો પહેલા ગાયના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા અને અત્યાર સુધી તેમની ૧૧ પેઢી ને વિજયભાઈ સાચવી રહ્યા છે. તેમજ તેમના વાછરડા થી માંડીને દરેક ગાયોની વિજયભાઈ સેવા કરે છે.

વિજયભાઈ ગાયનું દૂધ તેમજ ગાયના થી બનેલું માખણ છાશ અને ઘી વાપરવાનું વધારે પસંદ કરે છે. વર્ષોથી વિજયભાઈને ગાયની સાથે રહેવું ખૂબ જ વધારે પસંદ છે અને તેમના શોખને કારણે આજના સમયમાં વિજયભાઈ ૫૦૦૦ વાર જેટલા મોટા બંગલાની અંદર માત્ર એકલા રહે છે.

હવે આ લેખ ઉપરથી તમે સમજી શકો છો કે વિજય ભાઈ ને ગાય પ્રત્યે કેટલો વધારે પ્રેમ હશે? તમને જણાવી દઈએ કે સમગ્ર દેશની અંદર વિજયભાઈ જેવા દરેક લોકો હોય તો કોઈ પણ ગાય શહેર અથવા તો ગામડાના રસ્તા ઉપર જોવા મળશે નહીં. આજના સમયમાં ગાયને બચાવવાની જરૂર છે અને ગાયોની સેવા કરવાની પણ જરૂર છે.

ઘણી વખત આપણે ગાયને માતા સમાન માનીએ છીએ પરંતુ અમુક તેવી પરિસ્થિતિમાં હોય છે કે જેને જોઈને ખૂબ જ દુઃખ લાગતું હોય છે. વિજય ભાઈ ને ગાય પ્રત્યે નહીં આવી ભક્તિ અને પ્રેમ ને દિલથી સલામ..!

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *