વડોદરામાં બનશે ભવ્ય ” હનુમાનગઢ ” 150 ફૂટની ઉંચાઈ પર અતિ ભવ્ય હનુમાનજીની પ્રતિમા બિરાજમાન થશે, જુઓ તસ્વીરો….

વડોદરામાં બનશે ભવ્ય ” હનુમાનગઢ ” 150 ફૂટની ઉંચાઈ પર અતિ ભવ્ય હનુમાનજીની પ્રતિમા બિરાજમાન થશે, જુઓ તસ્વીરો….

વડોદરા શહેર હવે દિવસેને દિવસે વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, હાલમાં જ સુરસાગરમાં 81 ફૂટ ઉંચી શિવજીની સુવર્ણ જડીત બિરાજમાન કરવામાં આવી હતી અને હવે ફરી એકવાર વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવની મધ્યમાં 150 ફૂટ ઉંચાઇ ઉપર 31 ફૂટ ઊંચી 16 ટન વજનની સ્ટીલમાંથી બનાવવામાં આવેલી હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે,

આ પ્રતિમા સરાઉન્ડીંગ 10 કિલોમીટર દૂરથી જોઇ શકાય છે. ખરેખર આ હનુમાનજીની મૂર્તિ વડોદરાવાસીઓ માટે અતિ આધ્યાત્મિક અને લોકપ્રિય સ્થાન બની રહેશે કારણ કે આ સ્થાનમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આ પ્રતિમા સ્થાપવાનું સપનું વાઘોડિયાના ભાજપાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું છે અને આ પ્રતિમા અમીત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છ, સૌથી ખાસ વાત એ છે કે આ પાવનકારી સ્થાનને ‘હનુમાનગઢ’ નામ આપવામાં આવ્યું છે.પ્રતિમાના સ્થળે 5 બાય 4 સાઇઝનો ઘંટ મૂકવામાં આવ્યો છે. આ ઘંટનો અવાજ 3થી 4 કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાશે.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે મધુ શ્રીવાસત્વે કહ્યું કે ” વાડી મારી કર્મભૂમિ રહી છે. વાડીમાંથી જ મારી રાજકીય કારકીર્દીની શરૂઆત થઇ છે. હું શનિવારે અચૂક પોમલી ફળિયા પાસે આવેલા હનુમાનજી મંદિરમાં ભજન-કિર્તનમાં હાજર રહું છું. હનુમાનજી પ્રત્યે મને અપાર શ્રધ્ધા છે.મને એવી ઇચ્છા હતી કે, મહાદેવ તળાવમાં હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરું.

હનુમાનગઢ પ્રોજેક્ટમાં 19 કરોડથી પણ વધુ ખર્ચ થશે, લોકાર્પણ કાર્યક્રમ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવશે.હાલમા તો હજુ કાર્ય ચાલુ છે.હનુમાનજીની પ્રતિમાં સહિત ગર્ભગૃહમાં પંચમુખી હનુમાન, કાલીકા માતા, ચિત્રગુપ્ત મહારાજની અને રામ-સીતા અને લક્ષ્મણની પણ મૂર્તિ મૂકવામાં આવશે.

સૌથી ખાસ વાત એ છે કે, 150 ફૂટ ઉંચાઇ ઉપર જઇને હનુમાનજીના દર્શન કરવા માટે 25-25 માણસોની કેપિસિટી ધરાવતી બે લિફ્ટ મૂકવામાં આવી છે. હુનુમાનજીના મુખ્ય પેસેજમાં જવા માટે ભવ્ય ગેટથી જંપીગ પુલ બનાવવામાં આવશે. આ જંપીગ પૂલ ઉપર ઇન-આઉટ માટે વચ્ચે ડિવાઇડર મૂકવામાં આવશે. જંપીગ પુલ ઉપરથી પુલ નીચેના તળાવનો પણ નજારો માણી શકાશે.ટૂંકસ સમયમાં વડોદરાવાસીઓને એક નવું નજરાણું મળી રહેશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *