રતન ટાટાનો એક ફોન આવ્યો અને બદલાય ગયું આ દંપતીનું નસીબ

રતન ટાટાનો એક ફોન આવ્યો અને બદલાય ગયું આ દંપતીનું નસીબ

રેપોસ એનર્જીના સ્થાપક અદિતિ ભોસલે વલુંજએ લખ્યું કે જ્યારે અમે સ્ટાર્ટઅપ શરૂ કર્યું ત્યારે મેં કહ્યું કે રતન ટાટા આના માટે માર્ગદર્શક હોય તો સારું રહેશે. આ વાત પર બધાએ કહ્યું કે તેમને મળવું અસંભવ છે. એ વખતે માત્ર એક ફોન કૉલ અને મળવાની ઑફર બસ પછી શું હતું જોતાંજોતામાં જ એક સ્ટાર્ટઅપનું ભાવિ બદલાઈ ગયું અને આજે આ સ્ટાર્ટઅપ ઉચ્ચ સ્તરે છે.

અમે કોઇ ફિલ્મની વાર્તા નથી કહી રહ્યા પરંતુ તે એક વાસ્તવિકતા છે. આ ફોન કોલ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા વતી કરવામાં આવ્યો હતો અને આ સ્ટાર્ટઅપ છે રેપોસ એનર્જી. રતન ટાટા દ્વારા રોકાણ કરવામાં આવેલા પૂણે સ્થિત મોબાઇલ એનર્જી ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટઅપ રેપોસ એનર્જીએ તાજેતરમાં ઓર્ગેનિક વેસ્ટ દ્વારા સંચાલિત ‘મોબાઇલ ઇલેક્ટ્રિક ચાર્જિંગ વ્હિકલ’ લોન્ચ કર્યું હતું.

અદિતિ ભોસલે વાલુંજ અને સ્ટાર્ટઅપના સ્થાપક ચેતન વાલુંજે તેમના શરૂઆતના દિવસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રતન ટાટાના ફોન કોલથી તેમનું નસીબ કેવી રીતે બદલાઈ ગયું તે વિશે વાત કરી. આ ફોન કોલ પહેલા બંનેનું સપનું હતું કે તેમની કંપનીને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા પાસેથી માર્ગદર્શન મળે. જે હકીતમાં બદલાઈ ગયું.

રેપોસ એનર્જીની ફાઉન્ડર અદિતિ ભોસલે વાલુંજે પોતાના લિંક્ડઇન એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. અદિતિએ લખ્યું હતું કે ચેતન અને મે સ્ટાર્ટઅપ શરૂ કર્યું ત્યારે મેં કહ્યું હતું કે રતન ટાટા એના માટે મેન્ટર એટલે કે માર્ગદર્શક હોય તો સારું. આના પર બધાએ કહ્યું કે તેમને મળવું અશક્ય છે. તેણે કહ્યું કે આ બાબતોથી તેની હિંમત તૂટી નથી.

અદિતિએ કહ્યું કે તેણે પોતાના પ્રોજેક્ટ સાથે સંબંધિત 3ડી પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. જેમાં ઉર્જાના લક્ષ્યને ફરીથી રજૂ કરે છે અને તકનીકીનો ઉપયોગ કરીને ઉર્જા અથવા બળતણ વિતરણ અને ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર કરવાની યોજના બનાવે છે. ત્યારબાદ આ રજૂઆત રતન ટાટાને પત્ર સાથે મોકલવામાં આવી હતી. જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો અદિતિ અને ચેતન રતન ટાટાના ઘરે તેમને મળવા પહોંચ્યા.

રતન ટાટાના ઘરની બહાર બંનેએ લગભગ 12 કલાક સુધી રાહ જોઈ પરંતુ તેઓ મળી શક્યા નહીં અને બંને થાકેલા પરત ફર્યા. અદિતીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેની રાહ વ્યર્થ ન ગઈ જ્યારે અમે પાછા હોટલ પર આવ્યા ત્યારે એક ફોન આવ્યો. અદિતિના કહેવા મુજબ જ્યારે મેં કહ્યું કે કોણ બોલી રહ્યું છે ત્યારે સામેથી અવાજ આવ્યો હું રતન ટાટા બોલું છું, મને તમારો પત્ર મળ્યો છે શું આપણે મળી શકીએ છીએ?

અદિતિએ કહ્યું કે આ તે ક્ષણ હતી જ્યારે તેનું સૌથી મોટું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું. બીજા દિવસે અદિતી અને ચેતન ટાટા ગ્રુપના ચેરમેનને મળ્યા અને તેમને પોતાનો પ્લાન જણાવ્યો. અદિતિએ કહ્યું ત્રણ કલાકની મીટિંગમાં અમે અમારા કામ અને લક્ષ્ય વિશે જણાવ્યું હતું. આ પછી ટાટા ગ્રુપ તરફથી પ્રથમ રોકાણ 2019 માં અને બીજું રોકાણ 2022 માં પ્રાપ્ત થયું હતું. તેમણે તેમની વ્યવસાયિક યાત્રાને હિંમત અને જુસ્સાની વાર્તા તરીકે વર્ણવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *