Sher Market : 25 પૈસાના શેરે કરોડપતિ બનાવ્યા, 3500 રૂપિયાનું રોકાણ 1 કરોડનું થયું

Sher Market : 25 પૈસાના શેરે કરોડપતિ બનાવ્યા, 3500 રૂપિયાનું રોકાણ 1 કરોડનું થયું

Sher Market : હાઇ રિટર્નના કેસમાં મલ્ટીબેગર સ્ટોક્સ રોકાણકારોની કિસ્મત બદલવાનારા સાબિત થાય છે. ઉથલ પાથલ અને જોખમ ભરેલા કારોબાર તરીકે જાણીતા શેર માર્કેટમાં ક્યારે કોઇ નાનો શેર પણ રોકાણકારને માલામાલ કરી દે તે ક્યારેય નથી સમજી શકાતું. એવો જ કમાલ કર્યો છે કેપ્લિન લેબના શેરોએ જેમાં ફક્ત 3500 રૂપિયાનું રોકાણ કરનારો રોકાણકાર આજે કરોડપતિ બની ગયો છે. આ શેરે લોન્ગ ટર્મમાં જોરદાર રિટર્ન આપ્યું છે.

Sher Market
Sher Market

 

આ પણ વાંચો : Jed Blue : એક નાનકડી સિલાઈ મશીનની દુકાનથી શરૂ કરીને આજે 225 કરોડની જેડ બ્લુ નામની ફેમસ બ્રાન્ડના માલિક છે આ વ્યક્તિ…Sher Market : કેપ્લિન પોઇન્ટ લેબના શેર 21મી ફેબ્રુઆરી, 2003ના રોજ ફક્ત 25 પૈસાના મામૂલી ભાવ પર મળી રહ્યો હતો, પણ તેની કિંમત હાલ 726 રૂપિયા પર પહોંચી ગઇ છે. એટલે લગભગ 20 વર્ષોમાં આ શેરે પોતાના રોકાણકારોને લગભગ 2900 ગણું રિટર્ન જનરેટ કરી આપ્યું છે. એવામાં જે રોકાણાકારે બે દાયકા પહેલા આ શેરમાં ફક્ત 3500 રૂપિયા રોક્યા હશે, તે રોકાણની કિંમત વધીને આજે 1 કરોડ રૂપિયા થઇ ગઇ હોત.

Sher Market : કેપ્લિન પોઇન્ટ લેબ એક ફુલ્લી ઇન્ટીગ્રેટેડ ફાર્મા કંપની છે, જેનો કારોબાર આફ્રિકન દેશો સુધી ફેલાયેલો છે. આ કંપની ઓઇટમેન્ટ્સ, ક્રીમ બનાવે છે. આ ફાર્માસ્યુટિકલ કંપનીનો કારોબાર વર્ષ 1990માં શરૂ થયો હતો અને તેનું હેડક્વાર્ટર ચેન્નાઇમાં છે. ભારતીય શેર બજારમાં આ કંપનીનું લિસ્ટિંગ 1994માં થયું હતું. તેના IPOને પણ જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો.

Sher Market
Sher Market

 

આ પણ વાંચો : અચૂક વાંચજો : દીકરી બોલી – મારે સાસુ સસરા સાથે નથી રહેવું, દરેક માતા પિતાએ સમજવા જેવો કિસ્સો….Sher Market : કંપનીનો શેર લોન્ગ ટર્મ ઇનવેસ્ટર્સ માટે ફાયદાકારક સાબિત થયો છે. વર્ષ 2022ની શરૂઆતમાં જ આ કંપનીના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. 6 જાન્યુઆરી, 2022ના રોજ આ કંપનીનો ભાવ 888.45 રૂપિયાના ઉચ્ચ ભાવ પર પણ પહોંચ્યો હતો. જોકે, વિતેલા થોડા સમયમાં તેની સ્ટોક વેલ્યુમાં ઘટાડો આવ્યો છે.

Sher Market : મે, 2022માં આ શેરનો ભાવ તુટીને 600 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો, પણ પછી તેમાં રિકવરી શરૂ થઇ અને હવે આ શેરનો ભાવ ફરીથી 700ની પાર પહોંચીને 726 રૂપિયાના સ્તર પર આવી ચૂક્યો છે.

Sher Market : પાંચ વર્ષોની ઉતર ચઢ પર નજર કરીએ તો કેપ્લિન પોઇન્ટનો શેર 22મી ડિસેમ્બર, 2017ના રોજ 638.25 રૂપિયાના સ્તર પર હતો. 28મી ડિસેમ્બર, 2018ના રોજ તે તુટીને 382 રૂપિયાના સ્તર પર આવ્યો હતો.

Sher Market : 20મી ડિસેમ્બર, 2019ના રોજ તે 313.20 રૂપિયા પર આવ્યો હતો અને 20મી માર્ચ, 2022ના રોજ તેનો ભાવ ફક્ત 238 રૂપિયા રહી ગયો હતો. ત્યાર બાદ કંપનીના શેરોએ લાંબી છલાંગ લગાવી અને 9મી સપ્ટેમ્બર, 2021ના રોજ તે 934 રૂપિયા પર આવી ગયો હતો.

MORE ARTICLE : દિકરી : દિકરી આ 7 વચન માંગે છે, શું તમે લગ્નના 7 શબ્દોનો અર્થ અને મહત્વ જાણો છો ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *