Mumbaiની 16 વર્ષની જૈન યુવતીએ 110 દિવસ સુધી માત્ર ગરમ પાણી પીને ઉપવાસ કર્યા, કઠોર તપસ્યા પર ગુરુઓને હતો વિશ્વાસ…
ગુજરાતી પરિવારની 16 વર્ષની જૈન દીકરીએ Mumbaiમાં કઠોર તપસ્યા 10 દિવસના સખત ઉપવાસ પૂરા કર્યા છે. વાત જાણે એમ છે કે, કાંદિવલી (વેસ્ટ) મુંબઈમાં એક ગુજરાતી પરિવારની 16 વર્ષની છોકરી સતત ત્રણ મહિના અને 20 દિવસ સુધી અન્ન વિના રહી અને તેણે 110 દિવસના સખત ઉપવાસ પૂર્ણ કર્યા. આ સિદ્ધિની ઉજવણી માટે પરિવારે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું.
જૈન ધર્મના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કેટલાક સાધુ-સાધ્વીઓએ આવી તપસ્યા કરી છે, પરંતુ એક યુવતી માટે આટલા લાંબા સમય સુધી ઉપવાસ કરવો એ મોટી વાત છે. ક્રિશા શાહની આટલા લાંબા ઉપવાસની યાત્રા 11 જુલાઈએ 16 દિવસના ઉપવાસના સંકલ્પ સાથે શરૂ થઈ હતી.
આ પણ વાંચો : Karwa Chauth પર સૌભાગ્યવતી મહિલાઓ ન કરે આ ભૂલ, આ રીતે તૈયાર કરો પૂજાની થાળી…
એક અહેવાલ અનુસાર ક્રિશાએ ઉપવાસ શરૂ કરવાની પરવાનગી માટે તેના ગુરુ મુનિ પદ્મકલશા મહારાજનો સંપર્ક કર્યો હતો. તેણે સવારે 9 થી સાંજના 6.30 વાગ્યાની વચ્ચે જ ઉકાળેલું પાણી પીવાનું નક્કી કર્યું. તેને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હતી, તેથી તેણે આ ઉપવાસ 10 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો. ક્રિશાના પિતા જીગર શાહ સ્ટોક બ્રોકર છે, જ્યારે તેની માતા ગૃહિણી છે.
મૂળ મહેસાણાનો વતની છે પરિવાર
વિગતો મુજબ મહેસાણા જિલ્લાના સાલડી ગામમાં જે પરિવારના મૂળિયા છે તેમની બે દીકરીઓમાં ક્રિશા મોટી છે. શાહ પરિવારે જણાવ્યું કે, આ ઉપવાસ પહેલા ક્રિશા જ્યારે નવ વર્ષની હતી ત્યારે તેણે આઠ દિવસના ઉપવાસ કર્યા હતા અને જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેણે 16 દિવસના ઉપવાસ કર્યા હતા.
ક્રિષાના ગુરુઓ તેના લાંબા ઉપવાસને પૂર્ણ કરવાનો વિશ્વાસ ધરાવતા હતા પરંતુ આ વખતે મામલો અલગ હતો. 26 દિવસ પછી તેણે 31 દિવસનું લક્ષ્ય નક્કી કર્યું. આ પછી તરત જ ટાર્ગેટ 51 દિવસમાં બદલાઈ ગયો. પર્યુષણના પવિત્ર મહિનામાં તેમના 51 દિવસના ઉપવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તેણે ફરીથી 20 દિવસના ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો. તેની માતા રૂપાએ જણાવ્યું કે, 40 દિવસના આ ઉપવાસ દરમિયાન તે કોલેજ પણ જતી હતી.
ક્રિશા શાહ કાંદિવલીની KES કોલેજની 11મા ધોરણની વિદ્યાર્થીની છે. ક્રિશાના 71 દિવસના ઉપવાસ પછી તેના ગુરુઓને વિશ્વાસ હતો કે, તે 108 દિવસનું મુશ્કેલ લક્ષ્ય હાંસલ કરી શકશે. જ્યારે પરિવારને શંકા હતી. પરિવારે કહ્યું કે, ત્રણ મહિના પછી પણ ક્રિશાને ખાતરી નહોતી કે તે આગળ વધી શકશે કે નહીં પરંતુ ગુરુઓને તેના પર વિશ્વાસ હતો. તેમણે કહ્યું કે, તમામ ગુરુઓના આશીર્વાદ તેમની સાથે છે. આ રીતે તેણે પોતાની જાતને આગળ વધારી અને 110 દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા.
more article : Mumbai માં 6 માળની ઈમારતમાં આગ, 7નાં મોત,46 લોકો દાઝ્યા, 2ની હાલત ગંભીર; પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર, 30 બાઇક પણ સળગીને ખાખ….