9મું ધોરણ ફેલ હોવાને કારણે, સાઈકલ પર વેચવું પડતું હતું દૂધ, આજે છે જેગુઆરનો માલિક, જાણો તેની સફળતાની કહાની…
કોઈ પણ વ્યક્તિઓને ખબર હોતી નથી કે તેના જીવનમાં શું થવાનુ છે. તે ક્યારે સુખી બની જાય તે નક્કી હોતું નથી. તમે ઘણા લોકોની વાર્તા સાંભળી હશે જેમને રસ્તા પરથી મહેલ સુધીની સફર મેળવી હશે. આજે અમે તમને દુધવાળાની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ, જેને પોતાના જીવનમાં ખુબ જ પ્રગતિ કરી હતી.
આજે અમે તમને દૂધવાળા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે શરૂઆતમાં એકદમ ગરીબીમાં જીવન પસાર કરતો હતો. આ સાથે તે 18 વર્ષ પહેલાં નવમા ધોરણમાં ફેલ થયો હતો. જેના લીધે તેને ઘણી હાલાકી વેઠવી પડી હતી અને આટલી નાની ઉંમરે પૈસા કમાવવા માટે દૂધ વેચવાની શરૂઆત કરી દીધી હતી.
9મુ ધોરણ ફેલ હોવાને કારણે સાઇકલ પર દૂધનું વેચાણ: જ્યારે રાજવીર નવમા ધોરણમાં ફેલ થયો ત્યારે તે તેના દાદા જુગલરામ પાસે જાય છે અને કહે છે દાદા મારે મોટા માણસ બનવું છે. જેના પછી તેને દાદા કહે છે કે સામે સાઇકલ પડી છે, તેના વડે પહેલા દૂધ વેચો અને પછી ધીમે ધીમે પ્રગતિ કરો. જેના પછી રાજવીર દાદાની વાત માનીને સાઇકલ પર દૂધ વેચવાનું ચાલુ કરી દે છે અને પહેલા દિવસે 5 લીટર દૂધ વેચે છે.
જેના પછી તેનો દૂધમાં એવો હાથ જામી જાય છે કે આજે તેઓ ત્રણ ફેકટરીના માલિક બની ગયા છે અને આજે તેઓ 900 લોકોને રોજગારી પણ આપે છે. તમને જણાવી દઈએ કે રાજવીર તેમના જિલ્લાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક વ્યક્તિ છે. શરૂઆતમાં દિવસનું 5 કિલો દૂધ વેચતા રાજવીર આજે 22 હજાર લિટર દૂધ વેચી રહ્યો છે.
જો આપણે રાજવીર ના સંઘર્ષ વિશે વાત કરીએ તો તેણે મોટા માણસ બનશે. જેના પછી તેણે થોડાક પૈસા ભેગા કરીને એક ઉદ્યોગ ક્ષેત્રમાં એક પ્લોટ ખરીદ્યો. આ બાદ તેણે વિચાર્યું કે તે અહીં ફેક્ટરીની સ્થાપના કરશે પરંતુ વળતર ક્યારેય ભરપાઈ ન કરી શકવાને લીધે બેંકે લોન આપવાની ના પાડી દીધી હતી. આ બાદ તે ધંધા માટે લોન મેળવવા માટે અનેક જગ્યાએ ફરવા લાગ્યો હતો.
આ રીતે રાજવીરને લોન મળી: રાજવીર ને ઘણી મહેનત પછી ફેકટરીની સ્થાપના કરવા માટે વર્ષ 2015માં લોન મળી અને શ્રી શ્યામ કૃપા નામે એક ફેકટરીની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેણે 10 લોકોને કામ આપવાનું નક્કી કર્યું હતું અને પંરતુ સમય પસાર થતો ગયો અને તેણે બીજી ત્રણ ફેકટરીની સ્થાપના કરી.
આ બાદ તેણે કારના ગિયર પાર્ટ્સ, વિશ્વકર્મા અને ધર્મેન્દ્ર ઇન્ડસ્ટ્રી બનાવતી બે ફેક્ટરીઓ પણ ખોલી હતી. હાલમાં રાજવીર 500 જેટલા લોકોને કામ આપે છે. આજે રજવિરને પોતાના નવમા ધોરણમાં ફેલ થવાનો કોઈ અફસોસ નથી..
રાજવીરે શરૂઆતમાં સાઇકલ વડે દૂધ વેચવાનું શરુ કર્યું હતું, જેના કારણે આ સાઇકલ તેની ખૂબ નજીક છે અને તે કોઈને વેચવા માંગતો નથી. આજે તેની પાસે જેગુઆર કાર પણ છે. જોકે આ કાર કરતા તેની સાઇકલ વધારે મહત્વની છે. તેઓ આજે સયુંકત પરિવારમાં રહે છે અને તેમના પરિવારમાં સભ્યોની સંખ્યા 50 જેટલી છે.