90 વર્ષના નંદુબાની દાનવીરતા… શ્રી ખોડલધામ ટ્રસ્ટને આપી દીધી સઘળી સંપતિ, રકમ જાણીને ચોંકી જશો
સૌરાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરવીરો અને દાતાઓની ભૂમિ છે. અવાજ એક દાતા એટલે ધોરાજીના નાની પરબડી ગામના 90 વર્ષે નંદુબા. નાની પરબડી ગામના 90 વર્ષના નંદુબેન ડાયાભાઈ પાધડારે પોતાની ઈચ્છા પ્રમાણે તેઓની પાસે રહેલી 43.5 વીઘા જમીન ખોડલધામ ટ્રસ્ટ- કાગવડને અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે તેઓએ ખોડલધામ ટ્રસ્ટને સંપૂર્ણ જમીન અર્પણ પણ કરી દીધી છે. આ જમીન કરડો રૂપિયાની થાય છે.
પહેલા ના જમાનામાં વડીલો મંદિર તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં જમીન દાન કરતા હતા. જો કે આજના જમાનામાં ક્યાંક જવલ્લે જ આટલી મોંઘી જમીન કોઈ મંદિર કે ટ્રસ્ટને દાન કરવામાં આવી હોય તેવો લગભગ આ પ્રથમ કિસ્સો હશે.
5 જૂન સોમવારના રોજ નંદુબેન પાધડારે ચાલી ન શકતા હોવા છતાં સ્ટ્રેચર પર ધોરાજી સબ રજિસ્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મામલતદાર સમક્ષ વસિયતનામુ કરીને તેઓના ખાતે રહેલી 43.5 વીઘા જમીન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી હતી.
ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ દ્વારા નંદુબેનનો આભાર પણ માનવામાં આવ્યો હતો. આ સાથે સમાજના અન્ય અગ્રણીઓ દ્વારા પણ માજીની દાનવીરતાને જોઈ કોટી કોટી વંદન કર્યા હતા.