પાંડવકાલીન 5500 વર્ષ જૂનું શિવમંદિર : સ્થાપના ભીમે કરી હતી, મહાદેવના શિખર તરીકે વરખડીનું ઝાડ, ચૈત્ર-વૈશાખમાં વૃક્ષમાંથી ખાંડ જેવો મીઠો પ્રવાહ ઝરે છે
પાંડવકાલીન 5500 વર્ષ જૂનું શિવમંદિર : ભીમનાથ મહાદેવનું મંદિર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલી લીલકા નદીના કિનારે પાંડવકાલીન મંદિર છે,5500 વર્ષ જૂનું ચમત્કારિક મંદિર છે. આ મંદિર પર બાવન ગજની ધજા ચડાવમાં આવે છે અને દર વર્ષે શ્રાવણ માસની અમાસે મોટો લોકમેળો ભરાય છે. પાંડવકાલીન આ ભીમનાથ મહાદેવ મંદિરનો વિસ્તાર હેડંબાવન તરીકે જાણીતો હતો.
ભીમનાથ મહાદેવનું આ મંદિર શિખરબંધી નથી, પરંતુ વરખડીનું ઝાડ મંદિરના શિખર તરીકે છે. મંદિરમાં આવેલા વરખડીના ઝાડમાંથી દર વર્ષે ચૈત્ર અને વૈશાખ માસમાં ખાંડ જેવો મીઠો પ્રવાહ ખરે છે જે દર્શને આવતા ભક્તો પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે.
ગુપ્તવાસમાં પાંડવો ભીમનાથ ખાતે રોકાયા હતા
એવું પણ કહેવાય છે કે પાંડવો જ્યારે ગુપ્તવાસમાં હતા ત્યારે ભીમનાથ રોકાયા હતાં. અર્જુન શિવજીની પૂજા-અર્ચના કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરતા હતા, અહીં કોઈ શિવજીનું મંદિર નહોતું. તેથી ભીમે એક પથ્થરને ઉંચકીને લાવી સ્થાપિત કર્યો હતો અને ત્યારબાદ અર્જુને તેને શિવલિંગના રૂપમાં જોઇ પૂજા અર્ચના કરતા હતા. તેમણે અહીં શિવલિંગ હોવાનું અન્ય ભાઈઓને પણ વર્ણવ્યું હતું.
પથ્થર તૂટ્યો અને એમાંથી શિવજી પ્રગટ થયા
ભીમે કહ્યું હતું કે અહીં શિવલિંગ નથી આ તો મેં મૂકેલો પથ્થર છે, તેની તમે સેવા-પૂજા કરી. પરંતુ અર્જુન દ્વારા પૂજા-અર્ચના સત્યની દ્રષ્ટિથી કરવામાં આવેલી તેથી તેમણે કહેલું કે મેં જે સેવા પૂજા કરી છે તે શિવજીને પહોંચી છે.
આ પણ વાંચો : Jed Blue : એક નાનકડી સિલાઈ મશીનની દુકાનથી શરૂ કરીને આજે 225 કરોડની જેડ બ્લુ નામની ફેમસ બ્રાન્ડના માલિક છે આ વ્યક્તિ…
ભીમ દ્વારા સ્થાપિત કરેલું હોવાથી ભીમનાથ નામ પડ્યું
ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આ પૌરાણિક મંદિર આવી દાદાના ચરણોમાં નમન કરે છે. આસ્થા સાથે શ્રદ્ધાળુઓ આવે છે તેમની માનતાઓ મનોકામના દાદા પૂરી કરે છે.
પાંડવકાલીન 5500 વર્ષ જૂનું શિવમંદિર : આ મંદિર નામ ભીમ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોવાથી મંદિરનું નામ ભીમનાથ મહાદેવ રાખવામાં આવ્યું છે. અહીં દર વર્ષે શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે. તો શ્રાવણ માસની અમાસે મોટો લોકમેળો પણ ભરાય છે, અહીં તમામ દર્શનાર્થીઓને નિ:શુલ્ક પ્રસાદી આપવામાં આવે છે.
ભીમનાથ મહાદેવ એ અમદાવાદથી 125 કિલોમીટર અને ધંધુકાથી 15 કિલોમીટર દૂર છે. તેની નજીકનું સૌથી મોટું શહેર બોટાદ છે. બોટાદ સુધી તમે ટ્રેનથી કે બસથી પહોંચી શકો છો, અને ત્યાંથી લોકલ વાહનો દ્વારા ભીમનાથ મહાદેવ સુધી પહોંચી શકો છો.
મહાભારત અંગેની માન્યતા
પૌરાણિક કથા મુજબ ભીમનાથ મહાદેવની સ્થાપના ખુદ ભીમે કરી હતી. ઘટના એવી હતી કે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતા અર્જુને શિવની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું. પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન એક દિવસ સ્થિતિ એવી સર્જાઈ કે અર્જુનને શિવલિંગ ન મળ્યું અને ભૂખ્યા રહેવું પડ્યું. પરિણામે તમામ પાંડવો ભૂખ્યા રહ્યા. આખરે ભીમથી ભૂક સહન ન થઈ. એટલે તેણે એક પત્થર ઉપાડ્યો, શિવલિંગની જેમ મૂક્યો અને તેના પર જંગલી ફૂલ ચડાવી દીધા. બાદમાં અર્જુન અને માતા કુંદીને આ જ શિવલિંગ હોવાનું કહ્યું. બાદમાં અર્જુને આ શિવલિંગની શ્રદ્ધાથી પૂજા કરી, નજીકની ગોંડલી નજીકમાંથી જળ લાવીને જળાભિષેક કર્યો.