52 વીકના લો પ્રાઇઝની નજીક આ કંપનીનો શેર, 7 દિવસમાં 18 ટકા તૂટ્યો.

52 વીકના લો પ્રાઇઝની નજીક આ કંપનીનો શેર, 7 દિવસમાં 18 ટકા તૂટ્યો.

ફેશન રિટેલ કંપની FSN E Commerce એટલે કે, નાયકાના સ્ટોકમાં મંદીનો સમય ચાલુ જ છે. નાયકાના શેરોમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ગયા સાત કારોબારી સત્રમાં તે 18 ટકા જેટલો તુટ્યો છે. દરેક સપ્તાહમાં શેર તુટી રહ્યો છે. કંપનીએ પણ કડાકો રોકવા માટે ઘણા રસ્તા અપનાવ્યા, પણ કડાકો અટકી જ નથી રહ્યો. નાયકાનો સ્ટોક શુક્રવારના રોજ 127 રૂપિયા પર આવી ગયો છે. આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે BSE પર આ સ્ટોક 1.36 ટકાના કડાકા સાથે 127.25 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર બંધ થયો.

ગયા એક મહિનામાં આ સ્ટોકમાં 16.17 ટકાનો કડાકો આવ્યો છે. ગયા છ મહિનામાં નાયકાનો શેર 47.59 ટકા તૂટ્યો છે અને યર ઓન યરના આધાર પર 56.11 ટકા જેટલો કડાકો આવ્યો. નાયકાના નામથી કારોબાર કરનારી કંપની FSN E Commerce વેન્ચર્સના શેરોમાં ગયા સપ્તાહમાં એક મોટી બ્લોક ડીલ થઇ હતી. ત્યાર બાદ શેરમાં કડાકો ઝડપી થઇ ગયો.

કંપનીના પ્રી IPO રોકાણકારોએ ગયા 9 નવેમ્બરના રોજ લોક ઇન પીરિયડ પુરો થયા બાદથી જ પોતાની હિસ્સેદારી વેચવાની ચાલુ કરી દીધી હતી. લાઇટહાઉસ ઇન્ડિયાએ નાયકાના 1.84 કરોડ શેરો વેચ્યા હતા. જેની વેલ્યુ 336 કરોડ રૂપિયા હતી. જ્યારે, ક્રેવિસ ઇનવેસ્ટમેન્ટ પાર્ટનર્સે 630 કરોડ રૂપિયાની વેલ્યુ સાથે 3.60 કરોડ રૂપિયા અને ટીપીજીએ 998 કરોડ રૂપિયાની વેલ્યુમાં કંપનીના 5.43 કરોડ શેર વેચ્યા હતા. જે બાદથી કડાકાનો સમય ચાલુ થયો.

ઓક્ટોબર મહિનામાં કંપનીએ પ્રી IPO રોકાણકારો માટે લોકઇન પીરિયડ ખતમ થવા પહેલા બોનસ શેર જારી કરવાનું એલાન કર્યું હતું. કંપનીએ શેરને 5 ભાગોમાં કર્યો હતો. પણ કંપનીનો એ દાવ પણ કામ ન લાગ્યો. નાયકાનો શેર પોતાનો ઓલ ટાઇમ હાઇ 348 રૂપિયાથી તુટીને 127 રૂપિયા પર આવી ગયો. નાયકાનો IPO જોર શોરની સાથે લોન્ચ થયો હતો, પણ લિસ્ટિંગ બાદ તેના શેરોમાં રોકાણકારોની આશા પર પાણી ફરી ગયું હતું. નાયકાનો 52 વીકનો લો 123.35 રૂપિયા છે.

નાયકા બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટસનું ઓનલાઇન માર્કેટ પ્લેસ છે. તેની પેરેન્ટ કંપની FSN E Commerce વેન્ચર્સ લિ.નો IPO રોકાણકારો માટે 28મી ઓક્ટોબર, 2021ના રોજ ખુલ્યો હતો. કંપનીએ 1058થી 1125 રૂપિયાના પ્રાઇસ બેન્ડ સાથે ઇશ્યુ દ્વારા 5352 કરોડ રૂપિયા એકઠા કરવાનું એલાન કર્યું હતું. કંપનીનો શેર NSE પર 79 ટકા પ્રીમિયમ સાથે 2018 રૂપિયા પર લિસ્ટ થયો હતો અને BSE પર 78 ટકા પ્રીમિયમ સાથએ 2004 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *