ખુબ અદ્ભુત લગ્ન ! અંધ યુવતીએ કર્યા 5.5. ફૂટના આ વ્યક્તિ સાથે લગ્ન, તસ્વીરો જોઈ તમે પણ વાહ વાહ કરશો, જાણો પૂરી વાત
આપણે ઘણા એવા અનોખા લગ્ન વિશે સાંભળતા હોઈએ છીએ, જેને સાંભળીને એવું લાગે જાણે જોડીઓ ઉપરથી જ બનીને આવી છે, તો ઘણા લગ્નોને જોઈને એમ પણ લાગે કે જોડીઓ ખોટી બની ગઈ, પરંતુ આ બધા વચ્ચે જ જૂનાગઢની અંદર એક એવા લગ્ન યોજાયા જે જોઈને એમ લાગે કે આ લગ્ન સાચી સમજણથી બન્યા છે.
મળતી જાણકારી અનુસાર જૂનાગઢની સેવાપ્રેમી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક 5.5 ફૂટની અંધ યુવતીના લગ્ન એક 3 ફૂટના ઠીંગણા યુવક સાથે યોજવામાં આવ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અત્યાર સુધી 1800 જેટલી કન્યાઓનું કરિયાવર સાથે લગ્ન યોજી અને માનવતાની એક મહેક પ્રસરાવી છે.
લગ્ન કરનાર અંધ યુવતી શાંતાબેન અરજણભાઇ મકવાણાએ અંધ કન્યા છત્રાલયમાં રહીને બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. તે મેંદરડા તાલુકાના રાજેશર ગામ ની દીકરી છે. જેની ઊંચાઇ 5.5 ફૂટની છે. તેમનાં લગ્ન જોમજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા રમેશભાઇ ગાંડાભાઇ ડાંગર જેમને બીએ, પીટીસી સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ સડોદર ગામની તાલુકા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે કરીને સમજણ અને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ લગ્નની અંદર તેમને સોનાના દાગીનાથી લઇને ચમચી સુધીની ઘર વપરાશની 78 વસ્તુનો કરિયાવર તરીકે પણ આપવામાં આવી છે. સત્યમ સેવા યુવક મંડળની ભગિની સંસ્થા અંધ કન્યા છાત્રાલય ખાતે અનેક પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અભ્યાસ કરે છે. આવા લગ્ન થવાથી ઘણા લોકો પ્રભાવિત થયા હતા.