રાજકોટ ના ઉદ્યોગપતિ ના દીકરા ના લગ્ન ની રજવાડી કંકોત્રી હતી 4 કિલો ની… 1 કંકોત્રી ની કિંમત… જુઓ તસવીરો
દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોય છે કે, તેઓના પુત્ર-પુત્રીના લગ્ન સ્પેશિયલ થાય. ભારતમાં આમ પણ લગ્ન પર અનેક ગણા પૈસા ખર્ચવા એક ફેશન થઇ ગઇ છે.લોકો લગ્ન માં કંકોત્રી થી લઇ ને જાન સુધી યાદગાર બનાવવા માટે મોટો ખર્ચો કરતા હોય છે. આવો જ એક મામલો રાજ્યના રાજકોટમાંથી સામે આવ્યો હતો.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશમાં જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના દીકરા જય ઉકાણીના લગ્ન મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલની દીકરી હેમાંશી સાથે રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજવામાં આવ્યા હતા. મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા આ ખાસ લગ્ન નિમિત્તે સ્પેશિયલ રજવાડી કંકોત્રી તૈયાર કરાવવામાં આવી હતી.
ભારે વજનવાળા આ એક વેડિંગ કાર્ડની કિંમત રૂપિયા 7 હજાર છે. પુત્રના લગ્નની આમંત્રણ પત્રિકા રજવાડી સ્ટાઇલથી બનાવવામાં આવી. ઉકાણી પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કંકોત્રીનું વજન 4 કિલો ને 280 ગ્રામ હતું.
આ કાર્ડને ખોલવા પર મલમલના કપડામાં લપેટેલ ચાર નાના બોક્સ પણ આવેલા છે. આ કંકોત્રીમાં 7 પાનામાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમોની વણઝાર દર્શાવવામાં આવી તેમજ આમંત્રિત મહેમાનો માટે કંકોત્રીની સાથેસાથે કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ મૂકવામાં આવી હતી.
સાથે ભગવાન કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી કંકોત્રીમાં કૃષ્ણની એક તસવીર પણ મૂકવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, મૌલેશભાઈ અને તેમનો પરિવાર ભગવાન દ્વારકાધીશમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. આ સાથે તેઓ જગત મંદિર દ્વારકાના ટ્રસ્ટી પણ છે. ત્યારે સ્વાભાવિક છે કે દીકરાના માંગલિક પ્રસંગમાં ઉકાણી પરિવાર દ્વારા ઠાકોરજીને યાદ તો અવશ્ય કરાયા જ હોય.
તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે, જોધપુરનો ઉમેદ ભવન પેલેસ એ ભારતની સૌથી મોંઘી હોટલોમાંની એક છે. ઉમેદ ભવન પેલેસમાં 50,000 રૂપિયાથી પ્રતિ રાત રૂમ મળવો મુશ્કેલ છે તેમજ કેટલીક કેટેગરીમાં તો રૂમનું ભાડું બેથી ત્રણ લાખ રૂપિયા હોય છે
જ્યારે honeymoon suite નું ભાડું જ સાડા સાત લાખ રૂપિયા પ્રતિ નાઈટના છે. જ્યારે પેલેસમાં લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને પીરસવામાં આવેલી થાળીની કિંમત રૂપિયા 18,000 હતી.