400 કરોડનું આલીશાન ઘર, ૩ પ્રાઇવેટ જેટ, ડઝનબંધ લક્ઝરી કાર, ગૌતમ અદાણીની લક્ઝરી લાઇફસ્ટાઇલની ઝલક તસ્વીરોમાં જુઓ
બિલ ગેટ્સ જેવા મશહુર બિઝનેસમેનને ટક્કર આપીને આગળ નીકળી જનાર ગૌતમ અદાણી દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. કમાણીની બાબતમાં તેમણે મશહુર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. જણાવી દઈએ કે ગૌતમ અદાણી હાલના દિવસોમાં રજત શર્મા શો “આપ કી અદાલત” માં પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના અંગત જીવન વિશે ઘણા બધા ખુલાસા કરેલા છે.
તેની વચ્ચે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ગૌતમ અદાણીનાં ઘર અને તેમની લાઇફ સ્ટાઇલ વિશે તથા તેમના પરિવાર વિશે પણ અમે તમને આ લેખમાં જણાવીશું. તો ચાલો જાણીએ ગૌતમ અદાણીના ઘર અને કાર કલેક્શન વિશે.
ફક્ત ૧૫ વર્ષની ઉંમરમાં અભ્યાસ છોડી દેનાર ગૌતમ અદાણી આજે દુનિયાભરમાં ફેમસ બની ગયા છે. તેમને દસમાં ધોરણ બાદથી જ અભ્યાસ કરવાનું છોડી દીધું હતું અને તેઓ મુંબઈ જઈને રહેવા લાગ્યા હતા. અહીંયા તેમણે ઘણા સંઘર્ષનો સામનો કર્યો અને ત્યારબાદ અમદાવાદ પરત આવ્યા હતા. અહીંયા પર તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ તેઓ ધીરે ધીરે કરોડપતિ બની ગયા. ગૌતમ અદાણી નું ઘર અમદાવાદમાં બનેલું છે, જેની કિંમત અંદાજે ૪૦૦ કરોડથી વધારે જણાવવામાં આવે છે.
તેમનું ઘર લગભગ ૩.૪ એકરમાં બનેલ છે, જેમાં દુનિયાની બધી જ લક્ઝરી સુવિધાઓ આપવામાં આવેલ છે. તેમના આ ઘરમાં અંદાજે ૬ ડાઇનિંગ રૂમ, ૭ બેડરૂમ અને ૭૦૦૦ સ્ક્વેર ફીટમાં એક સ્ટાફ ક્વાર્ટર બનેલું છે. આ ઘરમાં તેઓ પોતાની પત્ની પ્રીતિ, દીકરા કરણ, જીત અને વહુની સાથે લક્ઝરી લાઇફ જીવે છે. ગૌતમ અદાણીનું આ ઘર લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલું છે, જે દેખાવમાં ખુબ જ સુંદર દેખાય છે.
જણાવી દઈએ કે આ આલીશાન ઘર સિવાય ગૌતમ અદાણીની પાસે અંદાજે ૩ પ્રાઇવેટ જેટ છે. જેમાં બીચક્રાફ્ટ, હોકર અને એક બોમ્બાર્ડીયર સામેલ છે. તે સિવાય તેમની પાસે ૩ હેલિકોપ્ટર પણ છે, જેનું નામ અગસ્તા વેસ્ટલેન્ડ AW139, એક ટ્વીન એન્જિન 15 સીટર છે, જેની કિંમત 12 કરોડથી વધારે જણાવવામાં આવે છે.
તે સિવાય ગૌતમ અદાણીની પાસે ઘણી લક્ઝરી કાર છે, જેમાં રોલ્સ રોયલ ઘોસ્ટ, બીએમડબલ્યુ સેવન સીરીઝ, ફેરારી, ઓડી ક્યુ-સેવન જેવી ઘણી લક્ઝરી કાર સામેલ છે. જણાવી દઈએ કે ગૌતમ અદાણી ની પાસે કોલસા કંપની, રીયલ સ્ટેટ, એગ્રો પ્રોડક્ટ, ઓઇલ, ગેસ અને લોજિસ્ટિક જેવી ઘણી કંપનીઓ છે, જે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે અને તેના માધ્યમથી તેમને કરોડોની કમાણી થાય છે.
બ્લુમબર્ગ બીલીનીયર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 125 અબજ ડોલર થઈ ચુકી છે. વળી બિલ ગેટ્સની પણ આટલી જ સંપત્તિ છે. ગૌતમ અદાણી કમાણીની બાબતમાં વોરન બફેટ, ગુગલ નાં કો-ફાઉન્ડર લૈરી પેજ અને મુકેશ અંબાણી જેવા અમીર બિઝનેસમેન કરતાં પણ આગળ નીકળી ચુક્યા છે.