૨૮ વર્ષના થયા અનંત અંબાણી, ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ ની સાથે દુબઈમાં ઉજવ્યો બર્થ-ડે, પાર્ટીની અંદરની તસ્વીરો આવી સામે
દેશના સૌથી મશહુર અને અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીનો નાનો દીકરા અનંત અંબાણી ૨૮ વર્ષનો થઈ ચુકેલ છે. જણાવી દઈએ કે આ ખાસ અવસર પર અનંત અંબાણી પોતાની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ ની સાથે દુબઈ પહોંચ્યો હતો. જ્યાં તેણે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જણાવી દઈએ કે આ પાર્ટી સાથે જોડાયેલી અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ખુબ જ એન્જોય કરતા નજર આવી રહ્યા છે.
વાયરલ તસ્વીરોમાં જોઈ શકાય છે કે અનંત અંબાણીનો બર્થ-ડે શાહી અંદાજમાં સેલિબેટ કરવામાં આવ્યો હતો. આ ખાસ અવસર પર મશહુર સિંગર અતીફ અસલમે એક સ્પેશિયલ પરફોર્મન્સ આપ્યું હતું. અહીંયા પર તેમની સમગ્ર ટીમ પહોંચી હતી, જેમણે શો માં ચાર ચાંદ લગાડી દીધા હતા. તે સિવાય મશહુર સિંગર રાહત ફતેહ અલી ખાન પણ નજર આવ્યા હતા, જેમણે બોડીગાર્ડ નું સોંગ “તેરી મેરી પ્રેમ કહાની” ગાયું હતું.
તે સિવાય બી-પ્રાક એ પણ આ પાર્ટી ની શાન વધારી હતી. સોશિયલ મીડિયા પર અનંત અંબાણીના બર્થ-ડે વિશ ની તસ્વીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટની સાથે જોવા મળી રહ્યા છે. તે સિવાય તેની નજીકના અને ચાહનારા લોકો પણ આ પાર્ટીમાં નજર આવ્યા હતા.
વાયરલ તસ્વીરમાં જોઈ શકાય છે કે રાધિકા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ દરમિયાન તેને વ્હાઇટ કલરનો ડ્રેસ પહેરેલો છે, જેમાં તે સ્વર્ગની અપ્સરા જેવી દેખાઈ રહી છે. જણાવી દઈએ કે અંબાણીએ પોતાનો પાછલો જન્મ દિવસ જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ રિફાઇનરીમાં સેલિબ્રેટ કર્યો હતો, જેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ હતી.
વાત કરવામાં આવે અનંત અંબાણીના કામ વિશે તો વર્ષ ૨૦૨૨માં મુકેશ અંબાણીએ તેને નવા એનર્જી બિઝનેસના લીડરના રૂપમાં ઇન્ટ્રોડ્યુસ કરેલ. જણાવી દઈએ કે અનંત અંબાણીએ પોતાની સ્કુલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરેલો છે. તે સિવાય તેણે બ્રાઉન યુનિવર્સિટી રોડ આઇલેન્ડ થી ગ્રેજ્યુએશન કરેલ છે.
જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ઘણા લાંબા સમયથી એકબીજાને જાણે છે. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૨૨ના અંતમાં સગાઈ કરી લીધી હતી અને હવે આ બંને ખુબ જ જલ્દી લગ્નનું એલાન પણ કરી શકે છે. હાલમાં મુકેશ અંબાણી ને ત્યાં કલ્ચરલ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તમામ સિતારાઓએ હાજરી આપેલી હતી. આ દરમિયાન અનંત અને રાધિકા ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.
વાત કરવામાં આવે રાધિકા મર્ચન્ટ વિશે તો તેઓ દવા કંપની એનકોર હેલ્થ કેયર ના સીઈઓ અને અબજપતિ બિઝનેસમેન વિરેન મર્ચન્ટ ની દીકરી છે. જણાવી દઈએ કે અંબાણીની જેમ જ રાધિકા મર્ચન્ટ પણ સુખ સગવડતા વાળું જીવન જીવે છે અને તે પોતાના પરિવારમાં એકમાત્ર દીકરી હોવાને કારણે રાજકુમારીની જેમ મોટી થયેલી છે. મર્ચન્ટ પરિવારનો સંબંધ ગુજરાતના કચ્છ વિસ્તાર સાથે છે.
રાધિકાનો અભ્યાસ મુંબઈના ઇકોલે મોંડીયલ વર્લ્ડ સ્કુલ અને બીડી સોમાની ઇન્ટરનેશનલ સ્કુલ માં થયેલ છે. ત્યારબાદ તેણે વર્ષ ૨૦૧૭માં ન્યુયોર્ક યુનિવર્સિટી થી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેને જોબ કરી નહીં અને પોતાના પિતાના બિઝનેસ ને સાંભળ્યો હતો.. હવે તે અંબાણી પરિવારની નાની વહુ બનવાની છે.