Gujarat માં અહીં રમાય છે 20 તોલાના ઘરેણા પહેરીને રાસ…
પોરબંદર જિલ્લામાં વસતી મહેર જાતિએ આજના આધુનિક યુગમાં પ્રાચીન ગરબો મણિયારો રાસ હજુ જાળવી રાખ્યો છે અને આ ગરબામાં મહિલાઓ 20-20 તોલાના સોનાના ઘરેણાં પહેરીને રાસ-ગરબા રમે છે. પુરુષો પણ આ રાસમાં જોડાતા હોય છે.
મહેર સમાજની મોટી વસ્તી પોરંબદરમાં વસે છે, જે રાજપુત ક્ષત્રિય સમાજ છે. આ એવો સમાજ છે જેમણે વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત મેળવી હતી. ત્યારથી જીતની ખુશી માટે મણિયારો રાસ રમવામાં આવે છે.
આ પણ વાંચો : Multibagger share : 71 પૈસાથી 35 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર, કંપનીએ આપ્યા છે 4 બોનસ શેર
મહેર જાતિની મહિલાઓ પરંપરાગત પોષાક જેવો કે ઢારવો, કાપડું, ઓઢણી, ડોકમાં સોનાનો હાર જેને જુમણું કહેવામાં આવે છે, કાનમાં વેઢલો અને કેડે કંદોરો. લગભગ 3થી 4 હજાર મહિલાઓ ગળામાં 20-20 તોલા સોનાના ઘરેણાં સાથે ગરબા રમે છે. એક અંદાજ મુજબ 425 કરોડ રૂપિયાના ટોટલ ઘરેણાં સાથે મહેર મહિલાઓ ગરબે ઘુમે છે.
જ્યારે પુરષો આંગણી, ચોયણી પાઘડી અને ખેસ પહેરીને રાસ રમે છે.
more article : Gujaratના આ શહેરમા પુરુષો કરે છે ગરબા, 99 વર્ષથી પરંપરા યથાવત…