Salangpur ખાતે 175મો શતામૃત મહોત્સવ:કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે યોજાનાર મહોત્સવની તડામાર તૈયારીઓ; 1000 વિઘા વિશાળ જગ્યામાં ઐતિહાસિક મહોત્સવ યોજાશે.
Salangpur કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 175મા સત્તામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર દેશની અંદર Salangpur નું નામ ખૂબ જ પ્રખ્યાત છે સાળંગપુરનું નામ આવે એટલે હનુમાનજી અચૂક યાદ આવે છે.ત્યારે આ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 175 મો સતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ આગામી તારીખ 16 થી 22 નવેમ્બરના રોજ યોજાશે આ મહોત્સવમાં 1000 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે Salangpur ધામની અંદર અલગ અલગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આજે વધુ એક આયોજનના ભાગરૂપે તૈયારીના ભાગરૂપે આગામી સમયમાં યોજાનાર મહોત્સવ મુદ્દે ઓફિસથી મહત્વની જાણકારી આપવામાં આવી છે કે આગામી સમયમાં 175 મો સતામૃત મહોત્સવ યોજાશે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : પેટ્રોલ-ડીઝલના નવા ભાવ થયા જાહેર, જાણો તમારા શહેરના રેટ
આ મહોત્સવમાં આધ્યાત્મિક વ્યાખ્યાન માળા, 108 સહિતા પાઠ, શ્રીજી આગમન મહોત્સવ તેમજ દિવ્ય 108 કુંડી મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમની અંદર દેશ વિદેશથી ભક્તો Salangpur ધામ ખાતે પધારશે આ મહોત્સવના આયોજનના ભાગરૂપે હાલ સારંગપુરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.