Sabarkantha ના ખેરોજમાં 13 બાળકોને ડામ અપાતાં ચકચાર, તંત્રને રજૂઆત છતાં કોઇ જ કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ
Sabarkantha જિલ્લામાં હાથના રુંવાડા ઉભા કરી નાખે એવી ઘટના બની છે. સાબરકાંઠા જિલ્લાની એક સ્કૂલમાં 13 વિદ્યાર્થીઓને મસ્તી કરવા બદલ ડામ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે વાલીઓએ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ ગંભીર ઘટનાની તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને ડામ અપાતા ખળભળાટ
પ્રાપ્ત વિગતો અનુસાર, Sabarkantha જિલ્લાના ખરોજની નચિકેતા વિદ્યાલય વિવાદમાં સપડાઈ છે. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓ દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
13 વિદ્યાર્થીઓને અપાયા ડામ
નચિકેતા વિદ્યાલયમાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્કૂલના પ્રિન્સિપાલને આ મામલે ફરિયાદ કરી હતી.
વાલીઓએ લેખિતમાં કરી રજૂઆત
જે બાદ વાલીઓ સીધા ખરોજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આ મામલે લેખિતમાં ફરિયાદ નોંધાવી જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત વાલીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. વાલીઓ દ્વારા બાળકોને ડામ આપ્યાની તંત્રમાં લેખિતમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
more article : સાબરકાંઠામાં યોજાયા ખુબ અનોખા લગ્ન ! 70 વર્ષના વડીલ યુગલે પ્રભુતામાં પગલાં માંડયા, 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીએ હાજરી…જુઓ તસ્વીર