જ્યારે અક્ષય કુમારે તેના બીજા ફોન થી વિદ્યા બાલનને કર્યો હતો “આઇ લવ યુ” નો મેસેજ, તો સામેથી આવ્યો કઈક આવો જવાબ

0
103

અક્ષય કુમારની નવી રીલિઝ થયેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ મા દર્શકોનો સરો પ્રેમ મળ્યો હતો. અક્ષય કુમાર તેમજ આખી ફિલ્મની સ્ટાર કાસ્ટ કપિલ શર્માના શોમાં ફિલ્મના પ્રમોશન માટે હાજર થયા હતા. કપિલ શર્માના શોમાં બધાએ ખૂબ જ મસ્તી કરી હતી અને આ સિવાય આ શોમાં એક બીજાના છુપાયેલા રહસ્યો પણ બહાર આવ્યાં હતાં. કપિલ શર્માના શોમાં, રિતેશ દેશમુખે તેની ફિલ્મ હે બેબીને લગતી એક ખૂબ જ રમુજી વાત સંભળાવી હતી. રિતેશ દેશમુખ કહે છે કે જ્યારે હું અને અક્ષય કુમાર ફિલ્મ “હે બેબી” માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અક્ષય કુમારે રીતેશના ફોન પરથી વિદ્યા બાલનને “આઈ લવ યુ” નો મેસેજ કર્યો હતો.

રિતેશના મેસેજના રિપ્લેમાં વિદ્યા બાલને કિસ અને હસતા હસતાં બે ઇમોજી મોકલ્યા હતા. જ્યારે રિતેશને આ વાતની જાણ થઈ ત્યારે તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. બાદમાં તેમને ખબર પડી કે અક્ષયે વિદ્યાને મેસેજ કર્યો હતો. જેના કારણે આ સંપૂર્ણ મૂંઝવણ ઉત્પન્ન થઈ હતી.

રિતેશ દેશમુખ અને અક્ષય કુમાર સાથે કપિલ શર્માના શોમાં ચંકી પાંડે પણ હાજર હતા. આ શોમાં અક્ષયે તેની પર્સનલ લાઈફ વિશે કેટલીક વાતો પણ શેર કરી હતી. અક્ષય તેની અંગત જીંદગી વિશે વાત કરતાં કહ્યું હતું કહે છે કે તે પહેલા ખૂબ શરમાળ હતો. જ્યારે તેઓ કોલેજ સમય દરમિયાન કોઈ છોકરીને ડેટ કરી રહ્યા હતા, ત્યારે છોકરીએ તેમને ઈગનોર કરતી હતી કારણ કે તેઓ રોમેન્ટિક ન હતા.

તેમણે જણાવ્યું કે તે છોકરી સાથે મદ્રાસ કાફે અને ઉદીપી જેવી રેસ્ટોરાંમાં ડેટ પર જતો હતો. દરેક છોકરી ઈચ્છતી હતી કે અક્ષય કુમાર તેની સાથે થોડી રોમાન્ટિક વર્તન કરે. તેનો હાથ પકડે, કિસ કરે પણ અક્ષય કુમાર ખૂબ શરમાળ હતો. તેથી તે એવું કરવામાં અચકાતો હતો. જેના કારણે છોકરીઓ તેમને છોડી દેતી હતી. અક્ષય કુમારના આ શબ્દો સાંભળીને શોમાં હાજર બધાં હસવા લાગ્યા હતા.

લોકોમાં ફિલ્મ હાઉસફુલ 4 માં ઘણો પ્રેમ આપ્યો છે. હાઉસફૂલ ફિલ્મના ટ્રેલર અને ગીતો જોઈને લોકો આ ફિલ્મ જોવા માટે ખૂબ ઉત્સુક થઈ ગયા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રિતેશ દેશમુખ, ચંકી પાંડે, બોબી દેઓલ, કૃતિ સનન, કૃતિ ખારબંડા ઉપરાંત પૂજા હેગડે પણ જોવા મળ્યા હતા. હાઉસફુલ 4 દિવાળીના સમયે 26ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.

આ સિવાય ફિલ્મની આખી સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે, ઘણી બધી હેડલાઇન્સ મેળવવા માટે વિવિધ રીતોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મ નિર્માતા ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે, પ્રમોશન ઓન વ્હીલ્સ યોજના હેઠળ ભારતીય રેલ્વેને પ્રોત્સાહન આપે છે. આ યોજના અંતર્ગત મુંબઇ માટે હાઉસફુલની આખી ટીમ ફિલ્મના પ્રમોશન માટે ટ્રેન દ્વારા મુંબઈથી દિલ્હી પહોંચી છે. સૌથી ખાસ વાત એ છે કે અક્ષય કુમાર અને તેની પુત્રી નિતારા પણ આ ફિલ્મના પ્રમોશનમાં જોવા મળે છે.

લેખન સંપાદન : મોજીલો ગુજરાતીટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google